Nov 2, 2011

PAGE-3-તત્વોપદેશ


તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
                NEXT PAGE

તું (ત્વમ) પ્રમાણો (ઉદાહરણો) થી જણાતો (જાણી શકાતો) નથી.
તું (ત્વમ) એ “જ્ઞાન-સ્વ-રૂપ” હોઈ “પોતે” જ “પોતાનું” “પ્રમાણ’ છે.
આત્મા ને કોઈ મનુષ્ય - પ્રત્યક્ષ પ્રમાણ થી જાણવા ઈચ્છે,તો તે અગ્નિ ને લાકડાં વડે બાળવા ઈચ્છે છે.
એટલે કે તે અશક્ય ને શક્ય બનાવવા તૈયાર થાય છે.આમ આત્મા પ્રમાણ થી જાણી શકાતો નથી. (૧૪)

આત્મા, એ વિશ્વ ને અનુભવે છે,તેથી એ પોતે બીજા વડે અનુભવાતો નથી, જેમ,
આત્મા વિશ્વ ને પ્રકાશિત કરે છે,તેથી એ પોતે,બીજા વડે પ્રકાશિત કરી શકાતો નથી. (૧૫)

એમ જે “આવું” (બ્રહ્મ),”તેવું” (બ્રહ્મ) કે “આ” (બ્રહ્મ) નથી, તેમ છતાં “પરોક્ષ” પણ નથી.
પરંતુ,સદા “સત્” (સત્ય) સ્વ-રૂપે રહેનાર છે તે જ “બ્રહ્મ”(આત્મા-પરમાત્મા) છે.અને
તું (ત્વમ) સર્વ નો “દ્રષ્ટા” માત્ર જ છે તેથી,”દૃશ્ય” (દેહ-વગેરે) નથી. (૧૬)

જે વસ્તુઓ “આ”-રૂપે દેખાય (જણાય) છે,વેદાંત તે સર્વ નો “તે બ્રહ્મ નથી” એમ કહી નિષેધ કરે છે.
એ “બ્રહ્મ-તત્વ” તો કોઈ સ્વરૂપે (મુખથી) કહી શકાય તેવું નથી,માટે તે (અનિદમ) “આ”-રૂપ નથી,
અને સ્વ-પ્રકાશ હોવાથી વેદ્ય (પ્રકાશ ફેંકીને આંખથી જોઈ શકાય-જાણી શકાય તેવુ) નથી.  (૧૭)

સત્ય-રૂપ,જ્ઞાન-રૂપ,અને અનંત—એ પ્રમાણે બ્રહ્મ નું લક્ષણ કહેવાય છે,અને,
સત્ય-રૂપ-પણાથી,જ્ઞાન-રૂપ-પણાથી,અને અનંતપણાથી તું (ત્વમ) જ- “બ્રહ્મ” છે.  (૧૮)

“એક” જ પરમાત્મા (બ્રહ્મ) ને જયારે (આત્મા-રૂપે) દેહ –વગેરે ની ઉપાધિ હોય છે ત્યારે “જીવ” કહેવાય છે.અને જયારે માયા-રૂપ (પ્રકૃતિ) ની ઉપાધિ હોય ત્યારે,પરમાત્મા (ઈશ્વર) કહેવાય છે, પણ
જ્ઞાનથી એ બંને ઉપાધિઓ દૂર થતાં સ્વયં “પરમાત્મા” જ પ્રકાશે છે.   (૧૯)

“જે બીજાં બધાં પોતાની સાબિતી-રૂપ પ્રત્યક્ષ (જોઈ શકાય તેવાં) પ્રમાણો જરૂરી માને છે,પણ
જે,પોતે એ પોતાની સાબિતી માટે પ્રત્યક્ષ પ્રમાણો ને જરૂરી ગણતું નથી,”
એવા એ વેદવાક્ય ને “બ્રહ્મ એ જ આત્મા છે” એમ જાણવામાં પ્રમાણ માન્યું છે.  (૨૦)

TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA

                NEXT PAGE