Sep 19, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-618

જેમ સોનું,એ મેલથી તાંબા જેવું લાગે છે,અને મેલ ધોવાઈ જતાં પાછું સોનું જ રહે છે,
તેમ,બ્રહ્મ-ચૈતન્ય,એ દેહાદિક ની ભાવનાથી જીવ-પણાને પ્રાપ્ત થાય છે,
અને તે ભાવના દુર થતાં,પાછું બ્રહ્મ-ચૈતન્ય-પણાને પ્રાપ્ત થાય છે.
"ચૈતન્યના સ્વ-રૂપ નું ભાન ભૂલી જવું" એ પ્રકારના અજ્ઞાનથી ખોટો સંસાર લાગુ પડે છે,
અને સ્વરૂપના જ્ઞાનથી એ ખોટો સંસાર શાંત થઇ જાય છે.

જયારે એ ચૈતન્ય,અવિદ્યા-પણાને લીધે,પોતાના અંદર મિથ્યા "ભેદ"ની ભાવના કરે છે,
ત્યારે તે અવિનાશી હોવા છતાં,પણ અહંતાને પામેલા જેવું થઈને-જાણે બગડી ગયું હોય તેવું થઇ જાય છે.
રૂપ-આદિ પદાર્થો ની જે સત્તા છે,તે ચૈતન્યની જ સત્તા છે,અને જે ચૈતન્ય છે તે સર્વદા નિર્મળ જ છે.
બે-પણું કે એક-પણું અજ્ઞાનથી થયું છે,એટલે એ જ્ઞાનથી જ લય પામે છે.

જેમ પ્રકાશની સત્તા-માત્રથી ક્રિયાઓમાં વ્યવહાર થાય છે,
તેમ,ચિત્તના સાક્ષીની સત્તા-માત્રથી,ચિત્તમાં તથા ઇન્દ્રિયો આદિમાં ચેતના થાય છે.
ચૈતન્ય પાસે રહે છે-ત્યારે વાયુ પ્રેરાય છે,તે વાયુ થી કીકીઓનું ચલન થાય છે,
અને તે કીકીઓમાં રહેલી દીપ્તિ (તેજસ-ઇન્દ્રિય) ચક્ષુ કહેવાય છે.

"અંતઃકરણ,ઇન્દ્રિયો અને વિષયો" એ ત્રિપુટીથી એકંદર-સામાન્ય-બોધ થાય છે,તે પરમ ચૈતન્ય જ છે.
ચામડી અને પવન-કે જેઓ જડ અને તુચ્છ છે,તેઓ,તેમની પાસે રહેલા,ચૈતન્યથી પ્રેરાઈને સમાગમ પામે છે.
એ ચામડી (ત્વચા) દ્વારા બહાર નીકળેલા અંતઃકરણથી,શીત-ઉષ્ણ-આદિ-દ્રવ્યો વ્યાપ્ત થતાં,
પદાર્થ ના આકાર-વાળી થયેલી મનોવૃત્તિને-કે જેને "સ્પર્શ-જ્ઞાન" કહેવાય છે.(કે જે ચૈતન્ય જ છે)

પાસે રહેલા પવનનો અને ઘ્રાણેન્દ્રિયોનો સંબંધ થતાં,ઘ્રાણ દ્વારા બહાર નીકળેલા અંતઃકરણથી,
ગંધ-વાળાં દ્રવ્યો પ્તાપ્ત થતાં,ગંધના આકાર વાળી થયેલી મનોવૃત્તિ,કે જે "ગંધ-જ્ઞાન" કહેવાય છે.
પરમ ચૈતન્યથી પ્રેરાયેલા પવનનો અને શ્રોત્રેન્દ્રિય નો સંબંધ થતાં,શ્રોત્ર દ્વારા બહાર નીકળેલ અંતઃકરણથી,
શબ્દનો વિષય પ્રાપ્ત થતાં,શબ્દના આકાર-વાળી થયેલી મનોવૃત્તિ,કે જે "શબ્દ-જ્ઞાન" કહેવાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE