Oct 19, 2020

ભાગવત રહસ્ય -૪૨૧

શ્રીકૃષ્ણ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી તેમણે સીવેલાં કપડાં પહેર્યા નથી.
બીજાં ગોપબાળકોને સીવેલાં કપડાં પહેરવા ન મળે તો પોતાનાથી સીવેલાં કપડાં કેમ પહેરાય ? શ્રીકૃષ્ણ નો મિત્ર-પ્રેમ અલૌકિક છે.મારા મિત્રો કાળી કામળી ઓઢે છે,
તો હું પણ તે જ ઓઢીશ.ખભે કામળી લઈને ફરે છે,
તેથી તો કનૈયાને કેટલાક કાળી કામળી વાળા કહે છે.

Oct 18, 2020

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-10-Adhyaya-45-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-૧૦-અધ્યાય-45


ભાગવત રહસ્ય -૪૨૦

શ્રીકૃષ્ણ ગોપીઓને કહે છે કે-તમે મને માથે હાથ પધરાવવાનું કહો છો,પણ તમારું મંડળ તો બહુ મોટું છે,તેમાં તો બહુ સમય જોઈએ,મારા બીજા ભક્તોનું થોડું કામ પતાવ્યા પછી હું આવું તો ? ત્યારે ગોપી કહે છે કે-કનૈયા,બીજા ભક્તોનું કામ તમે પછી કરજો.અમે તમારાં છીએ અને તમે અમારા છો.જ્ઞાની માને છે કે-ઈશ્વર સર્વના છે, જયારે પ્રેમી ભક્ત માને છે કે-ઈશ્વર મારા છે,તે મારે આધીન છે.પ્રેમ પરમાત્માને પરતંત્ર બનાવે છે.