Dec 31, 2011

કબીર ના દોહા-અને ભજન

જનમ તેરો બાતોં મેં બીત ગયો,રે તુને કબહું  ન કૃષ્ણ કહ્યો,

પાંચ બરસ કા  ભોલાભાલા,અબ તો બીસ ભયો,
મકર-પચીસી માયા કારણ દેશ-બિદેશ ભયો,

તીસ બરસ કી અબ મતિ ઉપજી,લોભ ચડે નિત નયો,
માયા જોડી- લાખ-કરોડી,અબહું ન તૃપ્ત ભયો.

વૃદ્ધ ભયો તબ આલસ ઉપજી,કફ નિત્ય કંઠ રહ્યો,
"સંગતિ "કબહું ન કીની તુને,બિરથા જનમ ગયો,

એ સંસાર મતલબકા-લોભી-ઝૂઠા ઠાઠ રચ્યો,
કહત કબીર,સમજ  મન મૂરખ,તું ક્યૂં ભૂલ ગયો.
----------------------------------------------------------------------------
સાહેબ તેરી સાહેબી, સબ ઘટ રહી સમાય.
જ્યો મેંદી કે પાન મેં, લાલી રહી છીપાય.

પરમાત્મા (સાહેબ) એ ચૈતન્ય રૂપે (સાહેબી) દુનિયાના દરેક તત્વ માં (ઘટ માં)
દેખી ના શકાય તે રીતે રહેલો છે.
જેવી રીતે મેંદી  પાન બહારથી લીલું દેખાય છે, પણ તેનો લાલ રંગ દેખાતો નથી.
(લાલ રંગ-- મેંદી માં પ્રગટ રૂપે નથી,છુપાયેલો છે.)

સબ ઘટ મેરા સાંઈ હૈ,ખાલી ઘટ ના કોઈ.
બલિહારી વા ઘટ કી,જા ઘટ પરગટ હોય.

દુનિયાના દરેક તત્વ માં (ઘટમાં) પરમાત્મા નું ચૈતન્ય (સાઈ) વિલસી રહ્યું છે.
એવી કોઈ જગ્યા -ભલે તે જડ હોય કે ચેતન હોય -બાકી નથી કે -
જ્યાં પરમાત્માનું ચૈતન્ય નથી.
જેમ મેંદી ના પાન ને પીસીએ ત્યારે તેનો લાલ રંગ પ્રગટ થાય છે-
તેજ રીતે આ ચૈતન્ય ને -કે જે શરીર માં આત્મા રૂપે સંતાઈ રહેલું છે- તેને-
અથાગ મહેનત કરી ને -કોઈ પણ  સાધન કરી ને પ્રગટ કરવાનું છે.
અને જો એ આત્મ તત્વ ને જાણી જવાય (કે પ્રગટ કરી શકાય)
તો તેના જેવું જગતમાં પામવા જેવું બીજું કશું નથી.
પરમાત્માની કૃપા (બલિહારી) સિવાય -આ અપ્રગટ આત્માને પ્રગટ કરવો શક્ય નથી.
અને પરમાત્મા ની કૃપા (બલિહારી) કોઈ પણ સાધન (ભક્તિ-જ્ઞાન-કર્મ-વગેરે) વગર શક્ય નથી.

જ્યોં તલ મેં હી તેલ  હૈ,જ્યોં ચકમક મેં આગી.
તેરા સાઈ  તુજ મેં હૈ,જાગી શકે તો જાગી.

જેવી રીતે તલ ની અંદર તેલ છુપાયેલું છે -(જ્યાં સુધી તલ પિસાય  નહિ ત્યાં સુધી તેલ નીકળતું નથી )

જેવી રીતે ચકમક ના બે પથ્થરો મા અગ્નિ છુપાયેલો છે
(જ્યાં સુધી સામસામા ના ઘસાય ત્યાંસુધી અગ્નિ દેખી શકતો નથી),

તેવી જ રીતે-
પ્રભુ તારી અંદર(શરીરમાં) છુપાયેલો છે. જો તેને  તારાથી  જગાડી શકાય તો-જગાડ.(ખોળી કાઢ)

(શરીર મા રહેલા -પ્રભુ ને ખોળવાનો છે)
-જેમ તલને પીસવા પડે તો જ તેલ દેખાય-અને જેમ પથ્થર ને સામસામા ઘસવા પડે તોજ અગ્નિ દેખાય-
-જેમ છુપાયેલી વસ્તુ ને ખોળવા -મહેનત કરવી પડે છે.તેમ --
પ્રભુ ને ખોળવા -કોઈ સાધન કરવાનું છે.
પ્રભુ તો છે જ-પણ અજ્ઞાન ના અંધારા તળે -છુપાયેલો છે. માત્ર જ્ઞાન નું અજવાળું થાય તો પ્રભુ દેખાઈ જાય
ઉલટિ સમાના આપ મેં પ્રગટી જોતિ અનંત,
સાહબ સેવક એક સંગ ખેલેં સદા બસંત.

બહાર ભટકતો એવો હું -જયારે -
ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં સમાઈ ગયો
એટલે અનંત-ચૈતન્ય ની દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ.
પછી પરમાત્મા (સાહબ) અને   આત્મા (સેવક)  એકબીજામાં સમાઈ ગયા.  
અને સદાયે સાથે જ રમણ કરતા થઇ ગયા. (વસંત ખેલતા થઈ ગયા).

જોગી હુઆ ઝલક લગી -મિટિ ગયા ખેચાતાન,
ઉલટિ સમાના આપ મેં હૂઆ બ્રહ્મ સમાન.

પરમાત્મા  (બ્રહ્મ)ને પામવા જોગી બન્યો.(સાધન કર્યું) અને
બહાર ભટકતો એવો હું -જયારે
ઊલટો ફરીને-અંતર્મુખ થઈને સ્વ-રૂપમાં (આત્મામાં)સમાઈ ગયો
અને આત્મા અને પરમાત્મા (બ્રહ્મ) જેવું ઐક્ય થયું -ત્યારે
પરમ તત્વની ઝાંખી  થઇ  હું પોતેજ બ્રહ્મ થઇ ગયો.
સઘળી  ખેંચતાણ ટળી ગઈ. (બધા જ સંશયો ટળી ગયા- અને હવે પરમાત્મા ની ખોજ નો અંત થયો)  

સુરતિ સમાની નિરતિ મેં અજપા માહી જાપ,
લેખ સમાના અલખમેં આપા માહીં આપ.

સાંસારિક પ્રવૃત્તિઓ   (સુરતિ)
પરમાત્મા ને પામવાને લીધેલી નિવૃત્તિ માં (નિરતી) સમાઈ ગઈ,
અને આ નિવૃત્તિમાં કરાતા-  માળા ના  સ્થૂળ જાપ
અંતરમાં  શ્વાસે -શ્વાસે ચાલ્યા કરતા (અજપા-જાપ) અખંડ જપમાં વિલીન થઈ ગયા.

અને હવે તો જીવનમાં જેટલા  શ્વાસોશ્વાસ લેવાના વિધાતાએ લેખ લખ્યા છે-
તે શ્વાસોશ્વાસ પણ પરમાત્મામાં (અલખમાં) વિલીન થઇ ગયા છે.

અને હવે તો હું પોતે (આપ)- હે પરમાત્મા - આપમાં જ સમાઈ ગયો છું.

(લક્ષ્યમાં આવતું દ્રશ્ય અલખમાં સમાઈ ગયું અને દ્વૈતની ભ્રમણા તૂટી અને અદ્વૈત સિદ્ધ થઈ ગયું.)

લાલી મેરે લાલકી જિત દેખોં તિત લાલ,
લાલી દેખન મૈં ગઇ મૈ ભી હો ગઇ લાલ.

મારા પ્રભુની લીલા એવી છે કે હું જ્યાં જોઉં ત્યાં મને લાલ- તેની લીલા જ  દેખાય છે.
આ લાલીને હું જોવા ગઇ તો હું પોતે લાલ થઈ ગઈ……(હું પોતે જ બ્રહ્મ થઇ ગયો -અહંબ્રહ્માસ્મિ)જો જન બિરહી નામ કે સદા મગન મનમાંહિં,
જ્યોં દરપન કી સુંદરી કિનહૂં પકડી નાહિં.

પ્રભુ-વિયોગમાં તડપતા સર્વકોઈ સદાયે અંતર્મુખ થઈને મનમાં જ તલ્લીન રહે છે.
દર્પણમાં દેખાતી સુંદરીને જેમ કોઈ પકડી નથી શકતું
તેમ આવા વિરહીને કોઈ પામી નથી શકતું.

ચીંટી ચાવલ લૈ ચલી બિચમેં મિલ ગઈ દાર,
કહ કબીર દોઉં ના મિલૈ એક લે દૂજી ડાર.

કીડી [ જીવ ] ચોખાનો દાણો [ આત્મતત્ત્વ ] લઈને ચાલી નીકળી.
રસ્તામાં એને દાળનો દાણો [ રંગીન સંસાર ] મળી ગયો.
કબીર કહે છે કે બંનેને એક સાથે રખાય તેમ નથી.
એટલે એક લેવું હોય તો બીજું મૂકી દેવું પડે.

મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,
મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત

માણસનું મન જયારે તેના ઉપર સવાર  થઇ જાય છે..
ત્યારે તેને પીડા સિવાય બીજું કશું મળતું નથી.

પરંતુ જે માનવી પોતે મન પર સવાર થઇ શકે,
(મનનો ગુલામ નહીં.મનનો માલિક બની શકે)

એવા- વીર-કે-સંત તો કોઇ વિરલ જ હોય છે.

દિલ મેં હી દીદાર હૈ,બાદ બકે સંસાર.
સતગુરુ દર્પણ શબ્દ કા,રૂપ દીખાવન હાર.

જયારે સદગુરુ માં પરમાત્મા ના દર્શન થયાં ત્યારે દુનિયા જીતી લીધી હોય તેવો આનંદ થયો.
અને આ અનુભવ તો આંખોથી જોઈ સહાય તેવો હતો, એટલે તેવું શબ્દ થી વર્ણન પણ કર્યું,

પણ આજે જયારે મારામાં ,મારા અંતરમાં (દિલમાં) જયારે પરમાત્મા ના દર્શન (દિદાર) થયાં છે,
ત્યારે “મને ગુરુમાં પરમાત્માનાં દર્શન થઇ ગયા છે “ એવી જે જીત હું માનતો હતો તે ,
તે હાર માં બદલાઈ ગઈ છે.હવે દુનિયાને જે કહેવું હોય તે કહે.

બીજી રીતે કહીએ તો-ગુરુ એ શબ્દ થી જે પરમાત્માનું વર્ણન કર્યું હતું-તે
પરમાત્મા ના આજે મારામાં-મારા અંતરમાં દર્શન થયા છે.હવે દુનિયાને જે કહેવું હોય તે કહે.
અને જ્યારે પરમાત્માના દર્શન થાય છે-ત્યારે -અહમ ની મોટી હાર છે.

મન મથુરા દિલ દ્વારકા,કાયા કાશી જાન.
દસો દ્વાર કા દેહરા,તામે જ્યોતિ પહેચાન.

કાશી ના મદિર રૂપી શરીર માં મન એ મથુરા નું મંદિર છે,દિલ એ દ્વારકાનું મંદિર છે,
આવીજ રીતે શરીર ના દસ દ્વારો ઉપર એક એક મંદિર આવેલું છે.
અને આ બધા જ મંદિરો માં રહેલ દીવાની એક જ્યોતિ સ્વરૂપ પરમાત્મા રહેલા છે.
અને એ પરમાત્માને ઓળખવાના છે.

બીજી રીતે કહીએ તો- શરીર માં રહેલ એક પ્રકાશમય-જ્યોતિ સ્વરૂપ -આત્મસ્વરૂપ
પરમાત્મા ને ઓળખવાનાં છે.


જેવા ઘટ તેવી મતી,ઘટ ઘટ ઓર સ્વભાવ.
જા ઘટ હાર ન જીત હૈ,તે ઘટ પીર સમાન.

મનુષ્ય ની ઓળખાણ તેની બુદ્ધિ થી થાય છે. દુનિયા માં ભાત ભાતની બુદ્ધિ વાળા મનુષ્યો જોવા મળે છે.
દરેકે દરેક ની બુદ્ધિ  જુદી જુદી ચાલે છે.
આ બુદ્ધિ થી દ્વંદ (સુખ-દુઃખ,હર્ષ-શોક) ઉભા થાય છે અને મનુષ્ય સુખી કે દુખી બને છે.
પણ જે મનુષ્ય આવા દ્વંદોથી પર થાય છે.
એટલે કે હાર  અને જીત બંને ને સરખા માને છે-તે મનુષ્ય મહાત્મા છે.

આજ કહું સો માનીએ, લખો વચન હમાર.
દુબધા દુરમતી છોડ કે,ચિન્હો બસ્તું હમાર.

આજે હું જે કહું છું-તે તમે માનો, અને મારું વચન  તમે લખી  લો, કે.-
જિંદગીમાં થી દ્વિધા (દ્વંદ) ને છોડી દો, અને સમતા થી જિંદગી જીવો.
આ દ્વંદ બુદ્ધિ -(બે તરફ ચાલતી બુદ્ધિ) એ સદબુદ્ધિ નથી પણ દુર્બુદ્ધિ છે.
અને આ દુર્બુદ્ધિ જિંદગીમાં પતન લાવે છે.

આદિ મુલ સબ આપ મેં,આપહી મેં સબ હોય.
જ્યો તરુવર કે બીજ મેં,  ડાલ પાન, ફૂલ હોય.

હે પ્રભુ, આ સંસારનું આદિ મૂળ આપ જ છો,
આપના માં જ આ સંસાર ની હરેક વસ્તુ સમાયેલી છે,

જેમ મોટા ઝાડનું બીજ હોય ,તેમાં તેની ડાળ ,પાન, ફૂલ -વગેરે સમાયેલાં હોય છે.
તે ભલે બીજ માં ન દેખાય,પણ પોષણ મળતા તે જ બીજ મહાન વૃક્ષ બને છે.


આપ  ભુલાવે આપ મેં, આપુ ન ચિહ્નનૈ આપ.
ઓર હૈ તો પાઈએ, યહ તો આપ હી આપ.

હે,પ્રભુ, જયારે હું મારી જાતને (આપ ને)  તમારામાં (આપ--નામાં) ઓગાળી દઉં છું,
ત્યારે મારી જાત (આપ) ભૂલાઈ જાય છે, મારી જાત (આપ) નું નામોનિશાન બાકી રહેતું  નથી,
અને જયારે આમ થાય છે ત્યારે -બીજું શું પામવાનું બાકી રહે ?
હું-તમે થઇ ગયો અને તમે હું થઇ ગયા. બંને જયારે એકાકાર થયા છે.
તો ચારે બાજુ જ્યાં દ્રષ્ટિ જય ત્યાં તમે (આપ ) જ છો.

લિખા લિખી કી હૈ નહિ,દેખા દેખી બાત.
દુલ્હા દુલ્હન મિલ ગયે,ફીકી પડી બારાત.

પ્રભુ આપના દર્શન થયા, આપને દેખાયા, -તે દેખા-દેખીની વાત -કઈ લખવાની -લિખા-લિખીની વાત નથી.
કે જે લખી ને સમજાવી શકાય

પરમાત્મા રૂપી -દુલ્હા- જોડે -મારું -(દુલ્હન) -મિલન થઇ ગયું છે.(લગ્ન થઇ ગયું છે)
અને આ મિલન ના પ્રકાશ આગળ-આ મિલન ના ઉત્કૃષ્ટ સ્વાદ આગળ
દુનિયા -પ્રભુ જોડે આવેલી -પ્રભુ ની બારાત-ફીકી છે.સંસાર ફીકો છે.


સાંઈ  ઇતના દીજિયે,જામે કુટુમ્બ સમાય.
મેં ભી ભૂખા નાં રહું,સાધુ ન ભૂખા જાય.

હે,પ્રભુ,મહેરબાની કરીને મને વધુ પડતું ન આપતા,
મને માત્ર એટલું જ આપજો,કે જેનાથી કુટુંબ નું ,મારું અને
આંગણે આવેલા સાધુ નું ભરણપોષણ થાય.

એસી વાણી બોલીએ,મન કા આપાખોય.
ઓરન  કો શીતલકરે,આપ હું શીતલ હોય.

એવી વાણી બોલો કે જેનાથી પોતાનું મન ઉદ્વિગ્ન ન થાય,
અને જે વાણી થી બીજાને પણ અનાદ મળે અને પોતાને પણ આનંદ (શીતળતા) મળે.

દુખ  મેં સુમિરન સબ કરે,સુખ મેં કરે ન કોય.
જો સુખ મેં સુમિરન કરે,દુખ કાહે કો હોય.

જીવન માં દુઃખ આવે ત્યારે  બધા ભગવાન ને યાદ કરવા માંડે છે,
પણ  જીવન માં સુખ હોય ત્યારે કોઈ જ ભગવાન ને યાદ કરતુ નથી.

પણ જો સુખ માં ભગવાન ને ભજવામાં આવે -યાદ રાખવામાં આવે તો
દુઃખ આવે જ ક્યાંથી ?

પ્રભુજી ,મૈ  તો આપ હી આપ ભુલાયા,
દેશ બિદેશ બહુત દિન ભટકયા, અપને ઘર નહિ આયા.

હે પ્રભુ, મેં મારી જાત થી જ (આપ થી જ) તમને (આપને ) ભુલાવી દીધા છે,
અને તમને ખોળવા માટે બહાર હું બહુ ભટક્યો.
પણ આપ જે મારી અંદર -આત્મા રૂપે વિરાજેલા છો, ત્યાજ મેં તમને  ખોળ્યા નહિ.

કહેવાનો મતલબ એવો છે-કે- મનુષ્ય પ્રભુ ની ખોજ બહાર કરે છે,
પણ જો પોતાની ભીતરમાં રહેલ આત્મતત્વ ની ખોજ કરે તો પ્રભુ દૂર નથી.
 
સુમિરન લગન લગાઈકે-મુખસે કચુ ના બોલ,
બાહર કે પટ બંધ કર લે,ભીતર કે પટ ખોલ,

પ્રભુના નામનું સ્મરણ અને પ્રભુને પામવાની લગન લાગવી જોઈએ.
બુદ્ધિ ને બહાર ભટકતી અટકાવી ને અંદરની બાજુ વાળવાથી,
અંદર ના પટ ખુલી જાય છે અને આત્મ તત્વ ના દર્શન થાય છે.

માળા ફેરત જગ હુઆ,ગયા ના મન કા મેલ
આશકા ,મણકા છોડ દે, મન કા મણકા ફેર.

હાથમાં માળા ફેરવી ફેરવી વર્ષો વીતી જાય છે,પણ પ્રભુના દર્શન થતાં નથી,
કે મન નો મેલ દૂર થતો નથી, બુદ્ધિ સુધારતી નથી.
આ આરતી (આશ્કા) અને માળા ને છોડી દે,
અને પોતાના મન ને સુધાર

..................................................................................................................

મો કો કહાં ઢૂંઢો બંદો, મૈં તો તેરે પાસ મેં;

(પરમાત્મા કહે છે-મને ક્યાં શોધે છે ? હું તો તારી પાસેજ (આત્મારૂપે) છું)


ના મૈં બકરી, ના મૈં ભેડી મેં, છુરી ગંડાસા મેં;
નહીં ખાલ મેં, નહીં પોંછ મેં; ના હડ્ડી ના માંસ મેં;
ના મૈં દેવલ, ના મૈં મસજિદ, ના કાબે કૈલાસ મેં;

(નથી -હું કોઈ પ્રાણી કે મનુષ્ય રૂપે,કે નથી હું કોઈ એક ચોક્કસ સ્થાન માં)

મૈં તો રહો સહર કે બહાર, મેરી પુરી મવાસ મેં;
કહે કબીર સુનો ભાઈ સાધો,

(હું બધાની બહાર-એક નિરાકાર સ્વરૂપે સર્વત્ર રહેલો છું)

(મૈ) સબ સાંસો કી સાંસ મેં;

(અને સર્વ -જીવો જે -હરેક ક્ષણે શ્વાસ લઇ જીવી રહ્યા છે-તેમનો હું શ્વાસ છું
તેમણે શ્વાસ લેવાની શક્તિ આપનાર હું છું)

મો કો કહાં ઢૂંઢે બન્દે, મૈં તો તેરે પાસમેં;

(મને ક્યાં શોધે છે-આ તો હું રહ્યો તારી પાસે જ-તારા શ્વાસ રૂપે-
તને શ્વાસ લેવાની શક્તિ આપનાર તરીકે)

ના તીરથ મેં, ના મૂરત મેં, ના એકાન્ત નિવાસ મેં,
ના મન્દિર મેં ના મસ્જિદ મેં, ના કાશી કૈલાસ મેં,
ના મૈં જપ મેં ના મૈં તપ મેં, ના મૈં બરત ઉપાસ મેં,
ન મૈં ક્રિયા કર્મ મેં રહતા, નહી યોગ સન્યાસ મેં,
નહીં પ્રાણ મેં નહીં પિણ્ડ મેં, ન બ્રહ્માણ્ડ અકાશ મેં,
ના મૈં ભ્રુકુટી ભંવરગુફા મેં,    

(મારું કોઈ એક નિશ્ચિત સ્થાન નથી,જગતની કોઈ એવી ચીજ નથી જેમાં હું રહેલો નથી
અને તેમ છતાં હું સીધે સીધો તેમાં રહેલો નથી -પણ.
દૂધ માં જેમ માખણ રહેલું છે-તેમ હું સર્વ માં રહેલો છું)

(મૈ) સબ શ્વાસન કી શ્વાસ મેં,

(હરેક ક્ષણે જીવો જે શ્વાસ લઇ રહ્યા છે-તેમનો હું શ્વાસ છું-તેમના શ્વાસ ની હું શક્તિ છું)

ખોજી હોય તુરત મિલિ જાઉં, એક પલ કી હિ તલાસ મેં,
કહહિં કબીર સુનો ભાઈ સાધો,

(મને કોઈ ખરેખર ખોળવા નો પ્રયત્ન કરે અને -એક ક્ષણ માટે પણ જો તલાશ કરે તો -
હું મળી જાઉં તેમ જ છું)

મૈં તિ હૂં વિશ્વાસ મેં.

(જો મારામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી -જો મારી પાછળ પડી ને
મને ખોળે તો-મારા વિષે વિચારે તો--હું ત્યાંજ -તેમની પાસે જ છું.

શ્વાસ લેવાની શક્તિ તને કોણ આપે છે ?
તારા શ્વાસ નો  શ્વાસ -એટલે કે -

જીવ જીવે છે-શ્વાસ ની શક્તિ થી,અને જીવ ને શ્વાસ લેવાની જે શક્તિ આપે છે-
તે શ્વાસ નો શ્વાસ હું છું.....તે શ્વાસ ની શક્તિ હું છું.

એટલે કે પ્રત્યેક જીવ ના આત્મા માં હું વિરાજેલો છું.અને આત્મા ને (પરમાત્મા ને)
ખોળવો-હોય તો-
જરૂર છે-શ્રદ્ધા-આત્મશ્રદ્ધા-આત્મવિશ્વાસની-અને એક પ્રયત્ન ની.......