More Labels

Jul 5, 2013

ભાગવત રહસ્ય -૩૪૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
સ્કંધ-૧૦ (પૂર્વાર્ધ)-૬૯

યશોદાજી, લાલા ને સ્તનપાન કરાવતાં લાલા જોડે એક થયાં છે.અદ્વૈત થયું છે.
તે સર્વ સંસારિક કાર્યો ભૂલી ગયા છે,તે ભૂલી ગયા છે કે,થોડા સમય પહેલા ચૂલા પર દૂધ મુક્યું છે.

કનૈયાએ અગ્નિ ને આજ્ઞા કરી છે કે- જરા વધુ પ્રજ્વલિત થા, જેથી દૂધમાં ઉભરો આવશે,દૂધ ચૂલામાં પડશે,નુકસાન થશે,અને જો મા મને છોડીને તે દૂધ ઉતારવા જશે,નુકસાન થતું રોકવા જશે તો –
તેને સંસાર વહાલો,અને જો તેની (નુકસાન ની) ચિંતા  નહિ કરે તો હું વહાલો.
મારી મા શું કરે છે તે મારે જોવું છે.

ઘણા ઈચ્છે છે –વિચારે છે-કે-વ્યવહાર બરાબર થાય –વ્યવહાર પુરો થઇ જાય પછી –ભક્તિ કરીશ.
પરંતુ વ્યવહાર બરાબર કોઈ નો થયો નથી અને થવાનો નથી.
મહાત્માઓ કહે છે કે-સર્વ રીતે જગતમાં કોઈ સુખી થતો નથી,અને થાય તો શાન-ભાન ભૂલે છે.(અહમ)
સંસારમાં અડચણ રોજ આવે છે.પણ નિશ્ચય કરવાનો છે-કે-“હું એક ક્ષણ પણ ઈશ્વર ચિંતન નહિ છોડું”

મહાત્માઓ શ્રીકૃષ્ણ લીલા પાછળ એવા પાગલ બન્યા છે –કે-એક એક લીલા પાછળ વિચારો કર્યા કરે છે.
જેમ જેમ વિચારો કરે તેમ તેમ નવા અર્થો પ્રગટ થાય છે.
આ મહાત્મા ઓ ચોવીસ કલાક માં એક વાર સ્વાદ વગરનું અન્ન આરોગી રાધે કૃષ્ણ નું ચિંતન કરે છે.
બીજો કોઈ ધંધો નથી.
પૂતનાએ આંખો બંધ કેમ કરી ?દૂધ ને ઉભરો કેમ આવ્યો ? લાલાએ વાંસળી કેમ વગાડી ?
આવા પ્રશ્નો નું અનેક રીતે ચિંતન કરે છે. અને કૃષ્ણ-લીલા પાછળ પાગલ બને છે.

(૧) એક મહાત્મા કહે છે કે-દૂધ ને ઈચ્છા હતી કે-યશોદા લાલા ને ઓછું ધવડાવે તો લાલાને ભૂખ લાગશે,
એટલે મને પીવા આવશે. “લાલા તું ઓછું ધાવ,ઓછું ધાવ” એમ કહેવા દૂધ કૃષ્ણ તરફ દોડ્યું.ઉભરાયું.

(૨) બીજા મહાત્મા કહે છે-કે-દૂધ યશોદાજી ના ઘરનું હતું.યશોદાજી ના ઘરમાં કૃષ્ણ કીર્તન –કૃષ્ણ કથા થાય,
તેથી ઘરમાં દૂધને પણ સત્સંગ થયો છે. દૂધ ને લાલા નાં દર્શન થયા,એટલે લાલા ને મળવા આતુર થયું,
પણ લાલો તેની સામે જોતો નથી એટલે અકળાઈ ને દૂધ ઉભરાઈ ને લાલાને મળવા ચાલ્યું.

(૩) ત્રીજા મહાત્મા કહે છે કે-દૂધ વિચારે છે –કે- “યશોદાજી લાલાને ધવડાવી ને તૃપ્ત કરે છે,એટલે હવે
લાલા ને ભૂખ રહેશે નહિ અને મને પીશે નહિ.જો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં ના થાય તો મારું જીવન શા કામનું ?હું અગ્નિ માં પડી ને મરી જાઉં.” એ વિચારે દૂધ ને ઉભરો આવ્યો.

“જીના હૈ ઉસકા ભલા જો ઇન્સાન કે લિયે જીયે.મરના હૈ ઉસકા ભલા જો અપને લિયે જીયે”
પોતાના માટે-કુટુંબ માટે જીવે એ જીવન નથી.પરમાત્મા માટે-પરોપકાર માં પણ જીવન થોડું ઘસવું જોઈએ,
જાતે સુખ ભોગવવાની વાસના ભક્તિમાં બાધક છે,પરમાત્મા ને –બીજા ને સુખી કરવાની ભાવના ભક્તિ છે.

(૪) ચોથા મહાત્મા કહે છે-કે-આ દૂધ ઋષિરૂપા ગાય નું હતું.ઋષિઓ સાધન અને તપ કરી ને થાકી ગયા પણ બુદ્ધિ-ગત કામ નો નાશ ના થયો એટલે ગોકુલ માં ગાયો થઇ ને આવેલા.
દૂધ ને એવી ઈચ્છા હતી કે-હું લાલા ના પેટમાં જઈશ તો મારો ઉદ્ધાર થઇ જશે.કોઈ કામી ના પેટમાં જઈશ તો ભોગવિલાસ માં મારો વિનાશ થશે.મારે વિલાસી ના પેટમાં જવું નથી.મારે તો વિરક્ત ના પેટમાં જવું છે.
મારે તો લાલા ના પેટમાં જવું છે. યશોદાજી નું ધ્યાન ખેંચવા અને યશોદાજી લાલા ને ઓછું ધવડાવે તો
હું લાલા ના પેટમાં જાઉં-એમ વિચારી દૂધ ને ઉભરો આવ્યો.

કેટલાક મહાત્માઓ,ભગવાન ના હ્રદયમાં (પેટમાં) તન્મય થઇ સમાઈ જાય છે.સ્વ-રૂપ માં મળી જાય છે.
જયારે ભક્તો શ્રીકૃષ્ણ ને પોતાના હૃદયમાં (પેટમાં)-સ્વરૂપ માં, તન્મય થઇ ને સમાવે છે.
અલગ લાગતા આ માર્ગો એક જ છે.

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE