Aug 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-05

યોગની આ સાધનાની પદ્ધતિઓમાં જે કંઈ "રહસ્ય-મય કે ગુહ્ય" કહેવામાં આવે છે તેનો સત્વરે ત્યાગ કરવો જોઈએ.જીવન નો ઉત્તમ માં ઉત્તમ માર્ગ-દર્શક (ભોમિયો) છે -સામર્થ્ય (તાકાત) "રહસ્યમયતા" નો શોખ મનુષ્યના મગજ ને નબળું બનાવે છે,માટે તેની સાથે સંબંધ ના રાખવો જોઈએ.

Aug 4, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-04

આ રાજયોગની સાધના માટે લાંબો સમય અને નિરંતર સાધના જરૂરી છે.આ સાધનાનો અમુક અંશ શરીરના સંયમને લગતો છે,પણ મુખ્યત્વે-મનના સંયમ લગતો છે.સાધનામાં જેમ જેમ આગળ વધાય છે તેમતેમ સાધકને જણાય છે કે-મનનો શરીર સાથે કેટલો નિકટનો સંબંધ છે.મન એ કેવળ શરીરનો જ સૂક્ષ્મ વિભાગ છે.અને મન એ શરીર પર અસર પણ કરે છે.
અને શરીર પણ મનની પર વળતી અસર કરે જ છે.

Aug 3, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-03

બચપણથી માંડીને આપણને બાહ્ય વસ્તુઓ પર જ ધ્યાન દેતાં શીખવવામાં આવ્યું છે,પણ અંદરની બાબતો પર નહિ.અને તેથી આપણે અંદરની
"યંત્ર-રચના" નું નિરીક્ષણ કરવાની શક્તિ લગભગ ખોઈ બેઠા છીએ.
મન ને જાણે કે અંદરની તરફ વાળવું,તેને બહાર જતું અટકાવવું-અને પછી-સઘળી શક્તિઓ એકાગ્ર કરી,
તેને ખુદ "મન" પર જ લગાડવી,જેથી તે પોતાના સ્વભાવને (આત્મને) જાણી શકે,તેનું પૃથક્કરણ કરી શકે.
અને આ ઘણું કઠણ કામ છે,છતાં આ વિષયમાં -"વૈજ્ઞાનિક પ્રવેશ" જેવું જો કંઈ હોય તો-
તેનો રસ્તો "આ એક જ છે"

Aug 2, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-02

પણ કોઈ એક સમયે,મનુષ્ય 'સત્ય' ને જાણવા કે પામવા-કે તેનો અનુભવ લેવા ઈચ્છે છે,અને જયારે એ કોઈ પ્રયત્ન કરીને સત્યને સમજશે,અને તેનો અનુભવ કરશે,ત્યારે તે "સત્ય" નાં ઊંડાં-ઊંડાણ ને પામશે,અને ત્યારે -કેવળ-ત્યારે જ-વેદો જે બૂમો મારી ને કહે છે-તેમ-"સર્વ સંશયો છેદાઈ જાય છે,સઘળો અંધકાર ઉડી જાય છે,સઘળી વક્રતા સીધી થઇ જાય છે." અને કહેશે-કે-"હે અમૃતત્વના પુત્રો,હે,દિવ્ય ધામના વાસીઓ,સાંભળો,મને અંધકારમાંથી નીકળવાનો માર્ગ મળી ગયો છે"

Aug 1, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-01

રાજયોગ એ એક વિજ્ઞાન છે.
આ વિજ્ઞાનના આચાર્યો ઘોષણા કરે છે -કે-
આધ્યાત્મિકતા (કે યોગ કે ધર્મ)નું આ વિજ્ઞાન એ પ્રાચીન કાળના મહાન યોગીઓએ પોતાની જાત પર કરેલા પ્રયોગો ના "અનુભવ" પરથી  મેળવેલા "જ્ઞાન" રચાયેલું છે,અને જ્યાં સુધી કોઈ પણ મનુષ્ય એ "અનુભવો"ને "પોતે" પ્રાપ્ત કરે નહિ,ત્યાં સુધી,તે આધ્યાત્મિક (કે-યોગી,કે ધાર્મિક) બની શકે નહિ.અને,આ અનુભવો કેવી રીતે મેળવવા,તે શીખવનારું "વિજ્ઞાન" છે "રાજયોગ"