May 13, 2020

ભાગવત રહસ્ય -૨૭૩

બીજો કાંડ-અયોધ્યા કાંડ છે.અયોધ્યામાં રામ રહે છે-અયોધ્યા –એટલે જ્યાં- યુદ્ધ નથી કલહ નથી,ઈર્ષ્યા નથી.કલહનું મૂળ પૈસા અને પ્રતિષ્ઠા હોય છે.અયોધ્યાકાંડ કહે છે-કે વેર ના કરો.જીવન થોડું છે.અયોધ્યાકાંડ પ્રેમનું દાન કરે છે.
રામનો ભરતપ્રેમ, રામનો સાવકી માતા પ્રત્યેનો પ્રેમ-વગેરે આ કાંડમાં જોવા મળે છે,રામ ની નિર્વેરતા જોવા મળે છે.

May 12, 2020

ભાગવત રહસ્ય -૨૭૨

રામાયણનું એક એક પાત્ર –આદર્શ છે.રામ-જેવો પુત્ર થયો નથી,દશરથ જેવો પિતા થયો નથી,કૌશલ્યા જેવી માતા થઇ નથી.રામ જેવા પતિ નથી,સીતા જેવી પતિવ્રતા સ્ત્રી થઇ નથી,કે-ભરત જેવો ભાઈ થયો નથી.વશિષ્ઠ જેવો ગુરૂ થયો નથી,અને રાવણ જેવો શત્રુ થયો નથી.ઉચ્ચ પ્રકારનો માતૃપ્રેમ,પિતૃપ્રેમ,પુત્રપ્રેમ,ભ્રાતૃપ્રેમ,પતિપ્રેમ,
પત્નીપ્રેમ,વગેરે કેવો હોય છે?-તે રામાયણમાં બતાવ્યું છે.

May 11, 2020

ભાગવત રહસ્ય -૨૭૧

લવ-કુશ ,અયોધ્યામાં કથા કરી અને પાછા આશ્રમમાં આવ્યા છે. અને મા સીતાજીને બધી વાત કરે છે.અને પૂછે –છે-કે- મા,યજ્ઞમાં -રાજા રામની પાસે તારા જેવી જ સોના ની મૂર્તિ હતી.મા, રાજા રામ તારી મૂર્તિ પાસે કેમ રાખે છે ?માતાજીએ આ સાંભળ્યું, અને તેમને ખાતરી થઇ કે-“મારા રામજીએ મારો ત્યાગ કર્યો નથી,મારો ત્યાગ કર્યો હોય તો મારી મૂર્તિ શા માટે પાસે રાખે ? કલંક દૂર કરવા માટે –તેમણે મારો ત્યાગ કર્યો છે,મનથી નહિ.”