May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૧૬


સોઇ બિજઈ બિનઈ ગુન સાગર, તાસુ સુજસુ ત્રેલોક ઉજાગર.
પ્રભુ કીં કૃપા ભયઉ સબુ કાજૂ, જન્મ હમાર સુફલ ભા આજૂ.
તે જ વિજયી છે, તે જ વિનયી છે અને તે જ ગુણોનો સમુદ્ર બને છે.તેનો સુંદર યશ ત્રણે લોકોમાં પ્રકાશિત થાય છે.(આપ ) પ્રભુની કૃપાથી સર્વ કાર્ય થયું. આજે અમારો જન્મ સફળ થયો.

નાથ પવનસુત કીન્હિ જો કરની, સહસહુમુખ ન જાઇ સો બરની.
પવનતનય કે ચરિત સુહાએ, જામવંત રઘુપતિહિ સુનાએ
હે નાથ ! પવનપુત્ર હનુમાને જે કાર્ય કર્યું, તે હજાર  મુખોથી પણ વર્ણવી શકાતું નથી.તે વખતે જાંબુવાને
હનુમાનજી નું સુંદર ચરિત્ર (કાર્ય ) શ્રી રઘુનાથજીને સંભળાવ્યું.

સુનત કૃપાનિધિ મન અતિ ભાએ, પુનિ હનુમાન હરષિ હિયલાએ.
કહહુ તાત કેહિ  ભાવિ  જાનકી, રહતિ કરતિ રચ્છા સ્વપ્રાન કી.
( તે ચરિત્રો ) સાંભળવાથી કૃપાના ભંડાર શ્રી રામચંદ્રજી ના મનને ઘણાં સારાં લાગ્યાં.તેમણે હર્ષિત થઇ
હનુમાનજીને ફરી હૃદય સરસા ચાંપ્યા અને કહ્યું: હે તાત ! કહો સીતા કયા પ્રકારે રહે છે
અને (કેવી રીતે )પોતાના પ્રાણની રક્ષા કરે છે?

(દોહા)
નામ પાહરુ દિવસ નિસિ ધ્યાન તુમ્હાર કપાટ.
લોચન નિજ પદ જંત્રિત જાહિં પ્રાન કેહિં બાટ.(૩૦)
(હનુમાનજીએ કહ્યું:) આપનું નામ રાત દિવસ પહેરો ભરનાર છે,આપનું ધ્યાન કમાડ છે અને નેત્રોને પોતાના
ચરણો માં લગાવી રહે છે (એ જ તાળું લાગેલું છે), પછી પ્રાણ જાય કયા માર્ગે ?(૩૦)

ચોપાઈ 

ચલત મોહિ ચૂડ઼ામનિ દીન્હી, રઘુપતિ હૃદયલાઇ સોઇ લીન્હી.
નાથ જુગલ લોચન ભરિ બારી, બચન કહે કછુ જનકકુમારી.
અને નીકળતી વખતે તેમણે મને ચુડામણી (ઉતારી)દીધો છે. શ્રી રઘુનાથજી એ તેને લઈને હૃદય સરસો દબાવ્યો.
(હનુમાનજીએ ફરી કહ્યું:) હે નાથ ! બંને નેત્રોમાં જળ ભરી જાનકીજીએ મને કંઇક વચનો કહ્યાં છે:

અનુજ સમેત ગહેહુ પ્રભુ ચરના, દીન બંધુ પ્રનતારતિ હરના.
મન ક્રમ બચન ચરન અનુરાગી, કેહિ અપરાધ નાથ હૌં ત્યાગી.
નાના ભાઈ  સહિત પ્રભુના ચરણો પકડવા અને કહેવું કે, આપ દીનબંધુ તથા શરણાગતોના દુઃખ હરનાર છોતેમજ હું મન,વચન તથા કર્મ થી (આપના )ચરણો પર પ્રેમવાળી છું;
છતાં (આપ ) સ્વામીએ મને કયા અપરાધથી ત્યજી?

અવગુન એક મોર મૈં માના, બિછુરત પ્રાન ન કીન્હ પયાના.
નાથ સો નયનન્હિ કો અપરાધા, નિસરત પ્રાન કરિહિં હઠિ બાધા.
હું મારો એક અવગુણ ( દોષ, અવશ્ય ) માનું છુ કે આપનો વિયોગ થતાં જ મારા પ્રાણ ચાલ્યા ન ગયા;
પરંતુ  હે નાથ ! એતો નેત્રોનો અપરાધ છે કે જે પ્રાણ ને નીકળી જવામાં હઠપૂર્વક હરકત કરે છે.

બિરહ અગિનિ તનુ તૂલ સમીરા, સ્વાસ જરઇ છન માહિં સરીરા.
નયન સ્ત્રવહિ જલુ નિજ હિત લાગી, જરૈં ન પાવ દેહ બિરહાગી.
વિરહ અગ્નિ છે,શરીર રૂ છે અને શ્વાસ પવન છે. આમ અગ્નિ તથા પવનનો સંયોગ થતાં
શરીર ક્ષણ માત્રમાં બળી જાય, પરંતુ નેત્રો પોતાના હિત માટે ( પ્રભુનાં દર્શન કરી સુખી થવાને )
જળ (આંસુ ) વરસાવી રહ્યા છે, જેથી વિરહના અગ્નિથી પણ દેહ બળી જવા પામતો નથી.

સીતા કે અતિ બિપતિ બિસાલા, બિનહિં કહેં ભલિ દીનદયાલા.
સીતાજીની વિપત્તિ ઘણી મોટી છે. હે  દિનદયાળ ! તે ન કહેવી જ ઠીક છે
(કહેવાથી આપને ઘણું દુઃખ થશે ).

(દોહા)

નિમિષ નિમિષ કરુનાનિધિ જાહિં કલપ સમ બીતિ.
બેગિ ચલિય પ્રભુ આનિઅ ભુજ બલ ખલ દલ જીતિ.(૩૧)
હે કરુણાનિધાન ! તેમની એક એક પળ કલ્પ સમાન જાય છે; માટે હે પ્રભો ! તરત ચાલો. આપની ભુજાઓ ના બળથી દુષ્ટોના દળ ને જીતી સીતાજીને લઇ આવીએ.(૩૧)

ચોપાઈ 

સુનિ સીતા દુખ પ્રભુ સુખ અયના, ભરિ આએ જલ રાજિવ નયના.
બચન કા મન મમ ગતિ જાહી, સપનેહુબૂઝિઅ બિપતિ કિ તાહી.
સીતાજીનું દુઃખ સાંભળી સુખના ધામ પ્રભુનાં કમળ સમાન નેત્રોમાં જળ ભરાઈ આવ્યાં (અને તે બોલ્યા :)
મન, વચન તથા શરીરથી જેને મારો જ આધાર છે, તેને શું સ્વપ્ન માં પણ વિપત્તિ હોય ?


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE