Sep 22, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-927

વસિષ્ઠ કહે છે કે-બ્રહ્મ-તત્વ,પરમપદ-રૂપ છે અને તેને (તે રૂપને) તત્વજ્ઞાન થયા પહેલાંના શિષ્યોને,
ઉપદેશ કરવાને માટે,(તે પરમપદને) વાણીના વિષય (વ્યવહાર) રૂપે "કલ્પી" લેવામાં આવે છે.
બાકી જો,વિચાર-વડે એ પરમપદનું સ્વરૂપ ઓળખવામાં આવે તો-વિવેકીઓને એમ સમજાય છે કે-
તે તત્વ,એ વાણીનો વિષય નથી.એથી તેમાં મૌન રાખવું જ ઉચિત છે.
આ કારણે મેં તમારા પ્રશ્નનો મૌન-રૂપે જ સુંદર ઉત્તર આપી દીધો છે.

હે રામચંદ્રજી,પુરુષ દિનરાત ચિત્તના અનુસંધાનને લીધે,જેને રૂપે તે થઇ રહ્યો હોય તે પ્રમાણેનું જ બોલે છે.
એટલે જે (વસિષ્ઠ-પોતે) ચિત્તથી,વાણી વડે અગમ્ય એવા પરમપદમાં રહ્યો હોય,તે વાણી-રૂપી મેલને કેમ ગ્રહણ કરે?
આમ, હું એ અવર્ણ્ય (વર્ણવી ના શકાય તેવા) પરમતત્વ (એટલે કે હું કે જે પરમતત્વ-રૂપ જ છું) વિષે,
વાણી વડે કોઈ વ્યવહાર કરી શકતો નથી.કેમ કે વાણી તો અનેક કલ્પનાનો-રૂપી કલંક-વાળી છે.

રામ કહે છે કે-આપે વાણીના જે દોષો (અભાવ-બીજાથી જુદા-પણું વગેરે) બતાવ્યા,
તે સર્વ પર કાંઇ પણ લક્ષ્ય ના રાખતાં,આપ કોણ છો? તે વિષે કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,જો આમ જ તમારે જાણવાનો વિચાર હોય,તો પછી,
"તમે કોણ છો? હું કોણ છું? અથવા આ જગત શું છે?" વગેરે સર્વ બાબતનું યોગ્ય સ્વરૂપ હું કહું છું.
હું પોતે,જડ-દેહ-આદિ દૃશ્ય-વર્ગથી રહિત,કલ્પના વડે અગમ્ય,નિર્વિકાર શુદ્ધ ચિદાકાશ-રૂપ છું,
પણ માત્ર હું જ શુદ્ધ ચિદાકાશ-રૂપ છું એમ પણ નથી,તમે અને આ આખું જગત ચિદાકાશ-રૂપ છે.

હું (આત્મા) શુદ્ધ જ્ઞાન-સ્વરૂપ છું અને મારા પોતાના શુદ્ધ જ્ઞાનમય સ્વરૂપમાં,
"મારા આત્માથી જુદું-(કશું) અણુમાત્ર પણ બીજું કંઇક છે" એમ હું કહી શકતો નથી.
કેમ કે હું (આત્મા) સાવ, ભેદ-દૃષ્ટિથી (હું અને જગત-એવી ભેદ-દૃષ્ટિથી) રહિત જ છું.
શિષ્યોના મોક્ષ માટે,અને તેમના સંદેહને દૂર કરવા માટે-તથા-પ્રતિવાદીઓને જીતવા માટે ઉદ્યમ કરનારા-
વિદ્વાન પુરુષોએ,(શ્રુતિ-આદિ-પ્રમાણો વડે પોતાના પક્ષને મજબુત બનાવી)
ખરી રીતે (સત્યમાં) તો (પોતાનો અહંકાર) મિથ્યા હોવાથી બાધિત થઇ ગયેલ -હોવા છતાં-
અધ્યારોપની દૃષ્ટિએ-"અહંકાર" ને અનેક-રૂપે ફેલાવી દઈ
(તે અહંકારને) અનેક શાખાઓ-વાળો બનાવી દીધો છે.
(નોંધ-આ કારણે જ શિષ્ય,સંશયથી ગુરુને પૂછે છે કે તમે કોણ છો? અહંકાર વિહીન આ નગ્ન-સત્ય છે)

વસ્તુતઃ તો,(મનુષ્યનું) જીવતા હોવા છતાં અને વ્યવહાર કરતા રહ્યા હોવા છતાં,(સાક્ષી-ભાવથી થતા)
વિવેકને લીધે,શાંત રહી "શબ"ના જેવું,નિર્વિકાર અને નિઃસંકલ્પ જેવું થઈને રહેવું-તે પરમપદ જ છે.
એ પરમપદમાં,બહારનાં (ચક્ષુ-આદિ) અને અંદરનાં (ચિત્ત-આદિ) સર્વ સાધનોનો ઉપરામ થઇ જાય છે.
અને તેને લીધે જ "હું કર્તા છું કે ભોક્તા છું" એવો કશો "અહંકાર" પણ રહેતો નથી.
તેમ જ આત્મ-સત્તાથી જુદું બીજું કંઈ પણ જણાતું નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE