Oct 20, 2011

નિર્વિચાર અવસ્થા




અડધી રાતે જયારે ચારે બાજુ અંધારું હોય છે ત્યારે દુરનો કે નજદીક નો
નાના માં નાનો અવાજ સાંભળી શકાય છે.

અને તે સમય નું જો બરોબર નિરિક્ષણ કે અવલોકન  કરીએ તો-
તે નાના માં નાનો અવાજ જયારે સંભળાય છે ત્યારે આપણા મન માં કોઈ જ
બીજો વિચાર હોતો નથી.

આપણી બધી જ ઇન્દ્રીઓ ની- શક્તિ- આપણે તે અવાજ ક્યાંથી ,કેવો અને શેનો
આવે છે તેમાં લગાડી દઈએ છીએ.\

આમ ઇન્દ્રીઓ ની બધી જ શક્તિ માત્ર સાંભળવાના કામ માં લાગે છે ત્યારે
પૂરી એકાગ્રતા થાય છે.

જેને નિર્વિચાર અવસ્થા પણ ગણી શકાય.
કેમ કે
તે વખતે ભૂતકાળ ની માન્યતાઓ કે ભવિષ્ય ની ગણતરી નો કોઇજ -વિચાર-
હોતો નથી.

પછી જે બને છે
તે અવાજ નું -અર્થઘટન ---અને તેને અનુસરી ને થતું કર્મ .......

આપણા ભૂતકાળ ના અનુભવ જ્ઞાન ને આધારે આપણે તે અવાજ ને ઓળખીએ છીએ.
અને નક્કી થાય કે તે કોઈ પ્રાણી કે મનુષ્ય ના પગલાં નો કે બીજો કોઈ અવાજ છે.

રૂમ માં સુતા હોઈએ તો --ડરવા જેવું હોય એવું નક્કી થાય તો -
બારણું બંધ કરવું -તે -કર્મ- છે.

આ આખી પ્રક્રિયા એટલી બધી ઝડપી છે કે તેને ઊંડા આંતરિક -નિરિક્ષણથી જ
સમજી શકાય.બીજી કોઈ રીત નથી.

માત્ર સાંભળવું  અને ધ્યાન થી સાંભળવું એ બંને વચ્ચે નો ભેદ સમજીએ -- .

 --માત્ર સાંભળવું -એ પ્રક્રિયા માં
   કોઈ વસ્તુ સમજવાની કે તેનો અર્થ કરવાની અને તેને ભૂતકાળના
   અનુભવ જ્ઞાન ની સાથે કસવાની -વગેરે ઘણી બધી પ્રક્રિયા ઓ
  એક સાથે ચાલતી હોય છે.
--ધ્યાન થી સાંભળવું -એ પ્રક્રિયા માં આમાંનું કંઈજ હોતું નથી.

ટૂંક માં ધ્યાન થી સાંભળવા ની પ્રક્રિયા વખતે નિર્વિચાર અવસ્થા પેદા થાય છે.
જે બહુ જ થોડા પળ પુરતી જ હોય છે.

લગભગ આવીજ રીતે કોઈ વસ્તુ નું ધ્યાન થી અવલોકન કે નિરિક્ષણમાં
(બાહ્ય કે આંતરીક)થાય છે.

ઘણી વખત આપણે એટલા મશગુલ હોઈએ છીએ ત્યારે કોઈ બાજુમાંથી પસાર થાય
તો પણ ખબર પડતી નથી.કે કોઈ કશું બોલે તો પણ સંભળાતું નથી.

આવો અનુભવ આપણા ઘણા બધાને હોયછે.

એ પળો એવી હોય છે કે આપણી બધીજ ઇન્દ્રિઓ ની શક્તિ કશાક એક
વસ્તુ કે વિચાર પર કેન્દ્રિત થઇ જાય છે.
અને જાત ને વિસરી જઈએ છીએ.

એક એવી નિર્વિચાર અવસ્થા માં પહાંચી જવાય છે કે
-મન કોઈ કામ કરતુ નથી --કોઇજ વિચાર ઉદભવતો નથી--
--કોઈ જ અર્થઘટન થતું નથી--ઇન્દ્રીઓ મન માં કંઈજ વૃતિઓ કે
હલન ચલન પેદા કરી શક્તિ નથી --
-મન પ્રશાંત (તરંગ વિહીન) થાય છે .

અને એક અપાર આનંદ અને જેની કશાજ જોડે સરખામણી ના થઇ શકે તેવું
સુખ પેદા થાય છે  જેનું વર્ણન શબ્દોથી થઇ શકે જ નહી.

આમ જોવા જઈએ તો ------
ઉપરનાં બંને પ્રસંગો વખતે-
ધ્યાનથી સાંભળવાની અને ધ્યાન થી અવલોકન કરતી વખતે --
પળો માટે આપણે અપાર સુખ નો અનુભવ કરી લઈએ છીએ.

મજાની વસ્તુ તો એ છે કે આ કોઈ -પ્રક્રિયા - નથી .
સહજતા થી ઉદભવી  જાય છે.

ટૂંકા માં -
આ સહજતાથી ઉદભવતી સુખ ની ક્ષણો કાયમી નથી .
તો
પ્રશ્ન એ થાય કે તેને કાયમી કેમ કરી બનાવી શકાય?

ઉપર જોયું તેમ -શરીર,મન અને ઇન્દ્રીઓ -એક એકાગ્રતા ની
સંવાદિતા એ પહોંચી સુખ નું પ્રદાન કરે છે.
પણ આજુ બાજુનું વાતાવરણ જો આ સંવાદિતા માં સાથ ના પુરાવે તો
તરત જ  તે સુખ વિદાય લે છે.

પણ જો કોઈ એવી સ્થિતિ થાય અને મન,બુદ્ધિ અને ઇન્દ્રીઓ એક- મેળ થી
નિર્વિચાર અવસ્થા માં રહે તો
વાતાવરણ ને સંવાદિત થવું પડે છે.

કોઈ સંજોગો માં આ વાતાવરણ સંવાદિત થઇ જાય તો
પ્રશાંત મન -કે પરમાનંદ ની અવસ્થા કાયમી થઇ જાય છે.

અને આ કાયમી અવસ્થા થયા પછી આ પ્રશાંત મન ને કોઈ જ
આધાર ની જરૂર પડતી નથી.અને
કોઈ પણ જાતની વિસંવાદિતા થાય તો તેની કોઇજ
અસર થતી નથી.

આમ શરૂઆતમાં વાતાવરણ ની સંવાદિતા સર્જવી જરૂરી હોય છે.
પણ પાછળ થી એની જરૂર રહેતી નથી.

બીજા વિકલ્પો માં
જુદા જુદા યોગો કે જે ગીતા માં બતાવ્યા છે.
તે જ્ઞાનયોગ-કર્મયોગ-ભક્તિયોગ
આવી સંવાદિતા સર્જવામાં સહાયક થાય છે.