Aug 29, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-903

એ વિરાટ-પુરુષ (બ્રહ્મા) જગતના સર્વ પદાર્થ-સમૂહોના કારણ-રૂપ છે.
હવે,જેવી રીતે,'કાર્ય' (અહી-જગત) એ 'કારણ' (અહી-વિરાટ) ના જેવું જ હોય છે,
તે મુજબ, 'સમષ્ટિ-જીવ' માં જેમ આ વિરાટ (કારણ) અધિષ્ઠાન-સત્તાથી અંદર ચોતરફ ફેલાયેલું જોવામાં આવે છે,તેમ 'પ્રત્યેક (વ્યષ્ટિ) જીવ' (કાર્ય) પણ પોતાની અંદર,વિરાટની (જેમ જ) સર્વ-સૃષ્ટિ રચવાને સમર્થ હોય છે. અને પોતાના (વ્યષ્ટિ-જીવના) મનની કલ્પના (સંકલ્પ) પ્રમાણે,જયારે પોતાનું 'આત્મ-ચૈતન્ય' 'બાહ્ય અને અંદરના વિષયો' ને આકારે પ્રસરી જાય છે,ત્યારે વિરાટની જેમ,એ (વ્યષ્ટિ-જીવ) પણ વિષયોને અનુભવે છે.

સર્પ-વગેરે (નીચ યોનિ) થી લઇ રુદ્ર-વગેરે (ઉચ્ચ યોનિ) સુધી,જગતને આકારે,"એક" બ્રહ્મ જ ઉદય પામી રહ્યો છે,
એટલે એ વિરાટની સૃષ્ટિ રચવાનું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં પણ રહેલું જ છે.
જેવો આ વિરાટ આત્મામાં સઘળો વિસ્તાર રહેલો દેખાય છે,તેવો જ વિસ્તાર,નાના દેહ-વાળા સર્વ ઝીણા (સૂક્ષ્મ)
જીવોમાં પણ રહેલો છે.બાકી પારમાર્થિક દૃષ્ટિએ જોતાં સ્થૂળ કે સૂક્ષ્મ કશું પણ કોઈ જગ્યાએ છે જ નહિ.

જેવું જેવું,ભ્રાંતિ વડે ચિત્ત (મન) દ્વારા કલ્પાય છે,તેવું તેવું તે જ ઘડીએ અનુભવમાં આવે છે.
અથવા તો,જેમ,ચંદ્રમાંથી મન (વ્યષ્ટિ મન) થયું,અને મનથી (સમષ્ટિ મનથી) ચંદ્ર થયો,
કે,જીવમાંથી (વિરાટ જીવમાંથી) બીજા જીવો (વ્યષ્ટિ જીવો) થયા,
આ વાતને જો વિચારવામાં આવે તો,જેમ,જળ અને દ્રવ્ય (પ્રવાહી-પણું) એ બંનેનું એક જ અંગ છે,જુદા નથી,
તેમ, સમષ્ટિ અને વ્યષ્ટિ-એ બંનેની સત્તા એક જ છે,અને તેઓ બંને જુદાં નથી.

અતિસૂક્ષ્મ અને અમર-એવો જીવ,પ્રથમ 'વીર્ય-રૂપ-ઉપાધિ' નો આશ્રય કરે છે.
પછી,એ 'વીર્ય-રૂપ-ઉપાધિ-વાળા-જીવ' ને લીધે જ,માતા-પિતાના મૈથુન સમયમાં,
'પૂર્ણ-આનંદ-રૂપ-બ્રહ્મ'નું 'ભોગ-આકાર-થયેલી-ચિત્ત-વૃત્તિ'માં પ્રતિબિંબ પડે છે.ને 'વિષયાનંદ' અનુભવમાં
આવે છે.જો કે આ વિષયાનંદ એ 'બ્રહ્માનંદ-રૂપ' હોતો નથી.પણ બ્રહ્માનંદના 'ભાસ-રૂપ' હોય છે.
તે બ્રહ્માનંદ,તો જીવ-ચૈતન્ય (આત્મા) ની અંદર રહેલો અને તેમાં પૂર્ણ-પણે વ્યાપેલો હોય છે.
પણ,,વીર્યના સ્વભાવ-રૂપ થઇ રહેલો 'આત્મા' (જીવ-ચૈતન્ય) તેનો (વિષયાનંદનો) અનુભવ કરે છે.

આમ,આત્મા,આનંદ-રૂપ એવા પોતાના સ્વરૂપને,વીર્ય-રૂપ સમજી વીર્ય-રૂપ થઇ જાય છે-ને એવી જ
આકૃતિને ધારણ કરે છે.પછી એ જીવ-ચૈતન્ય (આત્મા),વીર્યની અંદર રહેલા પંચભૌતિક દેહને પણ,
અધ્યાસને લીધે,આત્મા-રૂપ માની બેસે છે અને પોતે પણ તે દેહ-રૂપ બની જાય છે.
આ સર્વમાં (આ પ્રસંગમાં) અધ્યાસ કે ભ્રાંતિ સિવાય બીજું 'કારણ કે કાર્ય' જેવું કશું છે જ નહિ.

અહીં,કોઈ કહે કે "ઉપાધિના યોગથી દેહ-રૂપે દેખાતા,જીવ-ચૈતન્યનો દેહ-રૂપ થવું તે તેનો સ્વભાવ છે"
તો,એ વાત અહી બંધ-બેસતી નથી,કેમ કે જીવ-ચૈતન્ય પોતે ખરી રીતે શુદ્ધ અને અદ્વિતીય છે.
તેથી તેનો એવો બીજો કોઈ (અભાવ-રૂપ)વિરોધી સ્વભાવ સંભવતો જ નથી-
કે જેનાથી તેનું 'જુદા-પણું' બતાવવાને 'સ્વભાવ-રૂપ-ધર્મ' ની યોજના કરવી પડે.

હવે,જો,દરેક વસ્તુનો સ્વભાવ,બીજા પદાર્થોથી,પોતાના 'અધિષ્ઠાન'નું જુદા-પણું,બતાવનાર હોય,
તો,અહી 'આત્મ-સ્વ-રૂપ'થી બીજું કશું જુદું નહિ હોવાથી,'સ્વભાવ' શબ્દ,કેમ વાપરી શકાય?
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE