Oct 28, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-649

જેમ સઘળું જગત,એ જુદીજુદી સત્તાઓ-રૂપે નથી,પણ એક-સત્તા-રૂપે છે,તે એક-સત્તા-રૂપ અને સર્વનું આધાર-તત્વ,એ (બ્રહ્મ)-
આકાશથી પણ અધિક સ્વચ્છ છે,અંત વગરનું છે અને "વ્યવહારિક સત" થી વિલક્ષણ છે.


બ્રહ્મ-માં સંપૂર્ણ શાંતિ ન મળવાને લીધે (એટલે કે બ્રહ્મને પામવામાં કંઇક વિક્ષેપ હોવાને લીધે)
પાતળી (કંઇક ઓછી) વિદ્યા-વાળા-કહેવાતા શિષ્યોને,
--મુક્ત કરવાની ઈચ્છા ધરાવનારા--જગત અને શુદ્ધ તત્વના વિચાર-રૂપ-કલંકથી મુક્ત મન-વાળા--
પરમ-અર્થ (પરમાર્થ)ની પાસેના જીવન-મુક્તના માર્ગમાં રહેનારા--આત્માનું ચિંતન કરનારા--
બ્રહ્મા-વગેરે લોકપાલો અને મહાત્મા પંડિતોએ--

"શાસ્ત્રનાં વાક્યોની તથા અર્થોની રચના ને માટે -
અને-વેદોના તથા વેદ-સંબંધી સિદ્ધાંત-ગ્રંથો ના સાર્થક-પણાને માટે,
કોઈ પણ જાતના "નામો" વગરના "આત્મા"માં
"આત્મા-પરમાત્મા-ઈશ્વર-બ્રહ્મ-શિવ-ચિત્ત" વગેરે જુદાં જુદાં નામો "કલ્પેલાં" છે.

હે વસિષ્ઠ મુનિ,આ રીતે જે બ્રહ્મ-તત્વ-
આકાશ-આદિ-પદાર્થોના આરોપના -અધિષ્ઠાનરૂપ હોવાને લીધે-જગત-રૂપ  છે,
ત્રણે અવસ્થાઓના (શરીર ના) આરોપના અધિષ્ઠાન-રૂપ હોવાને લીધે-આત્મ-તત્વ-રૂપ છે,
અને સર્વદા સઘળા પ્રકારોથી,સઘળી વસ્તુઓના સઘળા ભાવોનો નિર્વાહ કરનાર છે-તે-
"તમે પોતે જ છો" એમ નિશ્ચય કરીને સુખી રહો.

પ્રાચીન બ્રહ્મવેત્તાઓએ,આત્મા-પરમાત્મા-બ્રહ્મ-પરબ્રહ્મ-શિવ-વગેરે શબ્દોથી (કેવળ કલ્પના કરીને)
ભિન્નતા રચેલી છે,પણ વાસ્તવિક રીતે "સ્વ-રૂપ" માં ભેદ નથી.
જે પુરુષ આવા પ્રકારનું દેવાર્ચન કરે,તે વિદ્વાન પુરુષ,
જે "પરમ-પદ" માં આપણે (સદાશિવ-વસિષ્ઠ) વગેરે પણ સેવક જેવા છીએ તે પરમ-પદને પામે છે.

વસિષ્ઠ કહે છે કે-હે સદાશિવ,આ જીવ-પણું તથા જગત-પણું,એ બ્રહ્મા વિદ્યમાન ન હોવા છતાં,પણ,
વિદ્યમાન જેવું થઈને રહેલ છે-તે શી રીતે રહ્યું છે? એ વિષે મને સંક્ષેપમાં કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE