Jan 4, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1031






બ્રહ્મા પોતે ભલે ચિદાકાશ-રૂપે નિરાકાર હો કે બ્રહ્માંડના આકારે ભલે સાકાર હો,પણ બંને રીતે તે
બ્રહ્માંડની અંદર અને બહાર રહેલા છે.બાહ્યપણું અને આંતરભાવ-એ બંને કલ્પનાથી જુદી લાગે છે
પણ તેના ચિદતત્વમાં કશો ભેદ નથી.વિરાટ,એ બહાર બ્રહ્માંડ-રૂપે રહેલા છે અને તેની અંદર હું,તમે-વગેરે,
વ્યષ્ટિ-સમષ્ટિરૂપે, પંચભૂતરૂપે અને ભૌતિક પદાર્થરૂપે રહેલ છીએ.
તે વિરાટપુરુષ પોતાના સ્વરૂપની અંદર કાષ્ઠ મૌનને ધારણ કરી રહેલ છે
અને પાષાણની જેમ જડ છે,છતાં ચિદરૂપે એકરસમય અને જડતારહિત ચૈતન્યરૂપે જ સર્વદા રહેલ છે.

(૭૫) બાર સૂર્યોની ઉત્પત્તિ અને પ્રલયાગ્નિનું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-પછી એ બ્રહ્મા,ધ્યાનમાં નિમગ્ન થઇ ગયા અને હું પાસે રહેલા બ્રહ્મલોકને જોવા લાગ્યો.
મેં ધીરેધીરે ચોતરફ જોયું -તો-પશ્ચિમ દિશાના મુખની અંદર,મેં મધ્યાહન સમયે પ્રસિદ્ધ રીતે ઉદય પામેલા
બીજા સૂર્યનારાયણને જોયા.ત્યાર પછી મેં નૈઋત્ય-ખૂણા તરફ જોયું તેઓ તેમાં પણ મહાપ્રકાશવાળા
સૂર્યનારાયણ ને જોયા.તે જ પ્રમાણે દક્ષિણ-દિશા,અગ્નિ-ખૂણા,પૂર્વ-દિશા,ઇશાન-ખૂણા,ઉત્તર-દિશા
અને વાયવ્ય-ખૂણામાં પણ મેં સૂર્યનારાયણને દીઠા.આ જોઇને હું અતિ આશ્ચર્ય પામ્યો.અને વ્યાકુળ થયો
અને આ વિચિત્રતા વિષે વિચાર કરવા લાગ્યો.

ત્યાં તો સમુદ્રમાંથી ઉત્પન્ન થતા વડવાનલની જેમ,પૃથ્વીમાંથી બીજા સૂર્યનો ઉદય થવા લાગ્યો.
પછી આકાશના મધ્ય-ભાગમાં ત્રણ સૂર્યનો ઉદય થયો.તે ત્રણમાંના મધ્ય (૧૧ મા) સૂર્ય તો એવા પ્રકાશવાળા હતા
કે જાણે બીજા સર્વ સૂર્ય-નો તેજપુંજ એકત્ર થઇ ઉદય પામતો હોય તેવા તે દેખાતા હતા.
એ મધ્યમાં રહેલા સૂર્યનું શરીર "રુદ્ર"નું હતું.અને ત્રણે ગુણોના સંબંધથી તે બ્રહ્મા-વિષ્ણુ-શિવ-રૂપ હતા.
એ રુદ્રનાં ત્રણ લોચન દેખાતાં હતાં અને એ રુદ્ર જ બાર સૂર્યોના સમૂહ-રૂપે થઇ ગયા હતા.

જેમ,અગ્નિ જેમ સૂકાયેલા વનને બાળવા માંડે,તેમ,તે સર્વ દિશાઓમાં પ્રબળપણે દાહને ઉત્પન્ન કરવા લાગ્યા.
તે ધુમાડા વિનાનો તે દાહ અગ્નિ વિના જ માત્ર સૂર્યોના તેજ વડે ઉત્પન્ન  થયો હતો.
અને તે દાહ વડે મારાં અંગો જાણે દાવાનળથી બળતાં હોય એવાં ખિન્ન થઇ ગયાં,તેથી હું,એ પ્રદેશ છોડી દઈ,
આકાશમાં ઉંચે ચડી ગયો.અને એ આકાશના ઉર્ધ્વ ભાગમાં રહીને મેં દશે દિશાઓમાં તપ્યા કરતા
અને પ્રચંડ તેજવાળા એવા બાર સૂર્યનારાયણના સમુહને ઉગેલો જોયો.

વળી એ દિશાઓની અંદર તારાઓવાળા આકાશમાં વ્યાપ્ત થઇ રહેલી જાણે કોઈ જ્વાળા હોય,
તેવું મહા-દેદીપ્યમાં ચપળ નક્ષત્ર મારા જોવામાં આવ્યું.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE