Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૮

(દોહા)

સહજ સૂર કપિ ભાલુ સબ પુનિ સિર પર પ્રભુ રામ.
રાવન કાલ કોટિ કહુ જીતિ સકહિં સંગ્રામ(૫૫)
સર્વ વાનરો તથા રીંછો સ્વાભાવિક શુરા છે અને વળી તેઓના શિર પર (સર્વેશ્વર ) પ્રભુ શ્રી રામચંદ્રજી છે.
(એટલે  પૂછવું જ શું ?) હે રાવણ  ! તેઓ સંગ્રામમાં  કરોડો કાળને (પણ ) જીતી શકે છે.(૫૫)

ચોપાઈ 

રામ તેજ બલ બુધિ બિપુલાઈ, શેષ સહસ સત  સકહી  ન ગાઈ.
સક  સર એક સોષી સત સાગર ,તવ ભ્રાતહી પૂછે ઉ  નય  નાગર.
શ્રી રામચંદ્રજીનું તેજ ,બળ બુદ્ધિની અધિકતાને લાખો શેષનાગો  પણ ગાઈ શકતા નથી. તે એકજ બાણથી સમુદ્રોને સુકવી શકે છે, પરંતુ નીતિનિપુણ્ શ્રીરામે (નીતિ જાળવવા ) તમારા ભાઈને ઉપાય પૂછ્યો.

તાસુ બચન સુનિ સાગર પાહીં, માગત પંથ કૃપા મન માહીં.
સુનત બચન બિહસા દસસીસા, જૌં અસિ મતિ સહાય કૃત કીસા.
પછી  તેમનાં (આપના ભાઈ નાં ) વચનો સાંભળી તે (શ્રીરામ ) સમુદ્ર પાસે રસ્તો માગી રહ્યા છે.
તેમનાં મનમાં  કૃપા છે.દૂત નાં વચન સાંભળી રાવણ ખુબ હસ્યો. (અને બોલ્યો :)
જયારે આવી બુદ્ધિ છે ત્યારે જ વાનરોને સહાયક   બનાવ્યા છે !

સહજ ભીરુ કર બચન દૃઢ઼ાઈ, સાગર સન ઠાની મચલાઈ.
મૂઢ઼ મૃષા કા કરસિ બડ઼ાઈ, રિપુ બલ બુદ્ધિ થાહ મૈં પાઈ.
સ્વભાવથી  બીકણ વિભીષણ નાં વચન માની તેમણે સમુદ્ર પાસે બાળહઠ કરવા માંડી છે ! ઓ મૂઢ ! વ્યર્થ  બડાઈ શું  કરેછે ? બસ મેં  શત્રુ (શ્રી રામ ) નું બળ તથા બુદ્ધિનો તાગ મેળવી લીધો.

સચિવ સભીત બિભીષન જાકેં, બિજય બિભૂતિ કહાજગ તાકેં.
સુનિ ખલ બચન દૂત રિસ બાઢ઼ી, સમય બિચારિ પત્રિકા કાઢ઼ી.
જેના વિભીષણ જેવા બીકણ મંત્રી હોય , તેને જગતમાં વિજય તથા  ઐશ્વર્ય  ક્યાંથી મળે ? દુષ્ટ રાવણનાં  વચન  સાંભળી દૂતનો ક્રોધ વધ્યો. તેણે સમય વિચારી પત્રિકા કાઢી.

રામાનુજ દીન્હી યહ પાતી, નાથ બચાઇ જુડ઼ાવહુ છાતી.
બિહસિ બામ કર લીન્હી રાવન, સચિવ બોલિ સઠ લાગ બચાવન.
(અને કહ્યું :) શ્રી રામના નાના ભાઈ લક્ષ્મણે આ પત્રિકા આપી છે. હે નાથ  ! આને  વંચાવી છાતી ઠંડી કરો.
રાવણે હસીને તેને ડાબા હાથમાં લીધી અને મંત્રીને બોલાવી  મૂર્ખ તે (પત્રિકા ) વંચાવવા લાગ્યો.

(દોહા)

બાતન્હ મનહિ રિઝાઇ સઠ જનિ ઘાલસિ કુલ ખીસ.
રામ બિરોધ ન ઉબરસિ સરન બિષ્નુ અજ ઈસ(૫૬-ક)
(પત્રિકામાં લખ્યું હતું ) અરે મૂર્ખ કેવળ વાતોથી જ મનને રીઝવી પોતાના કુળનો નાશ ન કર ! શ્રી રામ સાથે  વિરોધ કરી તું બ્રહ્મા, વિષ્ણું તથા મહેશ્વર ને શરણે જાય તો પણ બચવાનો નથી.(૫૬-ક )

કી તજિ માન અનુજ ઇવ પ્રભુ પદ પંકજ ભૃંગ.
હોહિ કિ રામ સરાનલ ખલ કુલ સહિત પતંગ.(૫૬-ખ)
કાંતો માન ત્યજી પોતાના નાના ભાઈ વિભીષણ નીપેઠે  પ્રભુના ચરણકમળ નો ભમરો થા; નહિ તો હે દુષ્ટ  !શ્રી રામના બાણ રૂપી અગ્નિમાં પરિવાર સાથે પતંગિયું થઈશ.

ચોપાઈ 

સુનત સભય મન મુખ મુસુકાઈ, કહત દસાનન સબહિ સુનાઈ.
ભૂમિ પરા કર ગહત અકાસા, લઘુ તાપસ કર બાગ બિલાસા.
(આ ) સાંભળતાં જ રાવણ મનમાં ભયભીત થયો, પરંતુ  મુખથી ( ઉપલક ) મંદ હસી તે સર્વ ને સંભળાવી   
કહેવા લાગ્યો કે ,જેમ પૃથ્વી પર પડેલો ( કોઈ મનુષ્ય ) આકાશને હાથથી પકડવાની ચેષ્ઠા કરે ,તેમ આ નાનોતપસ્વી (લક્ષ્મણ ) વાણીનો વિલાસ (બડાઈ ) કરે છે.

કહ સુક નાથ સત્ય સબ બાની, સમુઝહુ છાડ઼િ પ્રકૃતિ અભિમાની.
સુનહુ બચન મમ પરિહરિ ક્રોધા, નાથ રામ સન તજહુ બિરોધા.
શુક દૂતે કહ્યું: હે નાથ !  અભિમાની સ્વભાવને છોડી (આ પત્રિકામાં લખેલી ) સર્વ વાતો સત્ય સમજો.
ક્રોધ છોડી  મારું વચન સાંભળો. હે નાથ ! શ્રી રામ તરફનો વિરોધ ત્યજી દો.

અતિ કોમલ રઘુબીર સુભાઊ, જદ્યપિ અખિલ લોક કર રાઊ.
મિલત કૃપા તુમ્હ પર પ્રભુ કરિહી, ઉર અપરાધ ન એકઉ ધરિહી.
શ્રી રઘુવીર સમસ્ત લોકોના સ્વામી હોવા છતાં પણ તેમનો સ્વભાવ અતિ કોમળ છે. (તેમને )
મળતાં જ (તે )  પ્રભુ તમારા પર કૃપા કરશે અને તમારો એક પણ અપરાધ હૃદયમાં નહિ રાખે.

જનકસુતા રઘુનાથહિ દીજે, એતના કહા મોર પ્રભુ કીજે.
જબ તેહિં કહા દેન બૈદેહી, ચરન પ્રહાર કીન્હ સઠ તેહી.
સીતાજી  શ્રી રઘુનાથજી ને આપી દો , હે પ્રભુ ! આટલું મારું કહ્યું કરો. જયારે તેણે ( એ દૂતે ) સીતાજીને  આપી દેવા કહ્યું ,ત્યારે દુષ્ટ રાવણે તેને લાત મારી.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE