Feb 1, 2013

પરમ શાંતિ ક્યાં છે ?





ગીતા ૪-૩૯ મુજબ

જિતેન્દ્રિય,
તત્પર થયેલો ,
શ્રધ્ધાવાન (પુરૂષ)
જ્ઞાન ને પ્રાપ્ત થઇ
તત્ક્ષણ(તરત જ )
પરમ શાંતિ ને પ્રાપ્ત કરે છે .

------------------------------------------------------------------
ઉદાહરણ તરીકે જ્ઞાનેશ્વર કહે છે

નાની તલાવડી માં જયારે તરંગો હોય છે ત્યારે
ચંદ્ર કે સૂર્યનું પ્રતિબિંબ સ્પષ્ટ નથી હોતું ,
જયારે તરંગો
"શાંત "
થાય છે ત્યારે તે સ્પષ્ટ થાય છે .

----------------------------------------------------------------
અશાંતિ એ તરંગો છે
આ તરંગો આવે છે ક્યોંથી?

૧ -ઇન્દ્રીયોની વિષયો ભોગવવાની લોલુપતા થી
૨ -અશ્રધ્ધા થી
૩- અજ્ઞાન થી
૪-કામના થી
૫-મમતા (મોહ ) થી
૬- અહંકાર થી
૭-આશક્તિ થી

જો આ તરંગો બંધ થાય તો શાંતિ પ્રાપ્ત થાય .





શાંતિ ક્યાં છે ?




ગીતા ૨-૭૧ મુજબ

જે પુરૂષ(આત્મા )
સંપૂર્ણ  "કામના"ઓનો "ત્યાગ" કરીને
મમતા રહિત
અહંકાર રહિત (અને)
સ્પૃહા રહિત (થઈને )
વર્તે છે તે
શાંતિને પ્રાપ્ત થાય છે .

નોંધ --
કામના =પોતાની પાસે છે તેનાથી વધુ પામવાની ઈચ્છા
મમતા (મોહ)=" મારું "પોતાનું જે છે તેને ગુમાવવું નથી તેવી ઇચ્છા
અહંકાર= "હું" "અહમ" પોતે સર્વશ્રેષ્ઠ છે તેવું માનવું તે
સ્પૃહા =આસક્તિ =મારું -મારું ની ભાવના






સંસાર નું કર્મ અને ગીતા




લડાઈ ના મેદાન માં અર્જુન ને -મોહ- થયો છે.

કૃષ્ણ એને આત્મત્વ નો--જ્ઞાન નો-- બોધ કરે છે.(અધ્યાય-૨)

એટલે અર્જુન વધુ દ્વિધા માં પડી ગયો છે અને પ્રશ્ન કરે છે કે-- (અધ્યાય-૩ )
જ્ઞાન ને જો તમે વધારે ઉત્ત્તમ માનતા હો તો ----
તમે મને આવા ઘોર કર્મ (લડાઈ) માં કેમ જોડો છો ??
તમારા આવાં અટપટાં વાક્યો મારી બુદ્ધિ ને મુંઝવણમાં નાખી દે છે .....
તમે આ જ્ઞાન કે કર્મ એ બેમાંથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો ........

લગભગ આવોજ પ્રશ્ન આપણા બધા નો છે ......
અત્યારે ઠેર ઠેર જ્ઞાન ની વાતો રોજ સાંભળી એ છીએ ....
અને સંસાર માં કર્મ કેમ કરવું તેની સમજ પડતી નથી........

ચાલો જોઈએ કે કૃષ્ણ શું કહે છે .....
કેવી રીતે આ પ્રશ્ન નું નિરાકરણ કરે છે.???ગીતા -અધ્યાય-૩
------------------------------------------------------------------------------------------------------------------
બે પ્રકારની નિષ્ઠા (રસ્તા) છે.
જ્ઞાન વડે જ્ઞાની ઓ ની અને
નિષ્કામ કર્મ વડે યોગી ઓ ની .....................................................................૩

કર્મો -ના -કરવાથી નિષ્કામ ભાવ ને પમાતુ  નથી કે
કર્મો ના --ત્યાગ-- થી પણ સિદ્ધિ મળતી નથી ................................................૪

ખરેખર તો કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્યા વગર
રહી શકતો નથી. કારણ કે
પ્રકૃતિ ને પરવશ સર્વ ને કર્મ તો કરવા જ પડે છે.........................................૫

જે મૂઢ પુરૂષ કર્મેન્દ્રિઓ ને રોકીને --
મન વડે ઇન્દ્રીઓ ના વિષય નું ચિંતન કરે છે --
તે ઢોંગી છે ................................................................................................૬

ખરેખર--શ્રેષ્ઠ એ છે કે --
મન વડે ઇન્દ્રીઓ ને નિયમ માં કરી ---
ફળ માં આશક્તિ રાખ્યા વગર ---
કર્મેન્દ્રિઓ થી નિષ્કામ કર્મ કરવું .................................................................૭

મારે આ ત્રણે લોક માં આમ જોઈએ તો કોઈ પણ કર્મ કરવાનું  નથી
કે કશું મેળવવાનું પણ નથી ----
છતાં હું સતત કર્મ કરતો રહું છું..................................................................૨૨
--------------------------------------------------------------------------------------------------------------------------------
ટૂંક માં "નિષ્કામ કર્મ" મુખ્ય શબ્દ છે. અને તે જવાબ છે......
-------------------------------------------------------------------------------------------------------------------------------
અહીં પાછો અર્જુન ને બીજો પ્રશ્ન થાય છે.....

મનુષ્ય પોતે ઈચ્છતો ના હોવા છતાં --
બળપૂર્વક કોઈ કામ માં જોડવામાં આવ્યો હોય તેમ --
કોનાથી પ્રેરાઈ ને પાપ નું આચરણ કરે છે?
------------------------------------------------------------------------------------------------------------------------------
રજોગુણ થી ઉત્પન્ન થનારો આ
કામ ---જ---ક્રોધ છે.એ
કદી તૃપ્ત ના થનારો મહા પાપી છે.
અને તુ આને મહાશત્રુ જાણ.........................................................................૩૭

જેમ ધુમાડા થી અગ્નિ,મેલથી આરસી અને ઓર થી ગર્ભ
ઢંકાયેલો રહે છે તેમ
આ મહાશત્રુ -કામ- વડે જ્ઞાન ઢંકાયેલું રહે છે.................................................૩૮

જ્ઞાનેન્દ્રિઓ ,કર્મેન્દ્રિઓ,મન અને બુદ્ધિ  આ -કામ- નાં
આશ્રયસ્થાન કહેવાય છે.
જે જ્ઞાન ને ઢાંકી દઈ મનુષ્યને- મોહ -પમાડે છે.............................................૪૦
-------------------------------------------------------------------------------------------------------------------------------
ટૂંક માં
કર્મ તો કરવાનું જ છે.
પણ નિષ્કામ કર્મ કરવાનું છે.

કર્મ કરવાથી ફળ તો મળે જ છે .......
પણ એ ફળ પર આપણો અધિકાર નથી .........

પણ થાય છે એવું કે માનવી ફળ પ્રત્યે આશક્ત થઇ જાય છે.

ખાલી ફળ વાપરે તો કોઈ વાંધો નાં હોઈ શકે......
પણ આ ફળ -મારું --છે ....એ -સમજ -સાથે વાંધો છે........
-----------------------------------------------------------------------------------------------------------------------------

આખી ગીતા માં માત્ર આ ત્રીજા અધ્યાય માં જ
જનક રાજા નું ઉદાહરણ આપેલું છે.

જનક રાજા ની વિગતો તો બધાને ખબર છે.

જનક ને વૈદેહી કહ્યા હતા.
પોતે દેહ નથી એવું માનનાર એ એકલા રાજા હતા.

એક પ્રસંગ છે.
કોઈએ જનક ને પૂછેલું કે--

તમે આ રાજ્ય ભોગવો છો-રાણીઓ છે-નોકરો છે-પૈસા છે-રાજા છો
પણ આમ અલિપ્ત કેમ રહી શકો છો?

જનકે જવાબ આપવા કરતા એક નોકર ને બોલાવ્યો -
અને તેના  હાથ માં તેલ ભરેલો દીવો આપ્યો અને કહ્યું કે
પુરા ગામ માં ચક્કર મારીને પાછો આવ-
પણ સાથે એક તલવારધારી માણસ મોકલું છું -
જો દીવામાં થી એક ટીપું તેલ નીચે પડશે કે
દીવો હોલવાઈ જશે તો ---
તે તારું માથું કાપી નાખશે ...

નોકર ચક્કર મારી સાજોસમો પાછો આવ્યો -
જનકે પૂછ્યું કે
રસ્તામાં રાજ્યના દીવાન તેને જોયેલા ?

નોકરે કહ્યું -
ના ...મારું તો સતત માત્ર દીવા સામેજ ધ્યાન હતું .....

જનકે પેલા પ્રશ્ન નો જવાબ આમ આપી દીધેલો ...

સતત આત્મ પ્રત્યે ધ્યાન હોય તો
દેહ હોવા છતાં વિદેહ છે.
------------------------------------------------------------
કર્મયોગ વિષે વધારા નું લખાણ નીચેની લીંક પર છે 

ભક્તિયોગ



ભક્તિયોગમાં અદ્વૈત(એક) માં થી દ્વૈત (બે ) થાય છે.
જયારે એક જ બ્રહ્મ ને માનવામાં આવે ત્યારે અદ્વૈત અને
જયારે બ્રહ્મ અને હું એટલે કે પરમાત્મા અને આત્મા એમ બે થાય ત્યારે દ્વૈત ......

બ્રહ્મ જયારે અવતાર લે (દેવ બને-કૃષ્ણ બને )ત્યારે ભક્તિ યોગ અસ્તિત્વ માં આવે .....
ભક્તિ યોગ માં અવતાર -દેવ -કૃષ્ણ ને જ બ્રહ્મ માની લેવાનું છે .

વળી ભગવાન વ્યક્તિ તરીકે હાજર છે -દેવ તરીકે હાજર છે --એટલે
બધા તર્ક છોડી જો કૃષ્ણ ના શરણે જવાય તો બ્રહ્મ હાથ વેંત માં છે ......
એટલે જ પ્રભુ ને પામવાનો આ ભક્તિમાર્ગ સહુથી સરળ છે ....

ગોપીભાવ કેળવવો સહેલોય છે અને અઘરો પણ છે ......
આપણો અહમ જો કૃષ્ણ ને ભગવાન માનીને તેના શરણે જવા તૈયાર હોય તો
પ્રભુ દૂર નથી .........................


ભક્તિ શબ્દ ને એકલો રાખવા કરતાં "તીવ્ર ભક્તિ "તરીકે રાખવો જરૂરી છે.
અને આવી તીવ્ર ભક્તિ નું ઉદાહરણ ગોપી--મીરાં --નું છે ........
નારદજીએ "ભક્તિ-સૂત્ર"માં ભક્તિની વ્યાખ્યા આપતાં કહ્યું છે-કે ગોપી જેવી ભક્તિ

ગીતાના આ નીચેના શ્લોક ભક્તિયોગ માટેના મુખ્ય છે .....

ગીતા ૯-૨૭

કૃષ્ણ -અર્જુન ને કહે છે -
--તુ જે કંઇ કરે છે
--જે કંઇ જમે છે
--જે કંઇ હોમે છે (યજ્ઞ માં )
--જે કંઇ દાન કરે છે
--જે કંઇ તપ કરે છે(સ્વધર્મ -ચરણરૂપ)
તે સર્વ મને અર્પણ કર ...

ગીતા ૯-૩૪
--મન થી મારો થા (મન ને મારા માં સ્થિર કર )
--મારો ભક્ત થા
--મારું પૂજન કર અને
--મને નમસ્કાર કર
આ પ્રમાણે મારે શરણે થઇ (ચિત્ ને મારામાં સ્થિર કરી)
તુ (તારા) આત્માને --મારામાં જોડીને (ઐક્યભાવ થી )
મને જ પ્રાપ્ત થઈશ .

ગીતા ૧૮ -૫૨-૫૩-૫૪
જે મનુષ્ય
--વિશુદ્ધ બુદ્ધિ થી યુકત
--મિતાહારી
--દ્રઢ વૈરાગ્ય નો આશ્રય કરી
--નિરંતર ધ્યાનયોગ માં પરાયણ રહી
--સાત્વિક ધારણા થી અંતકરણ ને વશ કરી
--વિષયોને ત્યજીને
--રાગ દ્વેષ ને નષ્ટ કરીને (૫૨)

--અહંકાર --સામર્થ્ય (બળ)--મગરૂરી --કામ --ક્રોધ -સંગ્રહ છોડીને
--મમતારહિત થઇ શાંત રહે છે
--તે બ્રહ્મરૂપ થવાને યોગ્ય થાય છે (૫૩)

--આવો બ્રહ્મરૂપ થયેલો પુરૂષ
--પ્રસન્ન ચિત્ત વાળો થઈને
--ના કોઈ શોક કરે છે
--ના (કોઈ પદાર્થ ની )આકાંક્ષા કરે છે
અને આમ
સર્વે પ્રાણી ઓમાં (સર્વ ભૂતોમાં ) સમ બુદ્ધિ રાખીને (સમભાવ થયેલો)
મારી પરાભક્તિ ને પામે છે (૫૪)

ગીતા ૧૨-૮
--મારા માં મન ને લગાડ
--મારા માં જ બુદ્ધિ ને પરોવ
એ પછી
તુ મારા માં જ વાસ કરીશ (મને જ પ્રાપ્ત થઈશ )
એમાં ( કંઇ પણ ) શંશય નથી .





કર્મયોગ





ગીતા ના શ્લોકો નો અર્થ સમજ્યા વગર માત્ર જ્ઞાન તરીકે તેનું
પ્રદર્શન કરનાર લોકો ની કમી નથી ....

ઘણી વખત ઘણા લોકો ને અર્થ ની ખબર હોય તો
માત્ર જ્ઞાન તરીકે તે બુદ્ધિ માં હાજર હોય છે ..એટલું જ ........

અથવા
તો સાચા અર્થ માં સમજ્યા હોય તેવું લાગતું નથી .

ઉદાહરણ તરીકે ---

લગભગ ઘણા લોકોને હું કહેતા સાંભળું કે --

----"આપણે તો બસ કર્મ કરવાનું --ફળ આપવું ના આપવું એના હાથમાં છે "

----"આપણે તો બસ  કર્મ કરવાનું -તે કોક દિવસ તો ફળ આપશે "

---"આપણે તો બસ  કર્મ કરવાનું -ફળ ની આશા નહી રાખવાની "

અને પછી તરતજ કહે કે--

" ગીતામાં લખ્યું છે કે -

કર્મણ્યે વાધીકારસ્તે માં ફલેષુ કદાચન "

ઘણી વખત આવાં ઉપરનાં વાક્યો સાંભળી પ્રશ્ન જરૂર થાય કે --

આવા ફળ ની આશા રાખ્યા વગર કર્મ કરનાર કેટલા હશે ?
પણ

આવા ફળ ની રાહ જોઈને સતત કર્મ કરનાર તો હર રોજ જોઈએ છીએ ..

કોઈના પર આંગળી તો કેમ ચીંધાય ??

પણ અહી એ ગીતા ના બહુ જ પ્રચલિત શ્લોક નું શબ્દ  થી શબ્દ નું
ભાષાંતર રજુ કરું ----

ગીતા --૨-૪૭

તે         =તારો
કર્મણી     =કેવળ કર્મ કરવામાં
એવ       =જ
અધિકાર   =અધિકાર છે
ફલેષુ       =ફળમાં (અધિકાર )
કદાચન    =ક્યારેય પણ
માં          =નહિં

કર્મફલહેતુ   =કર્મો નાં ફળની વાસના વાળો (પણ)
માં ભૂ        =થા નહી
તે            =તારી
અકર્મણી     =કર્મ ના કરવામાં (પણ)
સંગ્          =પ્રિતી
માં અસ્તુ     =ન થાય


અહી જોઈએ તો -----

સીધો જ અર્થ સમજાવે છે કે --

ફળ ઉપર આપણો અધિકાર નથી ----

જે લોકો એ" શિવોહમ" નો અનુભવ કર્યો હોય કે
પોતે "શિવોહમ "કહી શકતા હોય તેને જ આ કદાચ
સાચી રીતે સમજાય ........

અથવા
તો જેને "શિવોહમ " નો અનુભવ કરવો હોય તેને
કદાચ આ  વાત સમજાવી જોઈએ ?!!!!!!!
-------------------------------------------------------------------------
આ કર્મયોગ ની પ્રાથમિક સમજ છે
-----------------------------------------------------------------------
કર્મયોગ ને
વધારે સારી રીતે સમજવા
 --------------------------------------------------------------------
ગીતા ૪-૨૪

યજ્ઞ માં
અર્પણ કરવાની -ક્રિયા- ------- બ્રહ્મરૂપ છે -
હૂત દ્રવ્ય (તલ વગેરે)----------બ્રહ્મ છે
આહૂતિ આપનાર --------------બ્રહ્મ છે
આહૂતિ અપાય છે -------------બ્રહ્મરૂપ અગ્નિમાં

અને  આમ

આ બ્રહ્મ કર્મ (યજ્ઞ) માં લીન થયેલા બ્રહ્મવેતા ને
પ્રાપ્ત થનારું ફળ પણ "બ્રહ્મ" જ છે ...........

---------------------------------------------------------------------------

ગીતા ૪-૨૨

--અનાયાસે જે કંઇ મળી જાય તેમાં સંતુષ્ટ રહેનારો
--દ્વંદો (સુખ-દુખ વગેરે)થી દૂર રહેનારો
--ઈર્ષા વગરનો
--સિદ્ધિ -અસીદ્ધિ માં સમભાવ વાળો

પુરૂષ
કર્મો કરીને પણ તેનાથી બંધાતો નથી

-----------------------------------------------------------------

ગીતા ૪-૨૦

જે પુરૂષ
સાંસારિક આશ્રય થી રહિત થઇ --
સદા પરમાનંદ માં તૃપ્ત
ને
કર્મો ન ફળ અને કર્તાપણા ના અભિમાન ને ત્યજીને

(પછી)

કર્મ માં સારી રીતે પ્રવૃત થયેલો
હોવા છતાં
પણ (વસ્તુત)
કશું જ કરતો નથી.

-----------------------------------------------------------------------

ગીતા ૨-૪૮

આશક્તિ ત્યજીને (તથા)
સિદ્ધિ -અસીદ્ધિ માં સમ (સમ બુદ્ધિ )
થઇ
યોગ માં સ્થિત થયેલો
કર્મ કર

આ સમત્વ ભાવ જ (સમતા)
યોગ
કહેવાય છે.

-----------------------------------------------------------------------

હવે કદાચ સમજાય કે -----

ફળ પર આપણો અધિકાર નથી ........................





ગીતા નો અંત-શ્લોક


ગીતા નો અંત-શ્લોક ...

સર્વધર્માન             =સર્વ ધર્મો નો (કર્મ ના આશ્રય નો )
પરિત્યજ્ય             =ત્યાગ કરીને
એકમ                  =(કેવળ ) એક
મામ                   =મારા ("સ્વ"ધર્મ -આત્મા -પરમાત્મા )
શરણમ                =શરણે
વ્રજ                    =આવ (પ્રાપ્ત થા )




અહમ                  =હું
ત્વા                    =તને
સર્વ પાપેભ્ય       =સર્વ પાપો થી
મોક્ષ્ પીશ્યામી    =મુક્ત કરી દઈશ
માં શુચ               =તું શોક કરીશ નહિ

અહી પહેલી લીટી ને "શક્તિ " કહે છે
અને બીજી લીટીને "કિલક "(ખીલી-કુંચી )કહે છે


અહી ભક્તિ યોગ = (સગુણ  ઈશ્વર )=પરમાત્મા શ્રી કૃષ્ણ હાજર છે
         જ્ઞાનયોગ =(નિર્ગુણ ઈશ્વર )=આત્મા (સ્વ ) પણ કહી શકાય
         કર્મ યોગ ="સ્વ"ધર્મ  (અનાશક્ત)


શરણે જવાથી અહમ ની મુક્તિ ?
અહમ ના રહે તો પછી પાપ અને પુણ્ય ક્યાં બાકી રહે ?
પાપ અને પુણ્ય ના રહે તો શોક(મોહ ) ક્યોંથી બાકી રહે ?

અને જયારે અર્જુન આવી રીતે "શરણે " જાય છે -
ત્યારેજ તે મોહ માં થી મુક્ત થાય છે ...

મુક્તતા તો હતી જ ---
મુક્ત થવાનું નહોતું ---
પણ બંધન (મોહ નું )જે જાતે જ ઉભું કર્યું હતું
તેમાં થી  મુક્ત થયો -----

આપણે બધા સર્વદા મુક્ત છીએ
બંધનો આપણા બનાવેલા છે

બંધનો પણ આપણા અને મુક્તિ પણ આપણી ......