Nov 9, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-010

 

પછી,સુકન્યા,ચ્યવન મુનિ,માંધાતા,જનતું,સોમક,શ્યેન કપોત,શિબિરાજા વગેરેનાં આખ્યાનો કહ્યાં છે,

ત્યાર બાદ,અષ્ટાવક્રનું ઉપાખ્યાન આવે છે,તેમાં નૈયાયિકોમાં મુખ્ય વરુણપુત્ર બંદી સાથે,જનકરાજાના દરબારમાં,

અષ્ટાવક્ર વિવાદ કરે છે,જેમાં બંદી ની હાર થાય છે,વિજય પછી,અષ્ટાવક્ર,સાગરમાં ડૂબેલા પિતાને પાછા મેળવે છે.

પછી,પાંડવોની ગંધમાદન પર્વત યાત્ર અને નારાયણાશ્રમમાં તેમના વાસ વિષે કહેલ છે.

ગંધમાદન પર્વત ઉપર દ્રૌપદી ભીમસેનને સૌગન્ધિક કમળ લાવી આપવા કહે છે,ત્યારે તે લેવા જતાં,

ભીમને હનુમાનનાં દર્શન થાય છે,તેનું વર્ણન કરેલ છે.(170-178)

Nov 8, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-009

બ્રાહ્મણની ગાયોની રક્ષા માટે,અસ્ત્રો લેવા,અર્જુનનું યુધિષ્ઠિરના આવાસમાં જવું,અને નારદજીએ કરેલા નિયમ

મુજબ અર્જુનનું વનમાં જવું,વનવાસમાં ઉલુપી ને ચિત્રાંગદાનો મેળાપ,ચિત્રાંગદાથી બબ્રુવાહનનો જન્મ,

ને બ્રાહ્મણોના શાપથી મગરી થયેલી પાંચ અપ્સરાઓનો અર્જુન દ્વારા ઉદ્ધાર-વિશેનું વર્ણન છે.

પછી,પ્રભાસતીર્થમાં અર્જુનનો શ્રીકૃષ્ણ સાથેનો મેળાપ,શ્રીકૃષ્ણની અનુમતિથી સુભદ્રા-હરણ,

સુભદ્રાથી અભિમન્યુનો જન્મ,અને પછી દ્રૌપદીના પુત્રોનું આખ્યાન કહેલ છે.

Nov 7, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-008

 પહેલું,અનુક્રમણિકા-પર્વ,બીજું પર્વ-સંગ્રહ,પછી પૌષ્ય-પર્વ,પૌલોમ પર્વ છે.

ત્યારથી માંડીને,ભવિષ્ય-પર્વ સુધીનાં સો પર્વો,વ્યાસજીએ કહ્યાં  છે.

(નોંધ-અહીં સર્વ સો પર્વોનાં નામ લખેલાં છે,તેનું હવે પછી પુનરાવર્તન થાય છે એટલે તે નામો લખવાનું ટાળ્યું છે)

હવે તે 'ભારત'નો સંક્ષિપ્ત (મુખ્ય અઢાર પર્વોમાં વિભાજીત) પર્વ-સંગ્રહ વિષે કહેવામાં આવે છે.(41-85)

Nov 6, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-007

 
પર્વસંગ્રહ-પર્વ

અધ્યાય-૨-સમંતપંચકનું વર્ણન,અક્ષૌહિણીની ગણના,પર્વસૂચિ ને મહાભારતની પ્રશંસા

II ऋषयः उचुः II 

समन्तपन्चकमिति यदुक्तं सूतनन्दन II एतत्सर्व यथातत्वं श्रोतुमिच्छामये वयम् II १ II 

ઋષિઓ બોલ્યા-હે સૂતનંદન (સૂતજી) તમે જે સમંતપંચક દેશનું નામ કહ્યું,તે વિષે અમે સાંભળવા ઇચ્છીએ છીએ.


સૂતજી બોલ્યા-ત્રેતા અને દ્વાપર યુગના સંધિકાળમાં,પરશુરામે ક્રોધથી પ્રેરાઈને,વારંવાર ક્ષત્રિયકુળોનો નાશ કર્યો હતો,અને તે ક્ષત્રિયોનો સંહાર કરીને,તેમનાં લોહીનાં પાંચ સરોવરો,સમંતપંચકમાં કર્યાં હતાં.અને તે લોહીથી તેમણે પિતૃઓનું તર્પણ કર્યું હતું,ત્યારે ઋચિક-આદિ નામના પિતૃઓએ ત્યાં આવી પરશુરામને કહ્યું કે-હે રામ,અમે તારી આ પિતૃભક્તિથી અને તારા પરાક્રમથી અતિ પ્રસન્ન થયા છીએ,તું વરદાન માગી લે.(1-7)

Nov 5, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-006

સૂતજી કહે છે-આમ કહીને,અત્યંત દુઃખી થઈને,ધૃતરાષ્ટ્ર વિલાપ કરવા લાગ્યા,ને મૂર્ચ્છા પામ્યા,

ફરીથી તે જયારે ભાનમાં આવ્યા ત્યારે,તે સંજયને કહેવા લાગ્યા કે-આવી દશા થઇ છે,

એટલે હું,જલ્દી પ્રાણ કાઢી નાખવા ઈચ્છું છું,હવે મને જીવતા રહેવામાં કોઈ ફળ દેખાતું નથી (219-220)