May 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૮

કર્મની પ્રેરક (પ્રેરણા આપનાર) ત્રિપુટી-નીચે મુજબ છે.
(૧) જ્ઞાન (જેના વડે જાણવામાં આવે છે) (૨) જ્ઞેય(જાણવામાં આવનારી વસ્તુ)
(૩) જ્ઞાતા (જાણનાર)

કર્મના કારણ-રૂપ (કર્મનો પાયો-કર્મનો સંચય) ત્રિપુટી –નીચે મુજબ છે.
(૧) કરણ-(જે સાધનોથી કર્મ કરવામાં આવે-તે બાહ્ય અને આંતર ઇન્દ્રિય)
(૨) કર્મ (ક્રિયા) (૩) કર્તા (કર્મ કરનાર -કરણ પાસે વ્યાપાર કરાવનાર).(૧૮)

May 5, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૧૦૭

પાંચ કારણના યોગે “કર્મ”નો વિસ્તાર થાય છે.અને આ પાંચ કારણો જ કર્મના 
હેતુ-રૂપ છે.આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના થાય છે,
પણ આત્મા તો ભિન્ન જ હોય છે.