Aug 2, 2019

Dongrji Maharaj-Life-Audio Book-ડોંગરેજી મહારાજ-જીવન-ઓડીઓ બુક

સ્વર-ડૉ.પ્રકાશભાઈ શુકલ.----એડીટીંગ-અનિલ પ્રવીણભાઈ શુક્લ(ઓડીઓ બુક -ફ્રી ડાઉનલોડ)


-----------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૨૫

ઈશ્વરનું અર્ચા સ્વરૂપ સર્વ માટે અનુકૂળ અને સુલભ નથી. પણ નામ સ્વરૂપ અતિ સુલભ છે.નામ સેવા સર્વ કાળ (સમય)માં થઇ શકે છે. રાત્રે બાર વાગે રામજીની સેવા(રામની મૂર્તિની સેવા-પૂજા) ન થઇ શકે. પણ રામનું નામ લઇ શકાય. સ્વ-રૂપ સેવાને દેશ-કાળ(સ્થળ-સમય) ની મર્યાદા છે. નામ સેવાને તેવી કોઈ મર્યાદા નથી. માટે પ્રભુના નામમાં રહેવાની ટેવ પાડવી જોઈએ.

Aug 1, 2019

ભાગવત રહસ્ય-૨૪

ગોકર્ણ આત્મદેવને કહે છે- 'પિતાજી બહોત ગઈ થોડી રહી. ગંગા કિનારે જઈ ઠાકોરજીની સેવા કરો.' મનને વિક્ષેપ થાય ત્યારે તેને કૃષ્ણ કથામાં લઇ જાવ. ભાવના કરશો તો હૃદય પીગળશે. પરદોષ દર્શન –એ સેવામાં,સત્કર્મમાં વિઘ્ન રૂપ છે-- માટે તેનો ત્યાગ કરો. ભગવાનમય જીવન ગાળવા માટે –ધ્યાન,જપ અને પાઠ અતિ આવશ્યક છે.