मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा ।निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ॥३०॥
ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः ।श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ॥३१॥
ये त्वेतदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् ।सर्वज्ञानविमूढांस्तान्विद्धि नष्टानचेतसः ॥३२॥
હે અર્જુન, મારામાં મનને સ્થિર કરી,આશા, તૃષ્ણા તથા શોકરહિત થઈને અનાસક્ત ભાવે (યુદ્ધ) કર્મમાં પ્રવૃત થા.
જે વ્યક્તિ દોષદૃષ્ટિથી મુક્ત થઈ મારામાં પૂર્ણ શ્રદ્ધા રાખી મારા વચનોને અનુસરે છે,એ કર્મબંધનથી મુક્તિ મેળવે છે.
પરંતુ જે મનુષ્ય દ્વેષબુદ્ધિથી મારા કહેલ માર્ગનું અનુસરણ નથી કરતા તેને તું વિમૂઢ,જ્ઞાનહીન તથા મૂર્ખ સમજજે.(૩૨)
सदृशं चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि ।प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति ॥३३॥
इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ ।तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ ॥३४॥
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः ॥३५॥
દરેક પ્રાણી પોતાની સ્વભાવગત પ્રકૃતિને વશ થઈને કર્મ કરે છે. જ્ઞાની પણ એવી જ રીતે સ્વભાવને વશ થઈ કર્મો કરે છે.
એથી મિથ્યા સંયમ કરવાનો કોઈ અર્થ નથી.પ્રત્યેક ઈન્દ્રિયના વિષયોમાં રાગ અને દ્વેષ રહેલા છે. રાગ અને દ્વેષ
આત્મકલ્યાણના માર્ગમાં મહાન શત્રુઓ છે એટલે એને વશ ન થતો.એટલું યાદ રાખજે કે પરધર્મ ગમે તેટલો
સારો હોય પણ સ્વધર્મ કરતાં ઉત્તમ કદાપિ નથી. એથી તું તારા સ્વધર્મનું (ક્ષત્રિયના ધર્મ) પાલન કરીને
વીરગતિને પ્રાપ્ત કરીશ તો એ પરધર્મ(સંન્યાસીના) કરતાં ઉત્તમ અને કલ્યાણકારક છે.(૩૫)
अथ केन प्रयुक्तोऽयं पापं चरति पूरुषः ।अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः ॥३६॥
અર્જુન કહે છે-હે કૃષ્ણ,મનુષ્ય પોતે ઈચ્છતો ન હોવા છતાં પાપકર્મ કરવા માટે કેમ પ્રવૃત્ત થાય છે ? (૩૬)
काम एष क्रोध एष रजोगुणसमुद्भवः ।महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम् ॥३७॥
धूमेनाव्रियते वह्निर्यथादर्शो मलेन च ।यथोल्बेनावृतो गर्भस्तथा तेनेदमावृतम् ॥३८॥
શ્રીભગવાન કહે છે-રજોગુણના પ્રભાવથી પેદા થનાર કામ (કામના)તથા ક્રોધ જ મહાવિનાશી,
મહાપાપી તથા મોટામાં મોટા દુશ્મન છે.જેમ,ધુમાડો આગને, મેલ દર્પણને,ઓર ગર્ભને ઢાંકી દે છે,
તેવી જ રીતે,કામ તથા ક્રોધ વ્યક્તિના જ્ઞાન પર પડદો નાંખી દે છે. (૩૮)
आवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा ।कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च ॥३९॥
इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते ।एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् ॥४०॥
तस्मात्त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ ।पाप्मानं प्रजहि ह्येनं ज्ञानविज्ञाननाशनम् ॥४१॥
એથી હે કૌન્તેય, અગ્નિના સમાન જેની કદી તૃપ્તિ થતી જ નથી એવા કામ અને ક્રોધના આવેગો જ્ઞાનીના જ્ઞાનને
ઢાંકી દે છે,જ્ઞાનીઓના તે સૌથી મોટા દુશ્મન છે.મન,બુદ્ધિ અને ઈન્દ્રિય,એ કામનું નિવાસ સ્થાન છે,આ કામ,
મન,બુદ્ધિ અને ઇન્દ્રિયોને પોતાના વશ કરીને,જ્ઞાન અને વિવેકને ઢાંકીને મનુષ્યને ભટકાવી મુકે છે.એથી હે અર્જુન,
સૌથી પ્રથમ તું ઈન્દ્રિયોને વશમાં કર અને આ પાપમયી,જ્ઞાન અને વિવેકને હણનાર કામનામાંથી નિવૃત્તિ મેળવ(૪૧)
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः ।मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥४२॥
एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना ।जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॥४३॥
મનુષ્ય દેહમાં ઈન્દ્રિયોને બળવાન કહેવામાં આવી છે.પરંતુ મન ઈન્દ્રિયોથી બળવાન છે.બુદ્ધિ મનથી બળવાન છે
અને આત્મા બુદ્ધિ કરતાં પણ શ્રેષ્ઠ છે.એથી આત્મતત્વને સૌથી બળવાન માની,બુદ્ધિ વડે મનને વશ કરી,
આ કામ (કામના)રૂપી દુર્જય શત્રુનો તું તરત નાશ કરી નાખ.(૪૩)
અધ્યાય-27-સમાપ્ત(ગીતા-અધ્યાય-૩-કર્મયોગ-સમાપ્ત)