Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૬૫

શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર

--“તત્” પદનો વાચ્યાર્થ છે-કે-
  -સર્વેશ્વરપણું,સ્વતંત્રપણું,સર્વજ્ઞપણું-આદિ ગુણો થી સર્વ કરતાં ઉત્તમ,
  -સત્ય કામનાવાળા અને સત્ય સંકલ્પવાળા –જે “ઈશ્વર” છે તે-
--”ત્વમ” પદનો વાચ્યાર્થ છે કે-
  -અલ્પ જ્ઞાનવાળો,દુઃખી જીવનવાળો,પ્રાકૃત લક્ષણોવાળો,તથા
  -સંસારમાં જે ગતિ કરવાવાળો-જે- છે તે-“સંસારી જીવ”
--આમ હવે આ બંને (તત્=ઈશ્વર  અને ત્વમ=જીવ ) એ વિપરીત ગુણવાળા છે,
  તો પછી તેમની એકતા કેવી રીતે ઘટી શકે? કેમ કે-બંને માં “વિરોધ” એ “પ્રત્યક્ષ” જણાય જ છે.
--જેમ,અગ્નિ અને હિમ (બરફ) એ એકબીજાથી વિરુદ્ધ ધર્મવાળા અને વિરુદ્ધ લક્ષણવાળા હોઈ.
  શબ્દ અને અર્થ થી પણ જુદાજુદા છે,
--તેમ,જીવ અને ઈશ્વર પણ એક-બીજાથી વિરુદ્ધ ધર્મવાળા,હોઈ,
  શબ્દ અને અર્થ થી પણ પરસ્પર જુદાજુદા (વિલક્ષણ) છે.
--તેથી જો એ બંનેને (ઈશ્વર-જીવ ને) એક માનવામાં આવે તો-
  “પ્રત્યક્ષ” આદિ પ્રમાણો નો વિરોધ જ આવે છે.
અને-
--જો તે બન્ને (ઈશ્વર-જીવ) ની એકતા ને જો ત્યજી દેવામાં આવે તો-
  શ્રુતિ અને સ્મૃતિઓ નાં વચન સાથે પણ “વિરોધ” આવે છે.  (૭૨૧-૭૨૫)

આમ છતાં પણ, એ બંને (ઈશ્વર-જીવ) ની એકતા છે,
એવા  “તાત્પર્ય” થી (અર્થથી) “તત્વમસિ”  -એ વાક્ય ને શ્રુતિ વારંવાર ઉચ્ચારે છે,
તેથી એ શ્રુતિ-વચન ને સ્વીકારવું જ જોઈએ.(માનવું જ જોઈએ)  (૭૨૬)

કારણકે –આખા વાક્ય (તત્વમસિ) ના અર્થ માં (ઉપર જણાવ્યું તેમ)
--(૧) વિશેષણ-વિશેષ્ય –અથવા- (૨) અભેદ સંબંધ
  બરાબર બંધ-બેસતો થતો નથી.
--માટે આ વાક્યાર્થ “શ્રુતિ” ને માન્ય નથી  (૭૨૭)

પરંતુ, “અખંડ-એકરસપણે” વાળો -આખો ય વાક્યાર્થ શ્રુતિ ને માન્ય છે.અને તે માટે જ,
--શ્રુતિ,સ્થૂળ પ્રપંચ અને સૂક્ષ્મ-પ્રપંચ ને વારંવાર,માત્ર, સત્ (બ્રહ્મ) સ્વરૂપે દર્શાવે છે.
--સુષુપ્તિ માં જીવ તથા બ્રહ્મ ની એકતા સિદ્ધ કરી બતાવે છે, અને
--કેવળ “એક જ સત્-વસ્તુ” છે,એમ બતાવવાની ઇચ્છાથી “આ સર્વ જગત એક આત્મા-રૂપ જ છે”
  એમ કહીને
--“બ્રહ્મ”ની “અદ્વૈત” સિદ્ધિ માટે (બ્રહ્મનું અદ્વૈત સિદ્ધ કરવા માટે)
  “જીવાત્મા” અને “પરમાત્મા” ની “એકતા” કહે છે.  (૭૨૮-૭૩૦)

પ્રપંચ-સંસાર અથવા જીવ --જો હોય તો –બ્રહ્મ નું અદ્વૈત-પણું ક્યાંથી સિદ્ધ થાય?
માટે જીવ અને બ્રહ્મ નું એકપણું જ શ્રુતિ ને માન્ય છે. (૭૩૧)PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE