Nov 19, 2014

પતંજલિના યોગસૂત્રો-37-Yogsutra of Patanjali-Gujarati

યોગી કહે છે કે-બંને સાચા છે.
"બુદ્ધિ" ની દ્રષ્ટિએ આપણે "બદ્ધ" છીએ અને "આત્મા" ની દ્રષ્ટિએ આપણે "મુક્ત" છીએ.
કાર્ય-કારણ ના સમગ્ર નિયમથી જે "પર" છે તે મનુષ્ય નું સાચું સ્વરૂપ-આત્મા કે પુરુષ- છે.
અને તે "પુરુષ" નું સ્વાતંત્ર્ય-એ બુદ્ધિ,મન-વગેરે જડ-પ્રકૃતિ ના "થરો" માં થઈને બહાર નીકળે છે.
એ તે "પુરુષ" નો પ્રકાશ છે કે -જે એ બધાં (મન-બુદ્ધિ-વગેરે) દ્વારા બહાર આવે છે.
(એટલે તે બુદ્ધિ -વગેરે પ્રકાશિત હોય તેમ દેખાય છે) પણ તે બુદ્ધિ- વગેરે ને પોતાનો પ્રકાશ નથી.

દરેક ઇન્દ્રિય નું મગજમાં એક આગવું કેન્દ્ર હોય છે.એવું નથી કે બધી ઇન્દ્રિયો નું એક જ કેન્દ્ર છે.
દરેક ઇન્દ્રિય એ જુદીજુદી છે.
આમ છે તો-તે ઇન્દ્રિયો ની સંવેદના નો સુમેળ (એક-વાક્યતા) કેવી રીતે અને ક્યાં થાય છે?

જો તે એક-વાક્યતા મગજમાં થતી હોત -તો આંખ-કાન-વગેરે ઇન્દ્રિયો -માટેનું એક જ કેન્દ્ર હોવું આવશ્યક
બનત.પરંતુ આપણે ચોક્કસ જાણીએ છીએ કે-દરેક ઇન્દ્રિય નું કેન્દ્ર -મગજ ની અંદર જુદુજુદું છે.
આમ હોવા છતાં મનુષ્ય એક જ વખતે જોઈ શકે છે અને સાંભળી પણ શકે છે -તેથી-
બુદ્ધિ ની પાછળ (કોઈ જગ્યાએ) એકતા હોવી જ જોઈએ.

બુદ્ધિ મગજ ની સાથે જોડાયેલી છે,પણ બુદ્ધિ ની પાછળ "પુરુષ" (આત્મા) રૂપી એક તત્વ રહેલું હોય છે.
કે જ્યાં આગળ વિવિધ સંવેદનો અને ઇન્દ્રિયોના અનુભવો એકઠા થાય છે.ને એક-રૂપ થાય છે.
"આત્મા" એ પોતે જ એક કેન્દ્ર છે કે જ્યાં,સઘળા જુદાજુદા અનુભવો,કેન્દ્રગામી થઇ ને  એકત્રિત થાય છે.
એ "આત્મા" મુક્ત છે અને એનું મુક્ત-પણું ક્ષણે ક્ષણે આપણને કહે છે કે-"તમે મુક્ત છો"

પણ થાય છે એવું કે-આપણે તે મુક્ત-પણા ને હર ક્ષણે -ભૂલ થી-બુદ્ધિ અને મન સાથે સેળભેળ કરી દઈએ છીએ.અને જેવા એ આત્મા ના સ્વાતંત્ર્ય ને બુદ્ધિમાં આરોપિત કરવામાં આવે-કે જે બુદ્ધિ સ્વતંત્ર નથી,
તે કહેશે કે-"આપણે મુક્ત નથી" અને આ રીતે "મુક્તિ અને બંધન" ની એક મિશ્રિત લાગણી પેદા થાય છે.

યોગી કે જે "મુક્તિ અને બંધન" નું વિશ્લેષણ કરીને તેમણે જુદા પાડે છે,અને તેથી તેનું "અજ્ઞાન" દૂર થાય છે,
અને તેને (આત્માનો) "અનુભવ" થાય છે.
તેને અનુભવ થાય છે કે-પુરુષ (આત્મા) મુક્ત છે,જ્ઞાન-સ્વ-રૂપ અને ચિન્મય છે.
અને આ "આત્મ-જ્ઞાન"  પાછું "બુદ્ધિ-તત્વ" દ્વારા પ્રગટ થઈને "સમજ-શક્તિ-રૂપ" બને છે-અને-એથી
તે "જ્ઞાન" એ "સમજ-શક્તિ-રૂપે" બદ્ધ (બંધન-વાળું) છે.

  • तदर्थ एव दृश्यस्यात्मा  (૨૧)
દૃશ્ય (પ્રકૃતિ) નું સ્વરૂપ -એ પુરુષ (આત્મા-દ્રષ્ટા) ને માટે જ છે  (૨૧)

પ્રકૃતિ ને પ્રકાશ નથી,જ્યાં સુધી પુરુષ રહેલો છે ત્યાં સુધી તે પ્રકાશ-રૂપે દેખાય છે.
જેમ ચંદ્રનો પ્રકાશ એ પ્રતિબિમ્બિત પ્રકાશ છે,તેમ પ્રકૃતિ નો પ્રકાશ પણ આત્મા નો ઉછીનો મળેલ પ્રકાશ છે.
યોગીઓ કહે છે કે-પ્રકૃતિ ના સઘળાં રૂપો એ પ્રકૃતિ પોતે જ બનાવે છે,પણ તે પોતાને માટે નહિ,
પણ,"પુરુષ" (આત્મા) ને મુક્ત કરવાના (રાખવાના) એક માત્ર -હેતુથી.

   PREVIOUS PAGE     
        NEXT PAGE       
     INDEX PAGE