શંકરાચાર્ય રચિત
વેદાંત-સિદ્ધાંત-સાર
છીપમાં ભ્રમણા થી જણાતા
રૂપાની પેઠે,જેનો “પ્રમાણો” દ્વારા બાધ (નાશ) થઇ શકે છે,તે “અવસ્તુ” છે.પણ જેમ,
કોઈ પણ કાળે છીપ નો બાધ (નાશ) થઇ શકતો નથી,તેથી તે “વસ્તુ” છે.
તેમ,જેનો ત્રણે કાળે બાધ
(નાશ) થી શકતો નથી,તે પરબ્રહ્મ “વસ્તુ” છે. (૩૦૦)
ભ્રાંતિથી જણાતા
રૂપાનો,ભ્રાંતિ દૂર થતાં,
જેવી રીતે બાધ (નાશ) થાય
છે,તેવી રીતે છીપ નો બાધ થતો જ નથી,
એમ જ અજ્ઞાનથી જણાતા જગત
નો,જ્ઞાન થતાં,
જેવી રીતે બાધ (નાશ) થાય
છે,તેવી રીતે બ્રહ્મ નો બાધ થતો નથી.
માટે “જગત” એ “અવસ્તુ”
છે એમ જ સમજવું.
બ્રહ્મ માં જગત નો આરોપ થાય
છે તેનું કારણ “અજ્ઞાન” છે,
કે જેને સત્ કે અસત્ –રૂપે
કહી શકાતું નથી, તે ત્રણ ગુણમય (સાત્વિક-રાજસિક-તામસિક) છે,
કેવળ વસ્તુ (બ્રહ્મ) નું
યથાર્થ “જ્ઞાન” થતાં,એ “અજ્ઞાન” દૂર થઇ શકે છે.
એ જ “અજ્ઞાન” એ “બ્રહ્મ” માં
પદાર્થો ને જણાવનારું છે,અને કેવળ “મિથ્યા સંબંધ” થી બ્રહ્મ નો આશરો કરીને
(તે પદાર્થો) રહે છે.તેમ છતાં
તે (પદાર્થો) પોતાના આશ્રય-રૂપ (આશરો આપનાર) “બ્રહ્મ” ને કોઈ
દૂષણ લગાડી શકતાં નથી,
--આ સ્થાવર-જંગમ જગત એ
અજ્ઞાનનું કાર્ય છે.અને તેની (અજ્ઞાનની) હયાતીમાં “ચિહ્ન-રૂપ” છે.
--શ્રુતિ અને સ્મૃતિ પણ તેના
(અજ્ઞાન ના) હોવામાં “પ્રમાણ” છે. અને,
--“હું અજ્ઞાની છું” એવો
અનુભવ તે, “અજ્ઞાન” નો “પુરાવો” છે. (૩૦૧-૩૦૪)
એ “અજ્ઞાન” જ –“પ્રકૃતિ,શક્તિ
અથવા અવિદ્યા” કહેવાય છે.અને
છીપમાં જણાતા રૂપાની પેઠે તે
સત્ પણ નથી અને અસત્ પણ નથી. (૩૦૫)
જેમ દીવાની કાંતિ (પ્રકાશ) એ,
દીવાથી “જુદી” અથવા “નહિ જુદી” નથી,
તેમ, એ અજ્ઞાન બ્રહ્મ થી
“જુદું” અથવા “નહિ જુદું” નથી.
બીજ માં રહેલા અંકુર ની
પેઠે,તે (અજ્ઞાન) અવયવવાળું અથવા અવયવ-રહિત પણ નથી. (૩૦૬)
માટે જ વિદ્વાનો,તે અજ્ઞાન ને
અનિર્વાચ્ય (અમુક સ્વરૂપે કહેવું અશક્ય) કહે છે,અને
તે “અજ્ઞાન” એ “સમષ્ટિ-રૂપે-અજ્ઞાન
અને વ્યષ્ટિ-રૂપે અજ્ઞાન” –એમ બે પ્રકારનું કહેવાય છે,
(૩૦૭)