Oct 5, 2021

Gujarati-Ramayan-Rahasya-93-ગુજરાતી-રામાયણ-રહસ્ય-93


જે ગામ કે નગરની પાસેથી રામજી પસાર થાય છે,તે ગામ કે નગરના લોકોના ભાગ્યની દેવો યે પ્રંશસા કરે છે.
રામજીને જોવા,રામજીના દર્શન કરવા, સીમમાં લોકોનાં ટોળે-ટોળાં ઉભરાય છે.જે જુએ છે તે જોતાં જ રહે છે,
જાણે મોટો ખજાનો મળ્યો હોય તેવો તેમને હરખ ચડે છે.વડના ઝાડની નીચે છાયામાં પાંદડાંનું આસન બનાવીને રામજીને બે ઘડી બેસી થાક ખાવાની લોકો પ્રાર્થના કરે છે અને રામજી તે પ્રાર્થનાને સ્વીકારે પણ છે.

Oct 4, 2021

Gujarati-Ramayan-Rahasya-92-ગુજરાતી-રામાયણ-રહસ્ય-92

કેવટ ના પ્રસંગનું રહસ્ય એવું છે કે-કેવટ એ નિઃસાધન છે,એટલે કે તેણે પરમાત્મા માટે કોઈ સાધન કર્યું નહોતું,પણ,એનો પરમાત્મા પ્રત્યેનો પ્રેમ (સ્નેહ) એ,સંપૂર્ણ છે,એનું પ્રભુ પ્રત્યેનું સમર્પણ સંપૂર્ણ છે.તેથી એ પ્રભુની કૃપાનો અધિકારી બન્યો છે.માગ્યા વગર (અયાચિત) જ પ્રભુનો અનુગ્રહ (કૃપા) પામનારો એ પુષ્ટિ-ભક્ત છે.અને પ્રભુનો અનુગ્રહ (કૃપા) તેણે ઉતરાઈ-રૂપે મળે છે.(બીજું કશું પ્રભુ પાસે તે વખતે નહોતું!!)

Oct 3, 2021

Gujarati-Ramayan-Rahasya-91-ગુજરાતી-રામાયણ-રહસ્ય-91

સ્વર્ગના દેવો પણ આકાશમાંથી જોઈ રહ્યા છે કે-આ કેવટ કેવો ભાગ્ય શાળી!!! સીતાજી (લક્ષ્મીજી) 
અને લક્ષ્મણજી (શેષજી) આજે લાચાર બનીને જોડે ઉભાં છે,
અને કેવટ સેવા કરે છે.કેવટ મનમાં ને મનમાં તેમને જાણે કહે છે કે-આજે તમે ઉભાં છો,
અને તમારી સામે જ હું સેવા કરું છું.રામજી મનમાં વિચાર કરે છે કે-
બે ચરણના બે માલિક જોડે ઉભા છે અને આ વળી ત્રીજો જાગ્યો.

Oct 2, 2021

Gujarati-Ramayan-Rahasya-90-ગુજરાતી-રામાયણ-રહસ્ય-90

કેવટ કહે છે કે-હું તમારો મર્મ જાણું છું. લક્ષ્મણજી કહે છે કે-તું શું મર્મ જાણે છે?
ત્યારે કેવટ કહે છે કે-મેં એવું સાંભળ્યું છે કે-રામજીની ચરણકમળની રજનો એવો જાદુ છે કે-તેના સ્પર્શથી પથ્થરની સ્ત્રી થઇ જાય છે (અહલ્યા ઉદ્ધાર),તો પછી મારી નાવ તો લાકડાની છે,તે નાવની સ્ત્રી બની જતાં તો ક્યાં વાર લાગે? અને મારી નાવડી જો એમ સ્ત્રી થઇ જાય તો નાવડી વગર હું મારા કુટુંબ નું ભરણ પોષણ કેવી રીતે કરું? વળી ઘરમાં એક બૈરી છે તે એકનું માંડ પુરુ કરી શકું છું તો આ બીજી બૈરી થાય તો,બે બે બૈરીઓનું પેટ કેવી રીતે ભરું?

Oct 1, 2021

Gujarati-Ramayan-Rahasya-89-ગુજરાતી-રામાયણ-રહસ્ય-89

કૈકેયીએ જયારે રામજીને વનવાસ આપ્યો ત્યારે કૌશલ્યા માને અપાર દુઃખ થયું હતું,
તે વખતે તેમને આશ્વાસન આપતાં રામજી કહે છે કે-“આ બધું મારા કર્મો નું ફળ છે,”
શ્રીરામ તો પરમાત્મા-બ્રહ્મ-સ્વરૂપ છે,તો તેમને વળી કર્મ શું અને કર્મફળ શું?ભોગવવાનું કે છૂટવાનું શું? તેમ છતાં રામજી, કૌશલ્યામા ને સમજાવે છે કે-પરશુરામ અવતારમાં મેં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો.પૂર્વ જન્મમાં કૈકેયી,એ રેણુકા હતી,કે જે રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માતા હતી.