Jan 15, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૪

શ્રીકૃષ્ણ ટૂંકાણમાં કર્મયોગ  કહીને,હવે કર્મયોગ અને જ્ઞાનયોગની તુલના કરતાં કહે છે કે-
“ફળની ઈચ્છા”-યુક્ત  અને “અહમ”-યુક્ત (હું કર્મ કરું છું એવો અહમ)-કરાતા કર્મયોગની 
યોગ્યતા-ઘણી ઓછી છે,પરંતુ-જો કુશળતાપૂર્વક –વિવેકથી-અનાસક્તિથી-કર્મયોગનું આચરણ કરવામાં આવે-તો-તે કર્મ કરતાં કરતાં જ –બુદ્ધિ(સમત્વ બુદ્ધિ-જ્ઞાન)ની પ્રાપ્તિ થાય છે.અને આ રીતે –કર્મની જે કુશળતા પ્રાપ્ત થાય છે-તે જ યોગ છે.  (૫૦)

Jan 14, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૩

જેમ,ભૂત,મનુષ્ય ને નડે છે-પણ એ જ ભૂત–ભૂવો-એ મનુષ્ય હોવા છતાં તેને નડતું નથી.
તે જ રીતે,જેની બુદ્ધિ નિષ્કામ છે-જેની સદ-બુદ્ધિ છે-તેને સંસારની માયા નડી શકતી નથી.જેમ,દીવાની જ્યોત નાની સરખી હોવાં છતાં –મોટો પ્રકાશ આપે છે-તેમ,નિષ્કામ બુદ્ધિ-સદબુદ્ધિ થોડીક પણ હોય –તો પણ ઘણી છે.કારણ કે-જગતમાં સદબુદ્ધિ મળવી મુશ્કેલ છે. (૪૦)