Jul 30, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-568

બીજા વિદ્વાનો પણ એવા જ નિશ્ચયથી બ્રહ્મ-રૂપ થયા છે.વિષ્ણુ-પણ જે તે યોનિઓમાં અવતારો ધારણ કરે છે,તે છતાં નિશ્ચયને લીધે,અવતારો સંબંધી દુઃખોના સ્પર્શને પ્રાપ્ત થતા નથી.
એ નિશ્ચય જ "બ્રહ્મવેત્તાપણું" કહેવાય છે.સર્વદા સ્ત્રીની સાથે જ રહેનારા,સદાશિવ નો જે નિશ્ચય છે-
અને રાગથી રહિત રહેનારા બ્રહ્માનો પણ જે નિશ્ચય છે-તે નિશ્ચય તમને પ્રાપ્ત થાઓ.

રામ કહે છે કે-હે ગુરુ મહારાજ,એ મોટી બુદ્ધિ-વાળા વિષ્ણુ-આદિ ધીર લોકો-
જે નિશ્ચયથી શોક-રહિત થઈને રહ્યા છે-તે નિશ્ચય મને વિગત-વાર જણાવો.

વસિષ્ઠ કહે છે કે-જ્ઞેય (દેખાતા અને અનુભવતા સઘળા દૃશ્ય પદાર્થો) ને જાણી ચૂકેલા -
હે,મહાવીર રાજકુમાર,તમે એ લોકોના નિશ્ચય વિષે પૂછ્યું-તો તે વિષે હું સ્પષ્ટ રીતે કહું છું તે તમે સાંભળો.
એ લોકો નો નિશ્ચય-આ પ્રમાણે છે-

જે કંઈ અતિ-મોટા વિસ્તાર-વાળી-જગતની જે આ જાળ જોવામાં આવે છે-તે સઘળું નિર્મળ-બ્રહ્મ જ છે-
એમાં કશો સંશય નથી.જે ચૈતન્ય છે,જે બ્રહ્માંડ છે,જે પ્રાણીઓના સમૂહો છે-તે પણ બ્રહ્મ છે,
મિત્રો,બાંધવો,તને કાળ-પણ બ્રહ્મ છે,કારણકે-સઘળું બ્રહ્મ-અધિષ્ઠાનમાં કલ્પના-માત્રથી ઉભું થયેલું છે.
જેમ સમુદ્ર,તરંગોની રૂપે પોતામાં જ સ્ફુરે છે-તેમ બ્રહ્મ પણ તે તે પદાર્થો-રૂપે પોતામાં જ સ્ફુરે છે.
વળી,જે ગ્રહણ કરે છે કે જેનું ગ્રહણ થાય છે અને જે ભોગવે છે કે  જે ભોગવાય છે-તે બ્રહ્મ જ છે.

બ્રહ્મ પોતાની "માયા-શક્તિ" થી (અહી શક્તિ શબ્દ ખાસ સમજવા જેવો છે?!!)
અનેક વિવર્ત (એકને બદલે બીજાનો આરોપ થવો તે વિવર્ત-જેમ કે દોરડામાં સર્પ ની ભ્રાંતિ થવી) પામીને,
"જગત-રૂપે" જાણે વધ્યું હોય તેમ દેખાય છે.
જે મારો શત્રુ છે-તે પણ બ્રહ્મ છે અને હું પણ બ્રહ્મ છું,માટે જો મારા શત્રુથી મારું કોઈ અપ્રિય થાય-
તો તે અપ્રિય પણ બ્રહ્મ છે-તો પછી કોને કોનું-અને શું ખરાબ (અપ્રિય) કર્યું?

રાગ-આદિ અવસ્થાઓ (આસક્તિ) કે જે કલ્પિત છે-એટલે કે-સંકલ્પ નહિ કરવા માત્રથી તે નષ્ટ થઇ જાય છે-
તો તેમાં બ્રહ્મને કશું લગતું વળગતું નથી.બ્રહ્મ જ જો સર્વ જગત-રૂપે સ્ફુરે-તો પછી-સુખ-દુઃખ-પણું ક્યાંથી?
બ્રહ્મ-એ બ્રહ્મમાં જ તૃપ્ત છે-અને તે બ્રહ્મ બીજા કોઈમાં નહિ પણ બ્રહ્મમાં (પોતામાં) જ રહેલું છે.
"હું-રૂપ-બ્રહ્મ" પણ બ્રહ્મ માં જ સ્ફુરે છે-એટલે હું કોઈ બીજા-રૂપ નથી પણ બ્રહ્મ-રૂપ જ છું.
આમ છે-એટલે મારામાં રાગ-દ્વેષના વિકારોની કલ્પના શાથી હોય?  (એ કલ્પના જ ખોટી છે.)

"મરણ-રૂપી-બ્રહ્મ" એ યથેષ્ઠ-રીતે જો "દેહ-રૂપી-બ્રહ્મ" ને પ્રાપ્ત થાય-તો તેમાં દુઃખીપણું કેમ થાય?
દુખિયા-પણું તો રજ્જુમાં સર્પની ભ્રાંતિ જેવું છે.એટલે,
"દેહ-રૂપી-બ્રહ્મ"ને જો "સુખ-રૂપી-બ્રહ્મ" ને  પ્રાપ્ત થાય તો-"આ સુખ મને પ્રાપ્ત થયું"
એવી ખોટી કલ્પના શા માટે કરવી જોઈએ?
જેમ તરંગો એ હાલતા જળ સિવાય કશું નથી,તેમ "તું-પણા અને હું-પણા"માં
"સ્ફૂરણાત્મક બ્રહ્મ" સિવાય કશું નથી. જેમ,વાસ્તવિક રીતે જોતા જળમાં તરંગો છે જ નહિ,
તેમ વાસ્તવિક રીતે જોતાં-બ્રહ્મ માં "હું પણું કે તુંપણું" છે જ નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE