Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૨૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

શિષ્ય ના ઉપરોક્ત વચન ને સાંભળી ને તેના પર દયા-દૃષ્ટિ કરી ને ગુરૂ તેને અભયદાન દેતાં કહે છે કે-
તું ડરીશ નહીં,હે વિદ્વાન,તું મૃત્યુ નો ભય ત્યજી દે,તારું મરણ કદી છે જ નહિ,
તું તો નિત્ય,દ્વૈત-રહિત,પરમ આનંદ-મય આત્મા-રૂપ બ્રહ્મ છે.
તારું મન ભ્રમણા ને લીધે ભય પામ્યું છે,તેથી તું કંઈ જુએ છે અને મિથ્યા વચન બોલે છે કે-
“તમે મારી રક્ષા કરો” પણ આ ખોટો બકવાસ છે.
અને તે કોઈ પણ ઊંઘતા મનુષ્ય ના જેવો શૂન્ય અને જુઠો છે.

કોઈ પણ મનુષ્ય નિંદ્રા-રૂપ, ગાઢ-અંધકાર થી ઘેરાયો હોય,ત્યારે તેને કોઈ સ્વપ્નું આવે,કે જેમાં તે સર્પ થી ઘેરાઈ ગયો છે,તો તે એકદમ ગભરાઈ ને બકી પડે છે-હાય,હું મરી ગયો,બચાવો,બચાવો.
તે વખતે તેની પાસે રહેલો કોઈ હિતેચ્છુ,તે મનુષ્ય તેનો હાથ પકડી હથેળી પછાડી તેને જગાવે,
અને તેને પૂછે કે-શું થયું? ત્યારે તે સ્વપ્નમાંથી ઉઠેલો મનુષ્ય પોતે જ કહેશે કે-ના,કંઈ નથી.

તો સ્વપ્ન માં એણે ત્રાસથી બોલેલું વચન શું કંઈ અર્થવાળું છે? એ મને કહે.
એ જ પ્રમાણે તારાં આ વચનો અર્થ વગરનાં છે. જેમ અંધારામાં દોરડી ને દોરી તરીકે ના જોતાં,કોઈ પણ મનુષ્ય તેને સાપ રૂપ માની લે છે.અને અજ્ઞાન થી ચીસ પાડી ઉઠે છે કે- અહીં સાપ પડ્યો છે.અને ભય થી ધ્રુજવા માંડે,તે જુઠ્ઠું જ છે.કારણકે સાચી રીતે વિચારવામાં આવે તો ત્યાં સાપ તો છે જ નહિ.

તે જ પ્રમાણે,તેં આત્મા ને જન્મ-મૃત્યુ,રાગ,ઘડપણ વગેરેનું જે દુઃખ કહ્યું તે બધું ખોટું જ છે,
માત્ર ભ્રમણા થી તેં એ કલ્પી લીધું છે.તું તારા મનમાં આ બધું વિચારીને ભય નો ત્યાગ કર.
તું શરીર નથી પણ તું આત્મા છે,છતાં જડ શરીરના ધર્મો ને આત્મા માં આરોપી વ્યર્થ શોક કરે છે,
માટે અજ્ઞાનથી થયેલો બધો ભય છોડી દઈને તું સુખી થા. (૨૬૫-૨૭૦)

તે સાંભળી શિષ્ય કહે છે કે-આપે કહ્યું કે બધું જુઠું છે,પરંતુ એ દૃષ્ટાંતમાં જ ઘટે (બને) છે.
જેના પર દૃષ્ટાંત આપો છો,(સંસાર) તેમાં તેવું ઘટતું (બનતું) જ નથી.
કારણકે સંસાર વગેરે ના દુઃખો સર્વ-લોકમાં પ્રસિદ્ધ છે.(૨૭૧)

જે વસ્તુ પ્રત્યક્ષ અનુભવાતી હોય,તે ખોટી છે,એમ કેમ કહી શકાય?
હું મારી નજરે ઘડો જોઉં છું,તો,તેને ખોટો કઈ રીતે કહું ? (૨૭૨)

હે પ્રભુ,જે વસ્તુ હયાત હોય તેનું મિથ્યાપણું કેમ ઘટે? (બની શકે?)
પ્રત્યક્ષ પ્રમાણ અતિ-સ્ફુટ (સાચા) અર્થવાળું છે,એમ બધા માને છે. (૨૭૩)

હું મર્ત્ય-ધર્મી (મરણ-ધર્મી) છું,જન્મ વગેરે ના દુઃખો પામી રહ્યો છું,અને અલ્પ જીવન વાળો છું,
તો મારું બ્રહ્મ-પણું,નિત્ય-પણું અને પરમાનંદ-પણું કેવી રીતે હોઈ શકે? (૨૭૪)

આત્મા કોણ છે? અને અનાત્મા કોણ છે?એ બે નું લક્ષણ શું છે? આત્મા માં અનાત્મા ના ધર્મોનો
આરોપ કઈ રીતે કરાય છે? (૨૭૫)



PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE