Feb 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૩-અધ્યાય-૬-આત્મસંયમ યોગ

અધ્યાય-૬-આત્મસંયમ યોગ
જેવી રીતે,
-પાણીને જુદા જુદા પાત્રોમાં ભરવાથી પાણીમાં ભેદ (ફરક) થતો નથી,
-કે જુદા જુદા માર્ગોથી એક જ સ્થળે પહોંચાય છે,
તેવી રીતે “બ્રહ્મ દૃષ્ટિ”થી જોતાં-યોગ અને સંન્યાસમાં ભેદ (ફરક) નથી.

Feb 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૨


જેમણે પોતાના મનને વિષયોમાંથી પાછું વળી લઇ અને મન ઉપર વિજય કરીને
“બ્રહ્મ” સ્થિતિ  (બ્રહ્માકર સ્થિતિ) પ્રાપ્ત કરી છે-તેમને –
આવું આત્મ-સ્વ-રૂપ નું ભાન કેવી રીતે અને કયા માર્ગ પર ચાલવાથી થયું હશે ?
જગતના દરેકે દરેક -આપણા જેવા સામાન્ય માનવી-ને આવી બ્રહ્માકાર સ્થિતિ પ્રાપ્ત નથી.કરોડોમાં એક ને આવી સ્થિતિ પ્રાપ્ત થાય છે.