Sep 14, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૨૯

જેવી રીતે,કેળના થડને ઉખેડતાં,એક પછી એક –એમ અનેક પડ જોવામાં આવે છે,
તેવી રીતે,એક વાસના-મય દેહની અંદર બીજા વાસનામય દેહો જોવા મળે છે,
એટલું પૂરતું ના હોય તેમ, બીજાના વાસનામય દેહો પણ જોવામાં આવે છે.
મરેલા જીવો ને પંચમહાભૂત (પૃથ્વી-વગેરે) સાથે કે તેના ગુણો સાથે કંઈ પણ સંબંધ નથી,
તો પણ ભ્રાંતિ થી તેમને  વિષે “એ”  (મરેલા જીવોને જીવતા) જોવામાં આવે છે.

“અવિદ્યા (માયા) રૂપી”  નદી અપાર છે અને અનેક ફાંટાઓમાં તે વહે છે,અને
તેમાં અનેક “દેહો-રૂપી” મોજાં છે,મૂઢ (મૂર્ખ) પુરુષો તેને તરી શકતા નથી.

હે.રામ,”પરમાત્મા-રૂપ” મોટા સમુદ્રમાં પણ આવાં જ (દેહ-રૂપી) મોજાં (તરંગો) વારંવાર,અને બીજા પણ અનેક અને ઘણા “દેહો-રૂપી” તરંગો ઉઠ્યા કરે છે.આ તરંગો માં કેટલાંક કુળથી,ક્રમથી, અને મન ના ગુણો થી સમાન હોય છે,કેટલાંક અર્ધોઅર્ધ સમાન હોય છે તો કેટલાંક અત્યંત જુદા પ્રકારનાં જ હોય છે.

આમ આવા તરંગોમાં -વ્યાસ-મુનિના દેહો-રૂપી તરંગો,પણ સંયુક્ત (રહેલા) હોય છે.આ વ્યાસમુનિ, એ, જે, ૩૨ વ્યાસ થઇ ગયા તેમાં થી એક છે, એવું મને યાદ છે.
આ સઘળા (૩૨) વ્યાસોમાં ૧૨ તો બ્રહ્મવિદ્યા ની ઉત્કૃષ્ટ સ્થિતિએ પહોંચ્યા ન હતા,
હજી પણ વ્યાસ,વાલ્મીકિ,ભૃગુ-વગેરે અધિકારી પુરુષો ઘણા થશે,તેમનામાં ઘણા તો પહેલાંના જેવા જ
થશે,અને કેટલાક તેમનાથી પણ વિલક્ષણ થશે.

વશિષ્ઠ કહે છે કે-બ્રહ્મા ના કલ્પ માં,આ અત્યારે હાલ ચાલતો ત્રેતાયુગ ૭૨ મો છે,
આવો જ ત્રેતાયુગ આગળ હતો (થઈ ગયેલો) અને હવે પછી પણ ત્રેતાયુગ થશે.
આમ,ત્રેતાયુગ,લોકો,તમે ને હું-પણ એવા ને એવા થઈશું.કે કોઈ સમયે બીજી રીતના પણ થઈશું.

અદભૂત કર્મ કરનારા અને બુદ્ધિમાન વિચારો વાળા આ વ્યાસ ના શરીરમાં જે જીવ છે તે,
અનુક્રમથી જોતાં,તેમનો આ દશમો અવતાર છે,તેમ કહેવામાં આવે છે.
હજી પણ આ વ્યાસને, આવા જ આઠ અવતાર ધરવાના છે.અને તે અવતારોમાં “મહાભારત”
નામનો ઇતિહાસ રચશે,ચાર વેદ ના વિભાગ કરીને,પોતાના કુળ ને પ્રખ્યાતિ માં લાવશે,અને
પછી બ્રહ્મા ની પદવી ભોગવી છેવટે વિદેહ મુક્તિ પામશે.
(આ પ્રમાણે નું વ્યાસ નું વર્ણન છે,અને એટલે તે વિદેહમુક્ત  થયા નથી,એમ કહેવા નો મતલબ છે)

આ હાલના વ્યાસજી,શોક તથા ભય વિનાના છે,શાંત છે,સુખ-રૂપ છે,ને ભેદની કલ્પનાઓથી રહિત છે,
મન ને વશમાં રાખવા વાળા તે “જીવન-મુક્ત” છે.
(જીવન-મુક્ત અને વિદેહ-મુક્ત નો તફાવત આગળ ના પ્રકરણ માં આવશે)

જેવી રીતે ધાન્ય ને એક પાલીમાં ભરવામાં આવે અને પછી તેને જમીન પર ખાલી કરી તે જ,
પાલી ફરીથી ભરવામાં આવે તો પહેલાં જે અનુક્રમથી ધાન્ય પાલી માં ગોઠવાયેલું હતું –
તે જ અનુક્રમ થી તે ધાન્ય,ફરી પાછુ કદી પણ ગોઠવી શકતું નથી,તેની ગોઠવણી માં ફેરફાર થઇ જાય છે,
તેવી રીતે,પ્રાણી ઓનો સમૂહ,પણ,અનેક જન્મો માં અનેક ફેરફાર પામે જ જાય છે.
“પરમાત્મા-રૂપી” સમુદ્રમાં,વારંવાર ઉઠતા “સૃષ્ટિ-રૂપી” તરંગો,કોઈ સમયે એવા ને એવા તો-
કોઈ સમયે,જુદા જુદા આકારોથી પણ ગોઠવાય છે.
આવી સૃષ્ટિઓમાં જે “બ્રહ્મ-વેતા” (બ્રહ્મ ને જાણનાર) “જીવનમુક્ત” હોય છે,
તે સમ-ચિત્ત વાળો,ભેદ ની કલ્પનાઓથી રહિત,સ્વ-રૂપ માં નિષ્ઠા-વાળો અને (માયાના) આવરણ થી
રહિત થઈને “પરમ-શાંતિ-રૂપ”  અમૃત થી તૃપ્ત રહે છે.



     INDEX PAGE
      NEXT PAGE