Jul 11, 2019

ભાગવત રહસ્ય-૩

મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે - તે સર્વમાં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે.

Jul 10, 2019

ભાગવત રહસ્ય-૨


પ્રભુ-દર્શનના ત્રણ પ્રકારો શાસ્ત્રમાં દર્શાવ્યા છે.
૧.સ્વપ્ન માં પ્રભુની ઝાંખી થાય તે સાધારણ દર્શન 
૨.મંદિર અને મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે.મંદિરમાં પ્રભુના દર્શન મનુષ્ય કરે પણ તેને શાંતિ ક્યાં મળે છે?તેથી સિદ્ધ થાય છે કે ઉત્તમ દર્શન નથી.
૩.પ્રભુનું અપરોક્ષ દર્શન તે ઉત્તમ દર્શન છે.સ્થાવર,જંગમ ,સર્વ મનુષ્યોમાં પરમાત્માના દર્શન થાય, તે ઉત્તમ દર્શન છે.ને પ્રભુનું આ અપરોક્ષ દર્શન કે સાક્ષાત્કાર જયારે થાય ત્યારે જીવન સફળ થાય છે.

Jul 6, 2019

ભાગવત રહસ્ય-૧-ભાગવત માહત્મ્ય


ભાગવત માહાત્મ્ય

પરમાત્મા ના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે.મનુષ્ય જન્મ પ્રભુને પ્રાપ્ત કરવા માટે છે.પ્રભુએ કૃપા કરી માત્ર માનવને જ એક એવી શક્તિ (બુદ્ધિ) આપી છે કે –જો માનવ આ બુદ્ધિનો સદુપયોગ કરી,વિવેકથી (સંયમથી),પવિત્ર જીવન ગાળે તો....મરતાં પહેલા તેને જરૂર પરમાત્મા ના દર્શન થાય...........
માત્ર માનવમાં જ બુદ્ધિ-શક્તિ હોવાથી તે આત્મ-સ્વરૂપને પરમાત્મ-સ્વરૂપને ઓળખી લઇ,પરમાત્માના દર્શન કરી શકે છે.માનવ ધારે તો પાપ છોડી શકે છે.પણ પશુ પાપ છોડી શકતા નથી.પશુ પાપ કરે છે, પણ તેમને-અજ્ઞાન-હોવાથી,પરમાત્મા તેના પાપ માફ કરે છે.