Jan 1, 2012

પ્રશ્ન

ઉપનિષદ માં એક જગા એ  શિષ્ય –ગુરુને પ્રશ્ન કરે છે કે-
એવી કઈ  વસ્તુ છે કે જે દેખાય છે પણ સાચી નથી ?અને એવી કઈ વસ્તુ છે કે જે દેખાતી નથી પણ સાચી છે?

ગુરુ જવાબ માં કહે છે કે-
આ માયા જે દેખાય છે તે સત્ય (સાચી) નથી અને બ્રહ્મ(પરમાત્મા) જે દેખાતા નથી તે સત્ય (સાચા) છે.

આ જવાબ વિચારતા કરી મુકે તેવો છે.
જે નરી આંખે દેખાય છે તેને કેવી રીતે તે સાચું નથી એમ માની શકાય?

થોડોક વિચાર કરતા જણાય છે કે –
જે ક્ષણે ક્ષણે બદલાય તે સત્ય કેવી રીતે હોઈ શકે?અને આ માયા નામે ઓળખાતી –પ્રકૃતિ –ક્યાં સ્થિર છે?
અને આથીજ તેને સત્ય પણ કેમ માની શકાય?
દિવસ-રાત,મહિના-વર્ષો વિતતા જાય છે.અને જે આપણા પર ભાત ભાતની અસરો જેવીકે-
સુખ-દુખ ,હર્ષ-શોક,જીવન-મૃત્યુ –વગેરે મુકતા જાય છે.

બ્રહ્મ કે પરમાત્મા જે કદી બદલાતા નથી –તેથી-સત્ય-તો  માત્ર તે જ હોઈ શકે!!!!

કોઈક ને પ્રશ્ન થાય કે –આટઆટલા ભગવાનો જે જુદા જુદા છે-- તે -તો બદલાય છે.....???
અહી  દેવો –કે- જે પરમાત્મા ના અવતારો છે તેને સંદર્ભ માં રાખી ને –આ જવાબ આપેલો નથી.
પરંતુ બ્રહ્મ કે જે –સત્ય છે-તે -ની વાત છે.
( આ બ્રહ્મ --- પ્રકૃતિ –માયાનો આશરો લઇ ને -અવતાર -દેવ રૂપે-દેવી રૂપે  ધારણ કરે છે.)

તર્ક થી માત્ર ઉદાહરણ થી સમજવા માટે સમજીએ તો-

બ્રહ્મ ને એક શૂન્ય –આકાશ (શૂન્યાવકાશ )જોડે સરખાવીએ તો—
આ શૂન્યાવકાશ નો કદી વિનાશ નથી કે પછી તેમાં કોઈ જ જાત નો બદલાવ પણ શક્ય નથી.
આ આકાશ ને ના તો જોઈ શકાય કે ના તેને સ્પર્શી શકાય.
આવું આકાશ જેવું બ્રહ્મ તે-કશું કરી શકે નહી,

હકીકત માં જોવા જઈએ તો આ આકાશ એ પાંચ મહાભૂતો પૈકી –એક-એવું બ્રહ્મ નું સર્જન છે.
એટલે આકાશ ને બ્રહ્મ કહી શકાય નહી.પણ અહી બ્રહ્મ ને સમજવાનો પ્રયત્ન ,ઉદાહરણ દ્વારા કર્યો.

આપણા શાસ્ત્રો માં આ ઉપરના બ્રહ્મ ના ઉદાહરણ માટે ઉદાહરણ રૂપે—

આકાશ ના ‘દેવ’ તરીકે વિષ્ણુ ને બતાવ્યા છે.
અને આ વિષ્ણુ ને ‘જળ’ઉપર શેષનાગ ની શૈયા પર સુતા બતાવ્યા છે,
કહેવાનો મતલબ આવો પણ હોઈ શકે કે –
બ્રહ્મ ‘નિષ્ક્રિય’ અવસ્થામાં છે.

અને આકાશ માં રહેલો વાયુ –કે જે  પણ નરી આંખે જોઈ શકાતો  નથી-
શાસ્ત્રોમાં તેના ‘દેવી’ માતાજી ને બતાવેલા છે.

જળ ના ‘દેવ’ -શિવ -ને- બતાવ્યા છે.

હવે આકાશ અને વાયુ ને તો જોઈ શકતા નથી અને – જળ- પણ કોઈ પણ પ્રકાશ વગર કેમ જોઈ શકાય?

એટલે ‘તેજ’ ના –દેવ- સુર્ય ને બતાવ્યા છે.  

તેજ- નું અસ્તિત્વ  થયું એટલે કમસે કમ- જળ- તો નરી આંખે દેખાણું......

એટલે જ કહ્યું કે સર્વત્ર જળ હતું,અને પૃથ્વી ડૂબેલી હતી. ત્યારે બ્રહ્મે અવતાર લઇ ને પૃથ્વીને
જળ ની બહાર કાઢી.!!!!!!

ભાગવત મુજબ –તેના સર્ગ સિધ્ધાંત પ્રમાણે-
બ્રહ્મે સહુ પ્રથમ પાંચ મહાભૂત બનાવ્યા પણ તે જયારે કાર્ય કરી શક્યા નહી ત્યારે બ્રહ્મે એક એક માં
‘શક્તિ’ નું પ્રદાન કર્યું..........

વળી ભાગવત મુજબ જોઈએ તો જયારે બ્રહ્મ નિષ્ક્રિય અવસ્થામાં (સુતેલી આવસ્થા માં)હોય છે ત્યારે પણ
તેની કાળ શક્તિ જે બ્રહ્મ ની અંદર જ એક -સમય રૂપે-કાળ રૂપે –(ઘડીઆળ રૂપે) તે ચાલે જાય છે.

એટલે જ શેષ નાગ પર સુતેલા વિષ્ણુ ની સેવા કરતા માતાજી ને બતાવ્યા છે.

હકીકત માં જોવા જઈએ તો બ્રહ્મ ની અંદર જ કાળ શક્તિ –અવિભાજ્ય છે.

બ્રહ્મ ને –પુરુષ –તરીકે ઓળખ આપી અને –પ્રકૃતિ- ને કે જે આ પુરુષ ની શક્તિ છે,તે બ્રહ્મ ની બહાર
કેવી રીતે હોઈ શકે?
આમ પ્રકૃતિ અને પુરુષ બંને એક જ પુરુષ માં સ્થિત છે
અને આ પુરુષ તેને બ્રહ્મ-પરમાત્મા કહી શકાય,,,,,,,,,,
અને આ બ્રહ્મ ને નિરાકાર-નિર્વિકલ્પ  કહ્યું..........
હવે જયારે જેનો કોઈ આકાર જ ના હોય તે જોઈ કેવી રીતે શકાય?????

હવે જરાક પ્રકૃતિ પર નજર કરીએ તો –
પ્રકૃતિ કે જે માયા –(શક્તિ-ગુણો) ના નામ થી વિખ્યાત છે..તેના ત્રણ ગુણો(સાત્વિક,રાજસિક,તામસિક) છે.
આ શક્તિ ને ઉદાહરણ થી સમજાવવા તેનું પ્રતિક તરીકે ત્રિકોણ બતાવ્યો છે.
અને તેને માતાજી રૂપે બતાવ્યા છે.અને આ માતાજી નું યંત્ર ત્રિકોણ છે...!!!!!!!!!
(આપણા ગુજરાતમાં આવેલ અંબાજી માં આ યંત્ર પૂજા છે!!!)
અત્યારના મોડર્ન  વિજ્ઞાન મુજબ જોઈએ તો એક અણું ત્રણ પરમાણુ નો બનેલો છે.

હવે જોઈએ તો બ્રહ્મ જે નિષ્ક્રિય હતું તેમાં જયારે આ પ્રકૃતિ (માયા)ના ગુણો નો ક્ષોભ થાય
ત્યારે ઉપરના આકાશ ના ઉદાહરણ પ્રમાણે જોઈએ તો----આ આકાશ માં
એક સ્પંદન પેદા થાય છે,અને  –અવાજ –ઓમ (અ-ઊ –મ) પેદા થાય છે.
આ- ઓમ- એ બ્રહ્મ ની ઓળખ રૂપી યંત્ર છે.અને જે પણ ત્રણ  અક્ષરમાં વિભાજીત છે.

બીજી રીતે જોઈએ તો-
સુતેલું બ્રહ્મ જાગે છે,અને તેને –હું-(અ –હ-મ) એવું ભાન થાય છે.
જેને શાસ્ત્ર માં વૈકારીક અહંકાર તરીકે દર્શાવ્યો છે.કે જ્યાંથી જગત ની ઉત્પત્તિ ની શરૂઆત બતાવી છે.

ટૂંક માં
પ્રકૃતિની  -માયાની –અસરથી કે પછી તેના આશરે કોઈ નરી આંખે દેખી શકાય તેવા ઘન (સોલીડ)
પદાર્થ ની રચના થાય છે.
(જેમ કે પુરુષ અને સ્ત્રી ના સંયોગ થી બાળક પેદા થાય છે.)

ફરી ઉદાહરણ થી -- માત્ર --સમજવાનો પ્રયત્ન કરીએ તો—

સુર્ય એક ઘન પદાર્થ ઉત્પન્ન થયો,તેને શક્તિ આપવામાં આવી –
આ શક્તિ ને તો જોઈ શકાય નહી –પણ ઘન પદાર્થ-સુર્ય-ના સંસર્ગ થી આ શક્તિ–તેજ- રૂપે દ્રશ્યમાન  થઇ.


આજ વસ્તુ ને જો આધુનિક વિજ્ઞાન મુજબ સમજવા પ્રયત્ન કરીએ તો—

આઈન્સ્ટાઈન નામના વૈજ્ઞાનીકે શક્તિ –એનર્જી –ઉર્જા નું માપ બતાવી ને એક સમીકરણ મુક્યું છે જે
જગ જાહેર છે.  E=MC2 (E=energy, M=mass, C=speed of light in Vacuum)

અહીં ઈ =એનર્જી –ઉર્જા-શક્તિ
    એમ=માસ=ઘન પદાર્થ અને
    સી=સ્પીડ ઓફ લાઈટ ઇન વેક્યુમ=શૂન્યાવકાશ માં પ્રકાશ ની ગતિ

અહી જો કોઈ બહુ ઊંડાણ માં જાય તો ઘણું બધું પ્રકાશ માં આવી શકે તેમ છે.

પણ અહી ઊંડાણ માં ના જતાં ઉપર ના સંદર્ભ મુજબ જો,

ઘન પદાર્થ ને સુર્ય જોડે સરખાવીએ તો

સુર્ય ને –શક્તિ- મળે છે એટલે પ્રકાશ (તેજ-ઉર્જા) પેદા થાય છે.કે જે ને જોઈ શકાય છે.
પણ સુર્ય ને જે શક્તિ મળે છે જોઈ શકાતી નથી.(જે શક્તિ સુર્ય લે છે તે)

હવે બીજો જે- સી-આવે છે તેનો ગુણાકાર છે.(સી-બે વખત છે)

આ વાક્ય બહુ મહત્વનું છે.—શૂન્યાવકાશ માં પ્રકાશ ની ગતિ.-----

અહી શૂન્યાવકાશ ને-બ્રહ્મ- જોડે સરખાવીએ અને
પ્રકાશની -ગતિ –ને શક્તિ જોડે સરખાવીએ તો??????

પ્રકાશ તો છે જ—(સુર્ય નું શક્તિ થી થયેલું ઉત્પાદન) અને હવે પાછા એ પ્રકાશ ને
પણ –ગતિ- શક્તિ મળે છે.!!!!!!!!

(આત્મ-બોધ માં આદિ શંકરાચાર્ય કહે છે કે-
જેના (જે બ્રહ્મ-પરમાત્મા ના) પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે,
પણ સૂર્ય કે જેનાથી જગત ને પ્રકાશ મળે છે, તે સૂર્ય કાંઇ બ્રહ્મને પ્રકાશિત કરી શકતો નથી!!!!!,
એટલે,તે બ્રહ્મ (પરમાત્મા) જ “એક”માત્ર છે કે જેનાથી,આ બધું (સૂર્ય-વગેરે અને જગત) પ્રકાશી રહ્યું છે,
તે,જ માત્ર બ્રહ્મ (પરમાત્મા) છે એમ નિશ્ચય કરવો...શ્લોક-૬૧ )

સમજનાર ને સમજવું જ હોય તો ઘણું બધું સમજી શકાય તેમ છે.........

સુર્ય ને શક્તિ આપનાર કે પછી તેના પ્રકાશ ને ગતિ આપનાર શક્તિ નું ----
અને તે શક્તિ ના આધાર નું (શૂન્યાવકાશ નું)
ભવિષ્ય માં કોઈ નવું સમીકરણ આપશે તો તેમાં નવાઈ નહી હોય..........

અનિલ શુક્લ
જાન્યુઆરી,૨૯,૨૦૧૨

 For any comments-email -lalaji@sivohm.com