Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૨૩

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
દેવો,ઋષિઓ,પિતૃઓ,અને મનુષ્યો નાં ઋણ-રૂપી બંધન થી મુક્ત થયેલા તો કરોડો જોવા મળે છે,પરંતુ,
સંસાર-રૂપી બંધન થી મુક્ત થયેલો,”બ્રહ્મ-વેતા” પુરુષ તો કોઈ ભાગ્યે જ મળે છે.(૨૪૪)

જ્યાં સુધી,મનુષ્ય કામ-ક્રોધાદિ અંદરના બંધનો થી બંધાયેલો હોય,અને ભલે જો એનાં બહારનાં બંધનો  કદાચ છૂટી જાય,તો પણ તેનું ફળ (મુક્તિ) કશું નથી,
માટે વિદ્વાનો એ અંદરના બંધનોથી (કામ,ક્રોધ-વગેરેથી) છૂટી જવા પ્રયત્ન કરવો જોઈએ. (૨૪૫)

તીવ્ર મુમુક્ષતા,એ ક્રિયામાં (સક્રિય અને આચરણમાં ઉતારેલી) પરિણમેલી જ સાચી માનેલી છે,
બાકીની તો કેવળ પોતાને કે બીજાને ખુશી કરવા પૂરતી જ હોય છે,કે જેમાં,
ક્રિયા,એટલે કે –“મુમુક્ષતાને અનુસરતું આચરણ” –દેખાતું નથી. (૨૪૬)

ઘર વગેરે સર્વ પદાર્થો પોતાના પતિ વિના તુચ્છ છે,આવી બુદ્ધિ થી પોતાના મરેલા પતિની પાછળ સુખ થી અગ્નિ માં પ્રવેશ કરવા ઇચ્છતી,સતી સ્ત્રી ના જેવી “સુદૃઢ અને ચોકસાઈ વાળી તાલાવેલી અને ક્રિયા”,
એ જ મુમુક્ષુ ને મોક્ષ-રૂપ ફળ ની પ્રાપ્તિ સુધી પહોંચી જવા માટે સાધન છે. (૨૪૭)

નિત્ય અને અનિત્ય પદાર્થોનો વિવેક,”દેહ ક્ષણિક છે” તેવી બુદ્ધિ,મૃત્યુ નો ભય અને સંસાર નો તાપ-
આ બધાં મુમુક્ષતા વધવાનાં લક્ષણો છે. (૨૪૮)

અત્યાર સુધીમાં -ઉપર કહેવામાં આવેલાં ચાર સાધનો
(સાધન ચતુષ્ટ્ય-વિવેક-વૈરાગ્ય,શમાદિ(ષટ સંપત્તિ),અને મુમુક્ષતા)- પૈકી,
--“વિવેક” નામનું પહેલું સાધન-એ મુમુક્ષુ નું મસ્તક ગણાય છે,
--“વૈરાગ્ય” એ મુમુક્ષુ નું શરીર ગણાય છે.
--“શમાદિ ષટ-સંપત્તિ” (શમ,દમ,તિતિક્ષા,ઉપરતિ,શ્રદ્ધા,સમાધાન) એ મુમુક્ષુ નાં છ અંગો છે. અને
--“મુમુક્ષતા” એ મુમુક્ષુ ના “પ્રાણ” કહેવાય છે.
આવાં અંગો વાળો,જિજ્ઞાસુ (મુમુક્ષુ) જો યુક્તિ-કુશળ અને શૂરો હોય,તો ઉત્તમ જ્ઞાન-રૂપી તલવારથી,
ચોક્કસ મૃત્યુ નો નાશ કરે છે (એટલે કે મોક્ષ ને પામે જ છે)  (૨૪૯-૨૫૦)

ઉપર કહેવામાં આવેલ સાધન-ચતુષ્ટ્ય થી સંપન્ન જિજ્ઞાસુ એ,નિયમ-નિષ્ઠ બની,આત્મ-તત્વ ની જીજ્ઞાસા માટે નીતિ થી ઉજ્જવળ બનવું,અને પછી હાથમાં સમિધો લઇ ગુરુને શરણે જવું.  (૨૫૧)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE