Jul 15, 2019

ભાગવત રહસ્ય-૭

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.ભક્તિમાર્ગની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો.
જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે.
જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે.

Jul 14, 2019

ભાગવત રહસ્ય-૬

ભાગવતમાં એક નવીન માર્ગદર્શન આપ્યું છે.”અમે ઘર-ધંધો છોડી શકતા નથી”કહેનારને ભાગવત શાસ્ત્ર કહે છે કે-નિરાશ થશો નહિ,સર્વ છોડીને જંગલમાં જવાની જરૂર નથી, જંગલમાં જવાથી જ આનંદ મળે છે,તેવું નથી.જીવ સર્વ પ્રકારની પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિમાં બેસે છે ત્યારે પ્રવૃત્તિના જ વિચાર આવે છે.
તમે બધું ત્યજી શકો તેમ ના હો તો વાંધો નહિ—પણ બધું ય ઠાકોરજીના ચરણ માં અર્પણ કરીને –એ બધું ભગવાનનું છે-એમ માનીને –ભગવદાર્પણવૃત્તિથી –વિવેકથી ભોગવો.તમારા ઘરમાં જે કઈ છે તે પણ પરમાત્માને અર્પણ કરો.

Jul 13, 2019

ભાગવત રહસ્ય-૫

જીવ નારાયણનો અંશ છે,તેમાં તેને મળી જવું છે.તે માટે શાસ્ત્ર માં અનેક ઉપાયો બતાવ્યા છે. તેમાં ત્રણ મુખ્ય છે.—કર્મ માર્ગ,જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ .
પરમાત્માનાં દર્શનનું સાધન અનેક ગ્રંથોમાં આપ્યું છે.ઉપનિષદમાં પણ મનુષ્યને અપરોક્ષ સાક્ષાત્કાર કરવાનું માર્ગદર્શન આપ્યું છે.પણ વ્યાસજીએ વિચાર્યું કે ઉપનિષદની ભાષા ગૂઢ છે,સામાન્ય માણસ તે સમજી શકશે નહિ.