Jul 17, 2019

ભાગવત રહસ્ય-૯

અંત કાળમાં મનુષ્યને પુણ્ય નું સ્મરણ થતું નથી, પાપનું સ્મરણ થાય છે.પુણ્યનું સ્મરણ થાય તો મુક્તિ મળે છે.અંતકાળે તીર્થ યાત્રામાં જે કઈ સત્કર્મ કર્યું હોય, ઘરમાં જે કઈ પુણ્ય કર્યું હોય તે યાદ આવતું નથી, તેનું કારણ એક જ છે કે-
પુણ્ય કરે ત્યારે મનુષ્ય ગાફેલ રહે છે, જયારે પાપ કરવામાં મનુષ્ય સાવધ રહેતો હોય છે.પુણ્યમાં પૈસાનું,વિદ્યાનું અભિમાન હોય છે.'ઠાકોરજી આપે છે, તમે આપતા નથી'-એ ભાવના સાથે તમે દાન કરો તો દાનનું હજાર ગણું પુણ્ય મળે છે.

Jul 16, 2019

ભાગવત રહસ્ય-૮

કથાના આરંભમાં એકલા કૃષ્ણને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી નો અર્થ છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે-કૃષ્ણને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં –
‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.

Jul 15, 2019

ભાગવત રહસ્ય-૭

ભક્તિનો વિશેષ સંબંધ મન સાથે છે.માનસી પ્રભુ-સેવા શ્રેષ્ઠ છે.સાધુ-સંતો માનસી સેવામાં તન્મય બને છે.અને -એમ માનસી સેવામાં મન તન્મય થાય -તો જીવ કૃતાર્થ થાય.ભક્તિમાર્ગની આચાર્ય ગોપીઓ છે.તેનો આદર્શ નજર સમક્ષ રાખવો.
જેનાથી મનથી ભક્તિ થતી નથી,તેને તનથી પ્રભુ-સેવા કરવાની વિશેષ જરૂર છે.
જ્ઞાનમાર્ગથી,યોગમાર્ગથી-જે -ઈશ્વરના આનંદનો અનુભવ- થાય છે,તે- સહેજે ભક્તિથી પ્રાપ્ત થાય છે.