May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૨૩

જગ મહુસખા નિસાચર જેતે, લછિમનુ હનઇ નિમિષ મહુતેતે.
જૌં સભીત આવા સરનાઈ, રખિહઉતાહિ પ્રાન કી નાઈ.
કેમ કે  હે મિત્ર ! જગતમાં જેટલા રાક્ષસો છે, તે સર્વ ને લક્ષ્મણ પલકવાર માં જ મારી શકે છે,
પણ જો તે ભયભીત થઇ મારી શરણે આવ્યો હશે, તો હું તેને પ્રાણ ની પેઠે રાખીશ (તેની રક્ષા કરીશ ).

(દોહા)

ઉભય ભિ તેહિ આનહુ હિ કહ કૃપાનિકેત.
જય કૃપાલ કહિ ચલે અંગદ હનૂ સમેત(૪૪)
કૃપાના ધામ શ્રી રામે  હસીને કહ્યું : બંને પ્રકારે (શત્રુ કે શરણે -તેવા બે પ્રકારે) તેને લાવો .
ત્યારે અંગદ અને હનુમાન સહિત વાનર ગણ કૃપાળુ શ્રી રામનો જય થાઓ (એમ ) કહી ચાલ્યા.(૪૪)

ચોપાઈ 
સાદર તેહિ આગેં કરિ બાનર, ચલે જહારઘુપતિ કરુનાકર.
દૂરિહિ તે દેખે દ્વૌ ભ્રાતા, નયનાનંદ દાન કે દાતા.
વિભીષણ ને આદર સહીત આગળ કરી વાનરો ફરી ત્યાં ચાલ્યા કે જ્યાં કરુણા ની ખાણ શ્રી રામચંદ્રજી હતા.  નેત્રોને આનંદ નું દાન દેનારા બંને ભાઈઓને વિભીષણે દુરથી જોયા .

બહુરિ રામ છબિધામ બિલોકી, રહેઉ ઠટુકિ એકટક પલ રોકી.
ભુજ પ્રલંબ કંજારુન લોચન, સ્યામલ ગાત પ્રનત ભય મોચન.
પછી શોભાના ધામ શ્રી રામ ને જોઈને મટકું પણ માર્યા વગર સ્તબ્ધ થઇ એકીટશે જોઈ રહ્યા  !  
ભગવાનની ભુજાઓ  લાંબી હતી, નેત્રો લાલ કમળ સમાન હતાં અને
શરણાગતો નાં ભયનો નાશ કરનારું શરીર શ્યામ હતું.

સિંઘ કંધ આયત ઉર સોહા, આનન અમિત મદન મન મોહા.
નયન નીર પુલકિત અતિ ગાતા, મન ધરિ ધીર કહી મૃદુ બાતા.
ખાંધ સિંહ સમાન હતી.વિશાળ વક્ષ: સ્થળ શોભી રહ્યું હતું અને મુખ અસંખ્ય કામદેવોના મનને મોહ કરનાર હતું.  ભગવાન નું સ્વરૂપ જોઈ વિભીષણ નાં નેત્રોમાં પ્રેમાશ્રુ નાં જળ ભરાયાં અને શરીર અત્યંત રોમાંચિત થયું. પછીમનમાં ધીરજ ધરી તેમણે કોમળ વચનો કહ્યાં.

નાથ દસાનન કર મૈં ભ્રાતા, નિસિચર બંસ જનમ સુરત્રાતા.
સહજ પાપપ્રિય તામસ દેહા, જથા ઉલૂકહિ તમ પર નેહા.
હે નાથ ! હું  દશમુખ  રાવણ નો ભાઈ  છું. હે દેવોના રક્ષક ! મારો જન્મ રાક્ષસ કુળમાં થયો છે .મારું શરીર તામસ છે. અને જેમ ઘુવડને અંધકાર પર (સહજ )સ્નેહ છે ,તેમ સ્વભાવથી જ મને પાપ પ્રિય છે.

(દોહા)

શ્રવન સુજસુ સુનિ આયઉપ્રભુ ભંજન ભવ ભીર.
ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદ રઘુબીર(૪૫)
હું કાનથી આપનો સુંદર યશ સાંભળી આવ્યો છું કે પ્રભુ સંસારના ભયનો નાશ કરનારા છે.  હે દુઃખીઓના   દુઃખ  દુરકરનાર અને શરણાગતો ને સુખ દેનાર શ્રી રઘુવીર ! ત્રાહી , ત્રાહી - મારી રક્ષા કરો - રક્ષા કરો.(૪૫)

ચોપાઈ 

અસ કહિ કરત દંડવત દેખા, તુરત ઉઠે પ્રભુ હરષ બિસેષા.
દીન બચન સુનિ પ્રભુ મન ભાવા, ભુજ બિસાલ ગહિ હૃદયલગાવા.
એમ કહી દંડવત કરતા તેમને  પ્રભુ એ જોયા; એટલે તે અતિશય હર્ષ પામી તરત જ ઉઠ્યા.
વિભીષણ નાં દીન વચનો સાંભળી પ્રભુ મનમાં ઘણાજ  હર્ષ પામ્યા.
તેમણે પોતાની વિશાળ ભુજાઓથી પકડી તેમને હૃદય સરસા ચાંપ્યા.

અનુજ સહિત મિલિ ઢિગ બૈઠારી, બોલે બચન ભગત ભયહારી.
કહુ લંકેસ સહિત પરિવારા, કુસલ કુઠાહર બાસ તુમ્હારા.
નાના ભાઈ લક્ષ્મણજી સહિત (વિભીષણને ) મળી , પોતાની પાસે બેસાડી શ્રી રામચંદ્રજી ભક્તોના ભયને હરનારાંવચનો  બોલ્યા : હે  લંકેશ  ! પરિવાર સહિત તમારું કુશળ કહો.   તમારો વાસ ખરાબ સ્થાન પર છે.

ખલ મંડલીં બસહુ દિનુ રાતી, સખા ધરમ નિબહઇ કેહિ ભાી.
મૈં જાનઉતુમ્હારિ સબ રીતી, અતિ નય નિપુન ન ભાવ અનીતી.
દિવસ - રાત  દુષ્ટો ની મંડળીમાં તમે વસો છો. હે મિત્ર  ! તમારો ધર્મ કયા પ્રકારે નભે છે ?  હું તમારી  સર્વ  રીતી  જાણું છું. તમે અત્યંત નીતિ નિપુણ છો.તમને અનીતિ  ગમતી નથી.

બરુ ભલ બાસ નરક કર તાતા, દુષ્ટ સંગ જનિ દેઇ બિધાતા.
અબ પદ દેખિ કુસલ રઘુરાયા, જૌં તુમ્હ કીન્હ જાનિ જન દાયા.
હે તાત  ! નરકમાં વસવું ઘણું જ સારું , પરંતુ વિધાતા દુષ્ટોનો સંગ ન દે.(વિભીષણે કહ્યું  : ) હે રઘુનાથજી!
હવે  આપના ચરણોના દર્શન કરી હું કુશળ છું,કારણ કે આપે પોતાનો સેવક જાણી મારા પર દયા કરી છે.

(દોહા)

તબ લગિ કુસલ ન જીવ કહુસપનેહુમન બિશ્રામ.
જબ લગિ ભજત ન રામ કહુસોક ધામ તજિ કામ(૪૬)
જ્યાં સુધી જીવ શોકના ઘર રૂપી  કામ વાસના છોડી શ્રી રામને ભજતો નથી,
ત્યાં સુધી તેનું કુશળ નથી અને સ્વપ્ન માં પણ તેના મનને શાંતિ નથી.(૪૬)


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE