Jan 19, 2020

ભાગવત રહસ્ય-૧૬૩

હિરણ્યકશિપુએ પૂછ્યું-તારા ભગવાન સર્વત્ર છે-તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી ? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે?
પ્રહલાદ કહે છે-જી,હા મારા ભગવાન આ સ્તંભમાં પણ છે.તમારી આંખમાં કામ છે એટલે તમને દેખાતા નથી. મને તેમના દર્શન થાય છે.
જેના મનમાં પાપ છે-વિકારવાસના છે-તેને પરમાત્મા નાં દર્શન થતાં નથી.

Jan 18, 2020

ભાગવત રહસ્ય-૧૬૨

દૈત્ય-બાળકો પ્રહલાદને પૂછે છે-કે-પરમાત્માને પ્રસન્ન કેવી રીતે કરવા ?
પ્રહલાદ કહે છે-કે-એક જ પરમાત્મા સર્વમાં રહેલા છે તેવી દૃષ્ટિ કેળવો.આ માટે તમે તમારા દૈત્ય-પણાનો તેમજ આસુરી-ભાવનો ત્યાગ કરી સર્વ પ્રાણીઓ ઉપર દયા કરો.પ્રેમથી ભલાઈ કરો.આથી ભગવાન પ્રસન્ન થાય છે.ભગવાન જયારે કૃપા કરે છે-ત્યારે મનુષ્યોની પાશવી બુદ્ધિ નષ્ટ થાય છે.ભગવાનને પ્રસન્ન કરવાની બીજું સાધન છે-કિર્તન. પરમાત્માનું નામ એ જ બ્રહ્મ છે.માટે નામનું કિર્તન કરો.

Jan 17, 2020

ભાગવત રહસ્ય-૧૬૧

હિરણ્યકશિપુ વિચારે છે કે- આ કોઈ ઉપાયે મરતો નથી. આ મને મારવા આવ્યો છે કે શું ? હિરણ્યકશિપુ ગભરાયો છે.ત્યાં શંડામર્ક આવ્યા. રાજાનો નિસ્તેજ ચહેરો જોઈ કહેવા લાગ્યા.-આ પાંચ વર્ષનો બાળક તમને શું મારી શકે ? અમે તેણે વરુણપાશમાં બાંધી રાખીશું. ચાર મહિના પછી શુક્રાચાર્ય આવવાના છે- પછી તે આજ્ઞા આપે તેમ કરજો.શંડામર્ક પ્રહલાદજીને વરુણપાશમાં બાંધી ઘેર લાવ્યા છે.