Feb 1, 2013

અત્યંત ગુહ્ય શાસ્ત્ર-Atyant Guhya Shastra




સત્ય જ્ઞાન ને સમજાવનારા શાસ્ત્રો અનેક છે .
જેનો જિંદગીભર અઘ્યયન કરવામાં આવે તો પણ ખૂટે નહી .

પ્રશ્ન એ થાય કે એવું કયું શાસ્ત્ર છે કે જેમાં ગુહ્ય છે ?
અને આ ગુહ્ય શાસ્ત્ર માં સહુથી વધુ -અત્યંત ગુહ્ય શાસ્ત્ર કયું હશે?

એવા અત્યંત ગુહ્ય શાસ્ત્ર માં એવું શું ગુહ્ય હશે?

ગીતા અધ્યાય -૧૫ માં કૃષ્ણ કહેછે કે-

આ પ્રમાણે અત્યંત ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું .જેને જાણવાથી મનુષ્ય 
બુદ્ધિમાન અને કૃત કુત્ય થાય છે.......................................................૨૦ 

આવું ચોખ્ખું લખ્યું છે.---અત્યંત ગુહ્ય શાસ્ત્ર -----

અનેક બુદ્ધિજીવીઓ આ વાંચે છે.

માત્ર ૨૦ શ્લોક નો આ અધ્યાય જયારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તેની  પાછળ
કડકડાટ વાંચી જનાર માણસો જોવા મળતા હોય છે.

દરરોજ નિત્ય પાઠ કરનાર પણ જોવા મળે છે.(માત્ર ૨૦ શ્લોકો જ છે ને?)

આ પાઠ કરીને પણ તેને કેટલું સમજ્યા હશે તે બીજો પ્રશ્ન છે.

પણ કોઈને એ પાઠ માં શું છે? તેની ઉત્કંઠા પણ ના થાય તેવા માનવી કરતા તો
આ પાઠ કરનાર બહેતર હશે.
કમસે કમ કોઈક દિવસે તો તેના અર્થ ની તેમને ખબર પડશે જ ........


મને એવું લાગે છે કે જગતની ઉત્પત્તિ વિષે નો સર્ગ સિધ્ધાંત (લીંક) જો
થોડોક પણ સમજાયો હોય તો આ ગુહ્ય શાસ્ત્ર સમજવામાં સરળતા રહે .

તો હવે એ અત્યંત ગુહ્ય શાસ્ત્ર શું હશે?તે વિષે થોડુંક જોઈએ .......

જગત રૂપી પીપળાના વૃક્ષ ના 
મૂળ --ઉપર-- છે.
અને
શાખાઓ ---નીચે --છે. 
તથા 
આ વૃક્ષ નો કદી પણ --નાશ -- થતો નથી.(અવિનાશી)
એમ કહેવામાં આવે છે.
વેદ ના છંદો (જુદી જુદી જાતના યજ્ઞો અને કર્મો)
આ વૃક્ષ ના પાંદડા છે.

જે માનવી આ વૃક્ષ ને (આ રહસ્યને )
તત્વથી (મૂળ સહિત)
જાણે છે તે 
વેદવેતા (જ્ઞાતા) છે........................................................૧  

નોધ -
અહીં સામાન્ય રીતે જયારે વૃક્ષ શબ્દ આપણે વાંચીએ ત્યારે જમોન પરનું
વૃક્ષ આપણી નજર સમક્ષ થઇ જાય છે.
અને આ વૃક્ષ ના મૂળ ઉપર તરફ હોય છે તે કલ્પવાનું આપણે ભૂલી જઈએ
છીએ.અને શ્લોક ને સાચી રીતે સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ.

આ જગત માં ક્ષર (નાશવંત) અને અક્ષર (અવિનાશી)
બેજ પુરૂષ (પદાર્થ) છે.
સર્વ ભૂતોને (પ્રાણી ઓ શરીરને) ક્ષર કહે છે. અને
કુટસ્થ ને  (જીવાત્મા -માયાની ઉપાધી થી યુક્ત જીવ)
અક્ષર કહે છે................................................................૧૬ 

ઉત્તમ પુરૂષ (પુરુષોત્તમ) આ બંનેથી (ક્ષર-અક્ષર) તો 
કોઈ જુદો જ છે.
જે જગત માં પ્રવેશ કરીને (આકાશ ની જેમ)
સર્વે નું ધારણ-પોષણ કરે છે.
જેને 
પરમાત્મા-ઈશ્વર -અવિનાશી કહેવામાં આવે છે...............૧૭ 

અદભૂત આશ્ચર્ય તો એ છે કે કૃષ્ણ -પોતે
ઈશ્વર ની વ્યાખ્યા આપે છે.

ગીતા ના દાખલા આપીને કૃષ્ણ ની નિંદા કરનારા લોકો
કદાચ અર્થ સહિત આ શ્લોકો ને સમજે તો -
કૃષ્ણ કદાચ સમજાય અને તેમના પ્રત્યે પ્રેમ થાય.





ચંચળ મન




ગીતા ૬-૩૫ મુજબ

અશંશયમ        =એમાં શંશય નથી કે
મન :                =(આ )મન
ચલમ              =ચંચળ (અને )
દુર્નીગ્રહમ         =કઠિનતા થી વશ માં થવા વાળું છે


તુ                      =પરંતુ


અભ્યાસેન         =અભ્યાસ વડે
ચ                      =અને
વૈરાગ્યેણ           =વૈરાગ્ય વડે
ગુહ્યતે                =(તે )વશ થાય છે .

જ્ઞાનેશ્વર કહે છે કે

મન
એક ઉત્તમ ગુણ ધરાવે છે કે


જે વસ્તુ નો એને ચટકો લાગે છે તેમાં જ
તે નિરંતર રહેવા આકર્ષાય છે


એટલા માટે


વિનોદ ખાતર પણ મન ને
આત્મસુખ પ્રતિ વાળી દેવું જોઈએ



જ્ઞાન નું વિજ્ઞાન-ગીતા



ઘણી વખત આપણે ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે

--અમે કૃષ્ણ કે બીજા કોઈ ભગવાન માં માનતા નથી.

----કૃષ્ણ વાળી શેના ભગવાન? આટઆટલી રાણીઓ અને માખણચોર
    ભગવાન કેવીરીતે?

----પાપ અને પુણ્ય તેમને ના લાગે અને માનવોને કેમ લાગે?

--દુનિયા માં આટઆટલી અસમાનતા શા માટે ભગવાને કરી હશે?

આવા વ્યવહારિક જ્ઞાન નો જવાબ શું હશે?


======================================================================
મારો(બ્રહ્મનો) અવિનાશી અને અતિ ઉત્તમ ભાવ ના જાણનારા અજ્ઞાની લોકો 
હું અવ્યક્ત હોવા છતાં મને દેહધારી માને છે..............................................૨૪ (ગીતા અધ્યાય-૭)

નોધ-અહીં કૃષ્ણ વાત કરે છે--.એક દેવ તરીકે.---પણ તેમના દેવ રૂપ ની વાત નથી કરતા.---
દેહધારી કૃષ્ણ ની વાત કરતા નથી .અને પાછું કહે છે કે મને  દેહધારી માનવાનો  નથી.

અને મજાની વાત એ છે કે કૃષ્ણ પોતે જ કહે છે.
દેહધારી -હું-દેવ નું રૂપ ધરાવું પણ મારું જે અવ્યક્ત રૂપ છે.જે દેખી શકાય તેવું નથી તે
સાચું બ્રહ્મ નું રૂપ છે.

આ વસ્તુ કદાચ ચુસ્ત અંધ -ભક્તો ને ના ગમે- પણ 
કૃષ્ણ એ દેહધારી રૂપે (દેવ તરીકે) ભગવાન (બ્રહ્મ) નથી .
પણ 

પોતાની યોગમાયા (શક્તિ)વડે છુપેલો  હું, સર્વ ને પ્રત્યક્ષ થતો નથી,
અને એથી અજ્ઞાની લોકો -મને -
જન્મ નહી પામનાર અને અવિનાશી 
એવા મને -જાણતા નથી........................................૨૫ (ગીતા અધ્યાય-૭)

નોધ-પવન કોને સ્પર્શ નથી કરતો?આકાશ ક્યાં હોતું નથી?
એજ પ્રમાણે સમસ્ત જગત બ્રહ્મ થી ભરપુર છે.

========================================================================

કહેવાનો મતલબ એવો છે કે -
બ્રહ્મ જેવું સામર્થ્ય ધરાવનારા અમુક દેહો ભગવાન તરીકે-દેવ તરીકે- પ્રસિદ્ધ થાય છે.
જગતમાં અસંખ્ય જુદી જુદી પ્રકૃતિ માનવો માટે જુદા જુદા દેહરૂપી દેવો છે.

સર્વમાં ભગવાન વસી રહ્યા છે--એ મતે તે ભગવાન જરૂર છે.
અને જો દેવો ભગવાન હોય તો દુનીયા ના સર્વ માનવો ભગવાન છે.
ફરક એટલો છે કે સર્વ માનવો ની છુપાઈ રહેલી સામર્થ્યતા બહાર આવી
શકતી નથી.અને તે ભગવાન -દેવ-બની શકતા નથી.
અને આથી  

બ્રહ્મ ને --કાં તો દેહધારી  માની લે છે અથવા માનતા નથી.

બંને અજ્ઞાન છે.એટલે સાચું જ્ઞાન નીચે બતાવ્યું છે.


ઉદાહરણ તરીકે (માળા ના) દોરા માં મણિકા(સમૂહ) ની જેમ આ સર્વ 
જગત મારામાં પરોવાયેલું છે......................................................૭ (ગીતા અધ્યાય-૭)

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-આ દૃશ્ય જગત મૃગજળ જેવું છે.મૃગજળ નું મૂળ ખોળવા જઈએ તો 
         તે કેવળ સુર્યના કિરણો નથી,--પણ સૂર્ય પોતે જ છે. 
             જે પ્રમાણે દોરા ના આધારે મણકા રહેલા છે.તેમ જગત મારા આધારે છે.


..................................................................................................

કૃષ્ણ કહે છે ---(ગીતા અધ્યાય-૭)

જે(જ્ઞાન)ને જાણ્યા પછી આ લોકમાં જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી તે 
સંપૂર્ણ જ્ઞાન હું વિજ્ઞાન સહિત કહું છું ..................................................................૨ 

નોધ -જ્ઞાનેશ્વર બ્રહ્મજ્ઞાન સિવાયના સર્વ જ્ઞાનને પ્રપંચજ્ઞાન -વિજ્ઞાન કહે છે.
      એટલે એવું સમજાય છે કે -સાચું જ્ઞાન છે તેના સામેનું (વિરુદ્ધનું)  વ્યવહાર જ્ઞાન 
          --એ વિજ્ઞાન --છે.----જે સાચું એટલે નથી કે તે બદલાતું રહે છે..
      સત્ય જ્ઞાન ના સાક્ષાત્કાર વખતે જેમ નાવ નું લંગર નાખ્યું હોય તો તે હાલતી નથી તેમ
      બુદ્ધિ ,વિચારો અને તર્ક ની સમાપ્તિ થઇ જાય છે.

પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ,અને અહંકાર આ આઠ ભેદ વાળી
મારી (બ્રહ્મની)- પ્રકૃતિ - જડ-અપરા  છે............................................................૪

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-જે પ્રમાણે શરીર નો પડછાયો હોય છે---તેમ 
      બ્રહ્મ એ જગતનું --કારણ - છે. અને તેનો પડછાયો જે છે તે
      મહ્દ તત્વો -------કાર્ય ---રૂપે --માયા --રૂપે --છે .
      જેને પ્રકૃતિ પણ કહે છે.અને આ પ્રકૃતિ જડ-અપરા છે.
     

મારી (બ્રહ્મની) બીજી (જુદી) -પ્રકૃતિ- કે જે- ચેતન- છે -જેને -પરા - કે 
જીવભુતા પ્રકૃતિ કહે છે.
જેના વડે આ જગત ધારણ કરવામાં આવ્યું છે......................................................૫ 

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-અપરા પ્રકૃતિ નું એકીકરણ તે પરા પ્રકૃતિ.
      જે બ્રહ્મ માં જીવભાવ ઉત્પન્ન કરે છે.તેથી તેને જીવભુતા કહે છે.

      પરા પ્રકૃતિ અચેતન ને ચેતન-જીવન- આપે છે.
      અને જેના સાનિધ્ય થી બુદ્ધિ માં જ્ઞાન ઉત્પન્ન થાય છે.

      પરા પ્રકૃતિ અહંકાર ભાવ -(સત્વ-રજસ-તમસ) ના કૌશલ્ય થી જગત ધારણ કરે છે. 

સર્વ ભૂતો આ બે પ્રકારની (પરા -અપરા) પ્રકૃતિ થી ઉત્પન્ન થયા છે.
સમગ્ર જગતની ઉત્પત્તિ અને સંહાર નું કારણ હું (બ્રહ્મ ) છું......................................૬ 

નોધ -જ્ઞાનેશ્વર કહે છે કે-જયારે પરા પ્રકૃતિ સ્વેચ્છાએ અપરા પ્રકૃતિ જોડે સંયુક્ત થાય છે 
        ત્યારે સૃષ્ટિ માં પ્રાણી ઓ ની ઉત્પત્તિ થાય છે.
        માયા નું અવતરણ થાય છે.આજ માયા પ્રવૃત્તિ પણ કરાવે છે. કર્મો નો હિસાબ રાખે છે.
         અને હિસાબ પુરો થતા તેનો -પ્રાણી ઓ નો સંહાર નું કારણ પણ બને છે.





નોધ-જ્ઞાનેશ્વર કહે છે કે-
અભિમાન અને શરીર બે ના પ્રિતી થી ઈચ્છા નામની પુત્રી પેદા થાય છે.
જે કામ રૂપી જુવાની માં આવી દ્વેષ જોડે લગ્ન કરે છે.જેમનો સુખ-દુઃખ નામનો પુત્ર થાય છે.
આશા રૂપી દૂધ પીને ઉછરેલા સુખ-દુઃખ ને ધીરજ હોતી નથી.અને
અસંતોષ રૂપી દારૂ પીને ઉન્મત થયેલો તે વિષય સેવન થી કંટાળતો નથી.
ભક્તિ રૂપી વાટ પર વિકલ્પો ના કાંટા પાથરી પછી કુમાંર્ગો ના આડા માર્ગ કાઢે છે.

આમ ભ્રમિત થઇ સંસારના અરણ્ય માં અથડાતો ફરે છે.અને
પછી મહાન દુખો ના સપાટા માં સપડાય તેમાં શું નવાઈ?

આમ સુખ દુઃખ તે પોતાની આગવી પેદાશ છે.
આમાં ભગવાન ક્યાં આવ્યા?


આત્માનંદ





ગીતા --૩-૧૭

ય: માનવ:          =જે માનવ
આત્મરતિ એવ   =આત્મા માં જ પ્રિતી વાળો
ચ                       =અને
આત્મતૃપ્ત          =આત્મા માં જ તૃપ્ત થયેલો
ચ                       =અને
આત્મની  એવ    =આત્મા માં જ
સંતુષ્ટ                =સંતોષ પામેલો
સ્યાત                 =હોય છે
તસ્ય                  =તેને
કાર્યમ                =(કઈ પણ )કરવા પણું(કર્તવ્ય)
ન વિદ્યતે            =રહેતું નથી


માણસ નો
આનંદ
આત્મા ની અંદર રહેલો છે .

જે માણસ
આ આત્માનંદ થી
તૃપ્ત થઇ
અને
આત્માનંદ થી
સંતોષ
માને છે તેને

કઈ પણ
કર્તવ્ય
કરવા પણું રહેતું નથી .





આત્મા ની શ્રેષ્ઠતા




ગીતા ૩-૪૨ મુજબ

ઇન્દ્રિયાણી         =ઇન્દ્રિયો
પરાણી            =પર છે (વિષયો થી )
ઇન્દ્રિયેભ્ય         =ઇન્દ્રિયોથી
પરમ             =પર
મન              =મન છે
મનશ            =મન કરતાં
પર              =પર
બુદ્ધિ             =બુદ્ધિ છે
તુ               =અને
ય               =જે
બુદ્ધે             =બુદ્ધિ થી (પણ )
પરત            =અત્યંત પર (શ્રેષ્ઠ ) છે
સ :                  =તે (આત્મા ) છે


આમ

વિષયો ઉપર ઇન્દ્રિયો (નો કાબુ છે )

ઇન્દ્રિયો ઉપર મન    (નો કાબુ છે )

મન     ઉપર બુદ્ધિ   (નો કાબુ છે )

અને

બુદ્ધિ થી પેલે પાર (શ્રેષ્ઠ-કાબુ ધરાવનાર )

તે

આત્મા -પરમાત્મા

છે .





આત્મા શું છે ?


આ આત્મા શું છે ?

"આત્મા"
શબ્દ સમજવો સહેલો પણ છે પણ તેનો
"અનુભવ "
થવો કદાચ મુશ્કેલ હશે ?.

ગીતા ના શ્લોક ૨-૨૯ મુજબ


(કોઈ)    આ આત્મા ને  આશ્ચર્યની જેમ  જુએ છે  (આંખ થી )
(બીજો કોઈ )આ આત્મા ને આશ્ચર્યની જેમ  કહે છે (જીભથી )
(ત્રીજો કોઈ )આ આત્મા ને આશ્ચર્યની જેમ સાંભળે છે(કાનથી )
(કોઈ કોઈ )આ આત્માને
જોઈને --કહીને --કે સાંભળીને પણ સમજતો નથી

શ્લોક-૨ -૨૫




આ આત્મા
અવ્યક્ત (ઇન્દ્રિયોથી જાણવો અશક્ય )
અચિંત્ય (મન થી ચિંતતવો અશક્ય ) અને
અવિકારી (વિકાર વગરનો )
કહેવાય છે

મુન્ડકોપનિષદ ૩ -૨ -૩  મુજબ

આ આત્મા વેદોનું અઘ્યયન કરવાથી પ્રાપ્ત થતો નથી ,
બુદ્ધિ,ચાતુરી કે શાસ્ત્ર ના બહુ શ્રવન કરવાથી પણ પ્રાપ્ત થતો નથી,
પરંતું આ આત્મા
જેના પર કૃપા કરે છે તેને જ તેની પ્રાપ્તિ થાય છે .
અથવા
જે આત્મા ને જ પ્રાપ્ત કરવા માગે છે -તેને -
તે -આત્મા -મળે છે .

જ્ઞાનેશ્વરી ગીતા -માં જ્ઞાનેશ્વરજી બહુ સરળતાથી સમજાવે છે-૨-૨૫

આ આત્મા
-- "બુદ્ધિથી" તર્કશાસ્ત્ર ની દ્રસ્ટીથી દેખાય એવો નથી
--"મન "તેના મેળાપ માટે સદાય તલસતું હોય છે પરંતુ
આ આત્મા
--મન અને બુદ્ધિ ને સદા દુર્લભ
--સાધન થી સદા અસાધ્ય


"અનંત" અને "શ્રેષ્ઠ" છે.