Mar 22, 2020

ભાગવત રહસ્ય -૨૨૨

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.

Mar 21, 2020

ભાગવત રહસ્ય -૨૨૧

ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી.

Mar 20, 2020

ભાગવત રહસ્ય -૨૨૦

રામજી દુશ્મન સાથે પણ સરળ છે. રાવણ સાથે પણ સરળ છે.યુદ્ધ વખતે રાવણનું બખ્તર ફાટી ગયું છે,સારથી મરાઈ ગયો છે,રાવણ ઘાયલ છે-થાકી ગયેલો છે.
રામજીની જગ્યાએ બીજો કોઈ હોત તો દુશ્મનની લાચારી નો લાભ લઇ તેને મારી નાખે,પણ રામજીએ રાવણને કહ્યું-કે-અત્યારે તમે ઘરે જાઓ,ભોજન કરો –આરામ કરો, આવતી કાલે યુદ્ધ કરવા આવજો.જગતમાં એવો કોઈ થયો નથી કે-જે શત્રુને કહે કે-આરામ કરો,ઘેર જાઓ અને ભોજન કરો.