Oct 1, 2013

Sat-Sloki-Gujarati-06

શત-શ્લોકી-06-(આદિ) શંકરાચાર્ય રચિત

આમ આ જગત ની પહેલાં “ભાવ-રૂપ” અજ્ઞાન જ હતું. અને
જેમ-દૂધ ની અંદર પાણી હોય છે છતાં –તે પાણી દેખાતું નથી,
તેમ-એ અજ્ઞાન (માયા) માં આ જગત હતું.પણ તે (અજ્ઞાન થી-માયાથી) ઢંકાઈ ને દેખાતું નહોતું.
પણ અનાદિ કાળ થી –નિરંતર અનુસરતાં જગતનાં “બીજ-રૂપ” મનો એ-કરાવેલાં “કર્મો” થી
પરમાત્મા ને જગત રચવાની “ઈચ્છા” ઉપજી.
તેના કારણે,અજ્ઞાન (માયા) માંથી જ “નામ ને રૂપ” વાળું આ જગત પેદા થયું છે.(૨૫)

આ માયા (અજ્ઞાન) ની ચાર ખાસિયતો છે.
પહેલાં, તો આ માયા નિત્ય નવી સ્ત્રી હોય એમ લાગ્યા કરે છે.(માયા કદી જૂની થતી નથી)
બીજું, આ માયા બહુ ચતુર છે,કારણ કે-એ ના થઇ શકે તેવાં કામ પણ કરી બતાવે છે.
ત્રીજું,એ શરૂઆત માં ઘી જેવી આકર્ષક લાગે છે. અને
ચોથું,આ માયા વેદોએ સમજાવેલ આત્મ-જ્ઞાન ને પોતાની “આવરણ-શક્તિ” ઢાંકી દે છે.(ભુલાવી દે છે)

આ માયામાં “જીવ=આત્મા અને ઈશ્વર=પરમાત્મા”- એ બે મહાપુરુષો પક્ષીઓ ની જેમ રહે છે,
અને બધું જોયા કરે છે (દ્રષ્ટા ની જેમ) (૨૬)

એ બે પક્ષીઓમાંથી એક (ઈશ્વર-પરમાત્મા) તો કોઈનો સંગ કરતુ નથી,અને
બીજું જીવ અજ્ઞાન રૂપી (માયા-રૂપી) સમુદ્રમાં ડૂબેલું છે,અને પોતાનું સ્વ-રૂપ (આત્મા ને) ભૂલી જઈ,
જગત ના વિવિધ આકાર રૂપ આભાસ જોયા કરે છે.
પણ જયારે એ જીવ પોતાની બુદ્ધિથી પોતાનું સ્વ-રૂપ (આત્મા) બરાબર જુએ છે (દ્રષ્ટા),
ત્યારે માયા તેને છોડી દે છે,અને એ પોતે પણ માયા ને ત્યજી દે છે.
આ રીતે આત્મા અને પરમાત્મા એક જ છે છતાં વિદ્વાનો (પંડિતો) અજ્ઞાનીઓ ને સમજાવવા –
એ “એક” (પરમાત્મા) ને પોતાની વાણી થી જુદા જુદા કલ્પે છે.(૨૭)
                                                                             
આત્મા, જન્મ વખતે કોઈ ઠેકાણે થી  આવતો નથી,અને મરણ પછી ક્યાંય જતો નથી. કારણ કે-
આત્મા તો આકાશ ની પેઠે સર્વ-વ્યાપક અને અખંડ તત્વ છે.
પરંતુ સૂક્ષ્મ-શરીર માં રહેલું મન જ જન્મ વખતે સ્થૂળ-શરીર માં આવે છે,
અને મરણ પછી બીજે ક્યાંય જાય છે.
સ્થૂળ-શરીર જાડું-પાતળું થાય,તેથી મન જાડું-પાતળું થતું નથી, માત્ર મરણ વખતે એ મન,
પોતાના સંસ્કારો સાથે,ઇન્દ્રિયો અને પ્રાણ ને લઇ ચાલ્યું જાય છે.અને
ફરી જન્મ વખતે તેની સાથે જ બીજા સ્થૂળ-શરીર માં આવે છે. (૨૮)

PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-05

શત-શ્લોકી-05-(આદિ) શંકરાચાર્ય રચિત


જે મનુષ્ય પોતાને ઘેર આવેલા ગરીબ યાચકો ને અન્ન આપે છે,તે જ આ જગતમાં દાતા કહેવાય છે.
તેને યજ્ઞ કરવા ભરપૂર અન્ન મળે છે અને તેનો કોઈ દુશ્મન હોતો નથી.પણ,
જે મનુષ્ય પોતાની સેવા કરતા આશ્રિત કે નોકર-ચાકર ને અન્ન આપતો નથી,કે
અન્ન ની ઈચ્છાવાળા પોતાના મિત્ર ને પણ અન્ન આપતો નથી તે તેનો મિત્ર નથી.
એ લોભી ની પાસેથી અન્ન તેના વિરોધીઓની પેઠે ચાલ્યું જવા ઈચ્છે છે. (ચાલ્યું જાય છે)(૨૧)

આત્મ-સ્વ-રૂપ ના અજ્ઞાનથી જ આ જગત છે,આત્મ-સ્વ-રૂપ નું જ્ઞાન થાય પછી જગત છે જ નહિ.
આ નિયમ બ્રહ્મા થી માંડી દરેક જીવ માટે છે,આમ વેદો કહે છે.
જેમ છીપ માં ભ્રમ થવાથી (અજ્ઞાનથી) તે ચાંદી લાગે છે,પણ એ છીપ નું જ્ઞાન થાય અને ભ્રમ ટળે,
ત્યારે ચાંદી છીપ માં જ સમાઈ જાય છે,અને દેખાતી નથી.(કારણકે છીપ માં ચાંદી હોતી જ નથી)
એ રીતે જ અજ્ઞાન અવસ્થામાં બ્રહ્મ જગતમાં સમાઈ જાય છે અને
જ્ઞાન અવસ્થામાં જગત બ્રહ્મ માં સમાઈ જાય છે.  (૨૨)

આ જગત જે હાલ દેખાય છે -તે –પહેલાં આકાશ ના ફુલ ની જેમ તુચ્છ હોવાથી,(આકાશ માં ફુલ હોઈ શકે નહિ) જગત જેવી કોઈ અસત્ વસ્તુ હતી જ નહિ,
આ જ રીતે જગત પહેલાં બ્રહ્મ (સત્) સિવાય કોઈ અસત્ પદાર્થ (વસ્તુ) પણ હતો જ નહિ.પણ,
સત્ અને અસત્ –એ બંને થી જુદી વસ્તુ (માયા) જ વ્યવહાર નું કારણ હતી.
એટલે કે-આમ-એ વખતે (પહેલાં) આ જગત (લોક) પણ નહોતું,કે વિરાટ આકાશ પણ નહોતું,
પણ જેમ કોઈ જાદુગર ના જાદુ થી જમીન ઉપર પાણી ના હોવાં છતાં પાણી દેખાય છે,(કે જે ખરી રીતે છે જ નહિ-મિથ્યા- છે) તેમ આ (મિથ્યા) જગત શું શુદ્ધ આત્મ-સ્વ-રૂપ ને ઢાંકી શકે?(નહિ જ)  (૨૩)

જેમ સૂર્ય માં રાત્રિ કે દિવસ છે જ નહિ,તે રાત્રિ-દિવસ (પૃથ્વી ની ઉપાધિ ને લીધે) આપણો દૃષ્ટિ-દોષ જ છે.
એમ આત્મા એ બ્રહ્મ-રૂપ અને એક જ હોવાથી,તેને સંસાર-રૂપ બંધન થયું જ નથી.તો મોક્ષ ક્યાંથી હોઈ શકે?
આ જગતની પહેલાં --પ્રાણ વગેરે થી રહિત (સિવાયનું) માત્ર બ્રહ્મ જ હતું.

પછી માયા ના કારણે તે બ્રહ્મ, ઈશ્વર-રૂપ (કર્તા) બન્યું.અને
એ જ બ્રહ્મ (પરમાત્મા) જયારે માયા થી ઢંકાઈ ગયું ત્યારે
તે જીવ-રૂપે (આત્મા=પરમાત્મા અને મનુષ્ય શરીર=માયા) થયું.(૨૪) 

PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-04

શત-શ્લોકી-04-(આદિ) શંકરાચાર્ય રચિત

 જેમ સાપ પોતાની કાંચળી માં થી બહાર નીકળી જાય છે,
તેમ જે પુરુષે (વૈરાગ્ય રૂપ) પોતાની શક્તિથી ઘર ત્યજી દીધું હોય છે,તે પુરુષ,
જેમ કોઈ મુસાફર રસ્તામાં આવતા ઝાડ ની છાયા નો થોડો આશરો લે,
તેમ કોઈ જગ્યાએ સ્થાયી થયા વગર,વિશ્રામ પુરતો જ સ્થાન નો આશરો લે, વળી,
ઝાડ પરથી પોતાની મેળે ખરી પડેલાં ફળ અથવા ભિક્ષાનું અન્ન-ભૂખ મટાડવા પૂરતું જ લે,અને પછી પોતાના “આત્મ-સ્વ-રૂપ “ માં સુખેથી પ્રવેશ કરવા માટે પોતાના દેહની મમતા છોડી દે.(૧૭)

સૌથી પહેલાં માણસ ના મન માં જુદાજુદા પદાર્થો માટે (તે મેળવવાની) કામ-તૃષ્ણા ઉપજે છે,પછી તે પદાર્થો મેળવવાનો પ્રયત્ન કરે છે અને તે મેળવી ને પોતાની ઇન્દ્રિયો થી તે ભોગવે છે.
(પોતાની પાસે જે નથી તે મેળવવાની ઈચ્છા તે કામ)
અને પછી એવા ઘણા પદાર્થો ભેગા કરવાનો “લોભ” ઉત્પન્ન થાય છે.અને પદાર્થો ભેગા કરે છે.
(પોતાની પાસે જે છે તે ગુમાવવું નથી તેવી ઈચ્છા તે લોભ)
પણ જયારે મન ના વિચારેલા પદાર્થો ના મળે કે મેળવી ને ભેગા કરેલા પદાર્થો જો લુંટાઈ જાય તો
“ક્રોધ” આવે છે.
આમ આ ત્રણ-કામ,લોભ અને ક્રોધ-એ જ સર્વ ના પતન નું કારણ છે,માટે
બુદ્ધિમાન મનુષ્યે માત્ર આત્મા નો વિચાર કરી એ ત્રણે ને ત્યજવા જોઈએ. (૧૮)

કોઈ પણ જાતના બદલા વિના,બ્રહ્માર્પણ બુદ્ધિ થી જે અપાય તે દાન,
ક્રોધ ના કરવો તે ક્ષમા ,શાસ્ત્ર અને ઈશ્વર પર વિશ્વાસ રાખવો એ શ્રદ્ધા,
સત્ય સ્વરૂપ બ્રહ્મ એ જ સત્ય,આ ચાર મુક્તિ નાં સાધન છે.

આ ચાર થી ઉલટાં-લોભ,ક્રોધ,અશ્રદ્ધા,અને અસત્ય-એ ચારનું નામ “સેતુ” છે,જે જીવના બંધન નું કારણ છે.
માટે દાન,ક્ષમા,શ્રદ્ધા અને સત્ય વડે આ “સેતુ” ઓળંગી ને જ મનુષ્ય
કલ્યાણરૂપ અમૃત મેળવી શકે છે. અને સ્વર્ગ કે પ્રકાશરૂપ(જ્યોતિ રૂપ) બ્રહ્મ ને પામી શકે છે.(૧૯)

જે અન્ન દેવો અને અતિથીઓ ને અર્પણ કરાય છે તે,અમૃતરૂપ છે. (બાકીનું અન્ન નિષ્ફળ છે.)
જે અન્ન મનુષ્ય માત્ર પોતાને માટે જ રાંધે છે-એ તો તેના મૃત્યુરૂપ છે,એમ શાસ્ત્ર માં કહ્યું છે.
જે મનુષ્ય બીજા કોઈને આપ્યા વિના પોતે એકલો જ જમે છે તે પ્રાણીઓમાં કેવળ પાપી છે.
અને જે વિધિ પ્રમાણે (પ્રાણાગ્નિ હોત્ર) કર્યા વિના જ જમે છે,તે પણ મરેલો જ છે.અને
જન્મ-મરણ પામ્યા જ કરે છે.(૨૦)

PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-03

શત-શ્લોકી-03-(આદિ) શંકરાચાર્ય રચિત

જે મનુષ્ય આત્મા ઉપર જ પ્રેમ રાખનારો છે તે-
જયારે ચાલતો હોય,ત્યારે માને છે કે -હું “આત્મા-રૂપી સમુદ્ર નો એક તરંગ છું”,
જયારે બેઠો હોય છે ત્યારે સમજે છે કે-હું “જ્ઞાન-રૂપી દોરામાં પરોવાયેલ એક મણકો છું”
જયારે ઇન્દ્રિયો ના વિષય નો અનુભવ કરતો હોય ત્યારે માને છે કે-હું “આત્મા ની દૃષ્ટિ થી જોવાઉ છું”
અને જયારે સુએ છે ત્યારે માને છે કે-હું “આનંદ ના સમુદ્રમાં મગ્ન છું”
આવી રીતે જીવન વિતાવતો મનુષ્ય એ મુમુક્ષુ (સંસાર થી છુટવાની ઈચ્છા રાખનાર) છે (૧૨)

જેને શાસ્ત્રજ્ઞાન અને આત્મા નો અનુભવ પૂર્ણપણે થયો છે,તે પુરુષ ચોક્કસ રીતે સમજે છે કે-
“નામ અને રૂપ વાળું આ જગત –એ પરમાત્મા નો એક અંશ જ છે,અને એની અંદર રહેલા
ચેતન આત્મા ને લીધે જ તે હાલે ચાલે (સજીવ) છે  વળી-
તે એમ પણ જાણે છે કે-સૂર્યની જેમ આ આત્મા કંઇ કરતો નથી કે ભોગવતો નથી.
અને આવી રીતે સર્વ ઠેકાણે પરમાત્મા રહેલા છે એમ સમજી ને ધ્યાનપૂર્વક વ્યવહાર ચલાવે છે.(૧૩)

વૈરાગ્ય બે જાતના છે. (૧) નૈર્વૈદ્ય અને (૨) જ્ઞાનગર્ભ
પહેલો, નૈર્વૈદ્ય-વૈરાગ્ય ઘણું કરી (મોટે ભાગે) ઘર,સ્ત્રી,ધન,મિત્ર વગેરે ની તૃષ્ણા થી (આસક્તિથી)
ઉપજતાં દુઃખો ને કારણે થાય છે. જયારે
બીજો, જ્ઞાનગર્ભ-વૈરાગ્ય, જ્ઞાન નો ઉપદેશ લાગવાથી,જેમ ઓકી નાખેલાં આં પર અણગમો ઉપજે છે,
તેમ દુનિયા ની દરેક ચીજ પરથી જેનું મન ઉઠી જાય છે –તે છે.

આ જ રીતે જેનું મન વશ હોય-તેવા પુરુષો નો સંન્યાસ પણ બે પ્રકારનો છે.
પહેલાં તેઓ ઘરબાર નો ત્યાગ કરે છે અને પછી દેહ ના “હું ભાવ” નો ત્યાગ (સંન્યાસ) કરે છે  (૧૪)

આ જગતના બધા જીવો સુખ માટે જ પ્રયત્ન કરે છે દુઃખ માટે નહિ,પણ દુઃખ સામે ચડીને આવી ઉભું રહે છે.
દુઃખ ના સ્થાન બે છે –(૧) અહંતા (હું એટલે દેહ જ છું-એમ સમજવું તે) (૨) મમતા (આસક્તિ)
દેહ (શરીર) પર “અહંતા” થવી અને તેં કારણે શરીર સાથે સંબંધ ધરાવતાં સ્ત્રી-પુત્રો વગેરે તરફ “મમતા’
(આસક્તિ) થવી –તે બંને દુઃખ ના સ્થાન છે.
આમ સમજવા છતાં મનુષ્યો “મોહ” ને કારણે “શરીર એટલે જ આત્મા છે” એમ માને છે.
અને તેથી શરીર નાં લાડ લડાવી- રોગ-વગેરે નાં દુઃખો ભોગવે છે. અને જયારે
સ્ત્રી-પુત્રો નો નાશ થાય ત્યારે તેમની મમતા ને કારણે મોટું દુઃખ અનુભવે છે (ભોગવે છે)
પણ શત્રુ મરી જાય ત્યારે દુઃખ થતું નથી કારણકે તેના પર મમતા હોતી નથી.(૧૫)

જેમ વટેમાર્ગુ (પ્રવાસી) જયારે કોઈ ઘરમાં રાત્રે વિસામો કરવા રહ્યો હોય ત્યારે તે ઘર પ્રત્યે પોતાના ઘરનાં જેવી તેને મમતા હોતી નથી
તેમ જો મનુષ્ય (પોતાના માની લીધેલ) દેહ તરફ જો મમતા ના રાખે તો,તેને દેહનાં સુખ દુઃખ ની અસર થતી નથી.
“આકાશમાંના વાદળો ની જેમ આ દેહ ને બીજા પદાર્થો જે આવવાનાં હોય છે આવે જ છે ને
જે જવાનાં હોય તે જાય જ છે” આમ દરેક “વિષય”  ના સંબંધ માં જે મનુષ્યે જાણ્યું છે,તે
તે વિષયો ના માટે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર શાંતિ થી બેસે છે.(દોડ-ભાગ કરતો નથી) (૧૬)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-02

શત-શ્લોકી-02-(આદિ) શંકરાચાર્ય રચિત

જેમ કોઈ ચતુર બુદ્ધિવાળો કીડો પોતાની ચારે બાજુ કાંટાની કોટડી બનાવી,જીવતાં સુધી એની
સાથે જ રહી,વ્યવહાર કરવા માટે બધી ચેષ્ટા ઓ કરે છે,
તેમ જીવ પણ અનેક આચરણો (કર્મો) થી એકઠાં  થયેલાં પ્રારબ્ધ કર્મો વડે,સ્થૂળ દેહ બનાવી એમાં જ રહે છે અને હંમેશાં એ દેહ સાથે જ પૃથ્વી પર (જન્મ લેવા) માટે આવે છે. (૬)

જેમ પોતાનું પેટ ભરવા વાઘનો વેશ ધારણ કરતો માણસ ભોળા  લોકો ને ડરાવે છે,પણ,
તે માણસ પોતે “હું વાઘ છું” એમ માનતો નથી,પણ તે વાઘ ના વેશ નો સાક્ષી જ હોય છે,કે
જેમ કોઈ નાટકિયો પુરુષ સ્ત્રી નો વેશ ધારણ કરે છે પણ તે પુરુષ “હું સ્ત્રી છું” એમ માનતો નથી,
સ્ત્રીના વેશ થી તે જુદો જ છે,અને સ્ત્રીના વેશ નો સાક્ષી માત્ર છે,
તેમ શરીર માં રહેલા આત્માનો અનુભવ થતાં તે (આત્મા) શરીર થી જુદો જ છે,
અને તે આત્મા સાક્ષી-માત્ર છે તે સમજાય છે.  (૭)

જેમ પોતાનું બાળક લાંબા વખતથી રોતું હોય તો એણે છાનું રાખવા,તેની માતા તેને
દ્રાક્ષ,ખજુર,કેરી,કેળાં વગેરે આપી તેને શાંત કરે છે,
તેમ અનેકવાર જન્મ-મરણ થવાથી ઉપજેલા અજ્ઞાનના ના સંસ્કાર થી અતિ મૂઢ થયેલા,અને
વશ માં ના રહેતા ચિત્ત ને સમજાવવા અનેક ઉપાયો નું ઉપનિષદો એ સાચી રીતે જ્ઞાન આપ્યું છે.(૮)

જેના (જે આત્મા ના) ઉપરની પ્રીતિ ને લીધે જ (જે આત્મા ના આનંદ ને લીધે જ) માણસને પોતાનો
દેહ,સ્ત્રી,પુત્ર, વગેરે વસ્તુઓ પ્રિય લાગે છે, આત્મા સિવાય ની વસ્તુઓ (જેમ કે મૃતદેહ) એ શોક નું જ
સ્થાન છે,આથી આ વસ્તુઓ એ આત્મા થી વધારે પ્રિય હોઈ શકે જ નહિ,
જે માણસ પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય તે આત્મા ના આનંદ ને માટે  (આનંદમય જીવન માટે)
પોતાની સ્ત્રી,બાળકો કે પોતાના શરીર ને પણ આપી દે છે.
માટે સમજુ માણસે,સર્વ થી વધારે પ્રિય આત્મા ની જ ઉપાસના કરવી જોઈએ,બીજા ની નહિ.(૯)

આ જગતમાં કોઈ વિષય થી (ઇન્દ્રિય ના વિષયથી) જયારે સુખ મળે છે ત્યારે તે વિષય માં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને જયારે કોઈ વિષય થી દુઃખ થાય છે ત્યારે તે વિષય પર અપ્રીતિ થાય છે.
કોઈ વિષય હંમેશ માટે પ્રિય હોતો નથી કે હંમેશ માટે અપ્રિય હોતો નથી.
ક્યારે પ્રિય અપ્રિય થાય છે અને અપ્રિય પ્રિય થાય છે-તે સમજાતું નથી.
ત્યારે આ જગતમાં હંમેશ માટે સૌથી વધારે પ્રિય હોય એવી એક માત્ર- આત્મા- નામની વસ્તુ છે. (૧૦)
આ જગતમાં શ્રેય (કલ્યાણ કારક) અને પ્રેય (મનગમતી વસ્તુ) –આ બંને ના બે પ્રકારો છે.
(૧) કામ્ય શ્રેય અને કામ્ય પ્રેય. (૨) આત્યંતિક શ્રેય અને આત્યંતિક પ્રેય

(૧) કામ્ય-શ્રેય (સ્વર્ગ ના સુખભોગ) અને કામ્ય-પ્રેય (સ્ત્રી-પુત્ર વગેરે)-વ બંને દુઃખ નાં જ કારણ છે અને
થોડા સમય માં જ નીરસ જણાય છે. છતાં અજ્ઞાનીઓ તેને જ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.પરંતુ
(૨) આત્યંતિક શ્રેય (હંમેશ માટે કલ્યાણકારક) તથા આત્યંતિક પ્રેય (હંમેશા ગમે તેવી વસ્તુ) તો
માત્ર બ્રહ્મ જ છે.અને સૌથી શ્રેષ્ઠ નિત્ય સુખ નું સ્થાન છે.
તેથી તત્વ વેતા જ્ઞાનીઓ તેને જ (બ્રહ્મને જ) ચાહે છે.
આ વાત કઠોપનિષદ ની છઠ્ઠી વલ્લી માં કહેલી છે.     (૧૧)



PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE 


Sat-Sloki-Gujarati-1


SAT SLOKI-01-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
શત-શ્લોકી-01-(આદિ) શંકરાચાર્ય રચિત
સ્વર્ગ,પાતાળ અને પૃથ્વી-એ ત્રણે લોકમાં,જ્ઞાન દેનાર સદગુરૂ ને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી.
સદગુરૂ ને જો પારસમણિ જેવા માનીએ તો તે બરાબર નથી
કારણકે પારસમણિ તો માત્ર લોઢા ને સોનું બનાવે છે,પોતાના જેવો પારસમણિ બનાવતો નથી.
જયારે સદગુરૂ તો તેમનો આશરો લેનાર શિષ્ય ને પોતાના જેવો જ બનાવે છે.
આથી સદગુરૂ ને કોઈ ઉપમા નથી.એમના જેવા આ જગતમાં કોઈ હોઈ શકે નહિ. (૧)
જેમ ચંદનના ઝાડ ની ફેલાયેલી સુગંધથી આજુબાજુ ના બીજા ઝાડ પણ સુગંધિત થાય છે,
તેમ,જેઓને સદગુરૂ પાસેથી જ્ઞાન મળ્યું છે,તેવા દયાળુ પુરુષો પણ પોતાના ઉપદેશથી,
પોતાની સમીપ રહેલાઓનાં ત્રણેય પ્રકારનાં દુઃખને અને પાપ ને દૂર કરે છે  (૨)
આત્મા અને અનાત્મા (દેહ-જગત વગેરે જડ પદાર્થો) ના ભેદ નું જ્ઞાન (વિવેક) કેવી રીતે સમજાય?

--પ્રથમ તો સત્ય શું? (આત્મા) અને મિથ્યા શું ? (જગત-દેહ વગેરે જડ પદાર્થો)
 એને  તપાસવાથી (ખોળવાથી) –સમજવાથી –આત્મા-અનાત્મા ના ભેદ નું જ્ઞાન (વિવેક) થાય છે.

--આ સમજ્યા પછી જ  “બ્રહ્મ” નું “જ્ઞાન” –બે-પ્રકારે થાય છે.એમ શાસ્ત્ર માં કહ્યું છે.
(૧) પોતાના જાત અનુભવ થી-દેહના સંબંધથી “હું બ્રહ્મ છું” તેવો બ્રહ્મ નો અનુભવ થાય છે.
(૨) યુક્તિથી વિચારવાથી –“આ (જગતનું) બધું બ્રહ્મ જ છે”  એમ વ્યાપક બ્રહ્મ સમજાય છે (૩)
--જાગ્રત અવસ્થા માં દેહ નું હલન-ચલન આત્મા થી (ચૈતન્યથી) થાય છે,અને
આવી ગયેલ સ્વપ્ન ના પદાર્થો પણ બરાબર સમજાય છે, તેથી આત્મા “જ્ઞાન-સ્વ-રૂપ” છે.
--સુષુપ્તિ માં (ઊંઘ ની અવસ્થામાં) કેવળ સુખ નો જ અનુભવ થાય છે.તેથી આત્મા “આનંદ સ્વરૂપ” છે.

આમ અનુભવ થી જણાયેલો અને
દેહ ની જાગ્રત અને સુષુપ્તિ અવસ્થામાં માં દેહ ને ચૈતન્ય આપનાર અને
દેહ પર કાબુ ધરાવનાર એ “આત્મા” જ છે.
આમ છતાં મૂર્ખ મનુષ્ય અનિત્ય દેહને જ આત્મા સમજે છે.(દેહ અને આત્મા જુદા છે તેવું સમજતો નથી)
પોતાનો અને બીજા બધાઓનો દેહ ચામડી,હાડકાં,માંસ,લોહી,મળ મૂત્ર,કફ –વગેરે થી બનેલો છે તેવું
જાણવા છતાં,મનુષ્યો એમ માને છે કે-

હું (મારો દેહ),સ્ત્રી,પુત્ર,નોકર ચાકર,ઘોડા,બળદ-વગેરે (દેહો)-એ  મારા સુખ ના સાધનો છે.
અને આ બધાં નો વિચાર કરતાં જ માણસો પોતાનું અમૂલ્ય જીવન વિતાવી દે છે.

પણ-
જેને લીધે (આત્મા-ચૈતન્ય ને લીધે) પોતે જીવે છે,કામકાજ કરી શકે છે,પોતે ભાગ્યશાળી બન્યા છે,
તે પોતાની અંદર રહેલા પ્રાણોના ના સ્વામી,અમૃતરૂપ-“આત્મા” નો વિચાર કરતા જ નથી. (૪-૫)



__________________INDEX PAGE_________________NEXT PAGE