May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૧

રિપુ ઉતકરષ કહત સઠ દોઊ, દૂરિ ન કરહુ ઇહાહઇ કોઊ.
માલ્યવંત ગૃહ ગયઉ બહોરી, કહઇ બિભીષનુ પુનિ કર જોરી.
(રાવણે કહ્યું:)આ બંને લુંચ્ચાઓ શત્રુનો મહિમા કહે છે , અહી છે કોઈ ?
આમને દુર કરો.પછી મુલ્યવાન તો ઘેરગયો . પણ વિભીષણ હાથ જોડી ફરી કહેવા લાગ્યા.

સુમતિ કુમતિ સબ કેં ઉર રહહીં, નાથ પુરાન નિગમ અસ કહહીં.
જહાસુમતિ તહસંપતિ નાના, જહાકુમતિ તહબિપતિ નિદાના.
હે નાથ  ! સુબુદ્ધિ  અને કુબુદ્ધિ સર્વના હદયમાં રહે છે.એમ પુરાણો તથા વેદો કહે છે. જ્યાં સુબુદ્ધિ છે ત્યાં અનેક પ્રકારની સંપત્તિઓ રહે છે અને  જ્યાં  કુબુદ્ધિ છે ત્યાં પરિણામે વિપત્તિ (દુઃખ )રહે છે.

તવ ઉર કુમતિ બસી બિપરીતા, હિત અનહિત માનહુ રિપુ પ્રીતા.
કાલરાતિ નિસિચર કુલ કેરી, તેહિ સીતા પર પ્રીતિ ઘનેરી.
તમારા હદયમાં વિપરીત કુબુદ્ધિ વસી છે, તેથી  આપ હિતને અહિત અને શત્રુને મિત્ર માનો છો.
જે રાક્ષસ કુળ માટે કાળ રાત્રિ છે, તેથી સીતા પર તમને ઘણી પ્રીતિ છે !

(દોહા)

તાત ચરન ગહિ માગઉરાખહુ મોર દુલાર.
સીત દેહુ રામ કહુઅહિત ન હોઇ તુમ્હાર(૪૦)
હે તાત  ! હું ચરણો પકડી આપની પાસે માગું છું ( વિનંતી કરું છું ) કે , આપ મારો પ્રેમ રાખો .
શ્રી રામને સીતાજી દઈ દો ,જેથી આપનું અહિત થાય નહિ.(૪૦)

ચોપાઈ

બુધ પુરાન શ્રુતિ સંમત બાની, કહી બિભીષન નીતિ બખાની.
સુનત દસાનન ઉઠા રિસાઈ, ખલ તોહિ નિકટ મુત્યુ અબ આઈ.
વિભીષણે પંડિતો, પુરાણો તથા વેદોને માન્ય વાણી થી નીતિ વખાણી ને કહી ; પણ તે સંભાળતાં રાવણ
ક્રોધાયમાન થઇ ઉઠ્યો અને બોલ્યો કે, હે દુષ્ટ હવે મૃત્યુ તારી પાસે આવ્યું છે !  

જિઅસિ સદા સઠ મોર જિઆવા, રિપુ કર પચ્છ મૂઢ઼ તોહિ ભાવા.
કહસિ ન ખલ અસ કો જગ માહીં, ભુજ બલ જાહિ જિતા મૈં નાહી.
અરે શઠ  ! તું મારો જીવાડ્યો સદા જીવે છે - મારા   અન્ન થી પોષાઈ રહ્યો છે; છતાં  મૂઢ !
તને શત્રુનો  પક્ષસારો લાગે છે ! અરે દુષ્ટ  !કહે , જગતમાં એવો કોણ છે ,
જેને મેં પોતાની ભુજા ના બળથી જીત્યો નથી.

મમ પુર બસિ તપસિન્હ પર પ્રીતી, સઠ મિલુ જાઇ તિન્હહિ કહુ નીતી.
અસ કહિ કીન્હેસિ ચરન પ્રહારા, અનુજ ગહે પદ બારહિં બારા.
મારા નગરમાં વસી તું તપસ્વી પર પ્રેમ કરે છે  !  શઠ ! તેઓને  જઈને મળ અને તેમને નીતિ કહે !  
એમ કહી રાવણે તેમને લાત મારી; નાના ભાઈ વિભીષણે વારંવાર તેના ચરણો  ગ્રહણ કર્યા.

ઉમા સંત કઇ ઇહઇ બડ઼ાઈ, મંદ કરત જો કરઇ ભલાઈ.
તુમ્હ પિતુ સરિસ ભલેહિં મોહિ મારા, રામુ ભજેં હિત નાથ તુમ્હારા.
સચિવ સંગ લૈ નભ પથ ગયઊ, સબહિ સુનાઇ કહત અસ ભયઊ.
(શંકર કહેછે:) હે પાર્વતી ! સંતનો આજ મહિમા છે કે , જે બુરું કરવા છતાં બુરું કરનારનું ભલું  કરે છે.
(વિભિષણે કહ્યું: ) આપ મારા પિતા સમાન છો,મને તમે ભલે માર્યો; પરંતુ હે નાથ !
શ્રી રામને ભજવામાં  તમારું હિત છે.(એટલું કહી)વિભીષણ પોતાના મંત્રીઓને સાથે લઇ આકાશ માર્ગે ગયો. 
અને સર્વને સંભળાવી તેણે આમ કહ્યું. 

(દોહા)

રામુ સત્યસંકલ્પ પ્રભુ સભા કાલબસ તોરિ.
મૈ રઘુબીર સરન અબ જાઉદેહુ જનિ ખોરિ(૪૧)
શ્રી રામચંદ્રજી સત્ય સંકલ્પ વાળા અને સર્વ સમર્થ પ્રભુ છે.હે રાવણ ! તમારી સભા કાળને વશ છે,
તેથી હું હવે શ્રી રઘુવીર ને શરણે જાઉં છું.મને દોષ ન દેશો.

ચોપાઈ

અસ કહિ ચલા બિભીષનુ જબહીં, આયૂહીન ભએ સબ તબહીં.
સાધુ અવગ્યા તુરત ભવાની, કર કલ્યાન અખિલ કૈ હાની.
એમ કહીને વિભીષણ જયારે ચાલ્યા ત્યારે સર્વ રાક્ષસો આયુષ્ય રહિત થયા.(તેમનું મૃત્યુ નક્કી થઇ ગયું.)શંકર કહે છે  :  હે ભવાની ! સજ્જન નું અપમાન સંપૂર્ણ કલ્યાણ નો તરત નાશ કરે છે.

રાવન જબહિં બિભીષન ત્યાગા, ભયઉ બિભવ બિનુ તબહિં અભાગા.
ચલેઉ હરષિ રઘુનાયક પાહીં, કરત મનોરથ બહુ મન માહીં.
રાવણે જે ક્ષણે વિભીષણ નો ત્યાગ કર્યો , તે ક્ષણે તે અભાગીયો  ઐ શ્વર્યરહિત થયો.વિભીષણ હર્ષિત થઇ મનમાં અનેક મનોરથો કરતા શ્રી રઘુનાથજી  પાસે ચાલ્યા.


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE