રામચંદ્ર ગુન બરનૈં લાગા, સુનતહિં સીતા કર દુખ ભાગા.
લાગીં સુનૈં શ્રવન મન લાઈ, આદિહુ તેં સબ કથા સુનાઈ.
તે શ્રી રામચંદ્રજીના ગુણો વર્ણવવા લાગ્યા,
જેને સાંભળતા જ સીતાજીનું દુ:ખ ભાગી
ગયું.
તે કાન અને મન લગાવી (ધ્યાન થી) તેને સાંભળવા
લાગ્યા.હનુમાનજીએ આદિથી માંડી સર્વ કથા સંભળાવી.
શ્રવનામૃત જેહિં કથા સુહાઈ, કહિ સો પ્રગટ હોતિ કિન ભાઈ.
તબ હનુમંત નિકટ ચલિ ગયઊ, ફિરિ બૈંઠીં મન બિસમય ભયઊ.
( એટલે ) સીતાજી બોલ્યા:) જેણે કાન ને અમૃત જેવી આ
સુંદર કથા કહી,
તે હે ભાઈ ! તું પ્રકટ કેમ થતો નથી? ત્યારે
હનુમાનજી (સીતાજીની ) પાસે ગયા.
તેમને જોઈ સીતાજી ફરીને (મોં
ફેરવી) બેઠાં.તેમના મનમાં આશ્વર્ય થયું.
રામ દૂત મૈં માતુ જાનકી, સત્ય સપથ કરુનાનિધાન કી.
યહ મુદ્રિકા માતુ મૈં આની, દીન્હિ રામ તુમ્હ કહસહિદાની.
નર બાનરહિ સંગ કહુ કૈસેં, કહિ કથા ભઇ સંગતિ જૈસેં.
હનુમાનજીએ કહ્યું: હે માતા જાનકી ! હું શ્રી
રામનો દૂત છું. કરુણા નિધાન ના સત્ય સોગંદ કરું છું.
હે માતા ! આ વીંટી હું જ લઇ આવ્યો છું.
શ્રી રામે આપને માટે મને આ નિશાની અથવા ઓળખ આપી
છે. (સીતાજીએ પૂછ્યું )
કહો , મનુષ્ય તથા વાનર નો સંગ કેવી રીતે થયો?
ત્યારે હનુમાનજીએ જે રીતે સંગ થયો હતો તે કથા કહી.
(દોહા)
કપિ કે બચન સપ્રેમ સુનિ ઉપજા મન બિસ્વાસ.
જાના મન ક્રમ બચન યહ કૃપાસિંધુ કર દાસ.(૧૩)
હનુમાનજીના પ્રેમયુક્ત વચનો સાંભળી સીતાજીના
મનમાં વિશ્વાસ ઉપજ્યો.
તેમણે જાણ્યું કે , આ મન,વચન તથા
કર્મથી કૃપાસાગર શ્રી રામચંદ્રજીનો દાસ છે.(૧૩)
ચોપાઈ
હરિજન જાનિ પ્રીતિ અતિ ગાઢ઼ી, સજલ નયન પુલકાવલિ બાઢ઼ી.
બૂડ઼ત બિરહ જલધિ હનુમાના, ભયઉ તાત મોં કહુજલજાના.
(એ રીતે હનુમાનજીને ) ભગવાન ના સેવક જાણી અતિ ગાઢ
પ્રીતિ થઇ,
નેત્રોમાં (પ્રેમાશ્રુ નાં ) જળ ભરાયાં અને શરીર
પુલકિત થયું. ( સીતાજીએ કહ્યું: )
હે તાત હનુમાન ! વિરહ સમુદ્રમાં ડૂબતી મને તમે
વહાણરૂપ થયા.
અબ કહુ કુસલ જાઉબલિહારી, અનુજ સહિત સુખ ભવન ખરારી.
કોમલચિત કૃપાલ રઘુરાઈ, કપિ કેહિ હેતુ ધરી નિઠુરાઈ.
હું વારી જાઉં છું. હવે નાના ભાઈ લક્ષમણજી સહીત
સુખ ધામ આપનાર
પ્રભુ શ્રી રામ ચંદ્રજી નું કુશળ-મંગળ કહો. શ્રી
રઘુનાથજી કોમળ હૃદયવાળા અને કૃપાળુ છે,
છતાં હે હનુમાન ! તેમણે કયા કારણે આ નિષ્ઠુરતા
ધરી છે?
સહજ બાનિ સેવક સુખ દાયક, કબહુ સુરતિ કરત રઘુનાયક.
કબહુનયન મમ સીતલ તાતા, હોઇહહિ નિરખિ સ્યામ મૃદુ ગાતા.
સેવકને સુખ દેવું એ તેમની સ્વાભાવિક ટેવ છે. શ્રી
રઘુનાથજી કોઈ વેળા મારું સ્મરણ કરે છે?
હે તાત ! તેમનાં કોમળ શ્યામ અંગો જોઈ શું કદી
મારાં નેત્રો શીતળ થશે કે ?
બચનુ ન આવ નયન ભરે બારી, અહહ નાથ હૌં નિપટ બિસારી.
દેખિ પરમ બિરહાકુલ સીતા, બોલા કપિ મૃદુ બચન બિનીતા.
( એટલું કહ્યા પછી સીતાજીના) મુખમાંથી વચન ( બહાર )
ન નીકળ્યાં.
નેત્રોમાં (વિરહનાં આંસુ નું )જળ ભરાયું. (ઘણા
દુઃખ થી ફરી તે બોલ્યાં: )
હા નાથ ! તમે મને બિલકુલ વિસારી જ દીધી?સીતાજીને
વિરહથી અત્યંત વ્યાકુળ જોઈ
હનુમાનજી કોમળ તથા વિનયયુક્ત વચનો બોલ્યાં:
માતુ કુસલ પ્રભુ અનુજ સમેતા, તવ દુખ દુખી સુકૃપા નિકેતા.
જનિ જનની માનહુ જિયઊના, તુમ્હ તે પ્રેમુ રામ કેં દૂના.
હે માતા ! સુંદર કૃપાના ધામ પ્રભુ નાના ભાઈ સહીત
કુશળ છે,પરંતુ આપના દુઃખ થી દુઃખી છે.
હે માતા ! મનમાં ન્યુનતા ન માનો (મન
નાનું કરી દુઃખ ન કરો ) શ્રી રામચંદ્રજીનો પ્રેમ આપના થી બમણો છે.
(દોહા)
રઘુપતિ કર સંદેસુ અબ સુનુ જનની ધરિ ધીર,
અસ કહિ કપિ ગદ ગદ ભયઉ ભરે બિલોચન નીર(૧૪)
હે માતા ! હવે ધીરજ ધરી રઘુનાથજી નો સંદેશો
સાંભળો.
એમ કહી હનુમાનજી પ્રેમથી
ગળગળા થઇ ગયા. તેમના નેત્રોમાં ( પ્રેમાશ્રુ નું ) જળ ભરાયું.(૧૪)