May 31, 2014

Ram-Charit-Maanas-Gujarati-રામચરિત-માનસ-સુંદરકાંડ-૧૯

ચોપાઈ 

ઉહાનિસાચર રહહિં સસંકા, જબ તે જારિ ગયઉ કપિ લંકા.
નિજ નિજ ગૃહસબ કરહિં બિચારા, નહિં નિસિચર કુલ કેર ઉબારા.
ત્યાં (લંકામાં ) જ્યારથી હનુમાનજી લંકા સળગાવીને ગયા,ત્યારથી રાક્ષસો શંકા યુક્ત રહેવા લાગ્યા.
પોત પોતાના ઘરમાં સર્વ વિચાર કરી રહ્યા કે હવે રાક્ષસ કુળનું રક્ષણ થવાનું નથી.

જાસુ દૂત બલ બરનિ ન જાઈ, તેહિ આએપુર કવન ભલાઈ.
દૂતન્હિ સન સુનિ પુરજન બાની, મંદોદરી અધિક અકુલાની.
જેના દૂતનું બળ વર્ણવી શકાતું નથી,તે પોતે નગરમાં આવે તેમાં (આપણી ) શી ભલાઈ છે?
(શું સારું થશે ? ) દૂતીઓ પાસેથી નગર વાસીઓના  એ વચનો સાંભળી મંદોદરી ઘણી જ વ્યાકુળ થઇ.

રહસિ જોરિ કર પતિ પગ લાગી, બોલી બચન નીતિ રસ પાગી.
કંત કરષ હરિ સન પરિહરહૂ, મોર કહા અતિ હિત હિયધરહુ.
તે એકાંતમાં પતિને ( રાવણને) હાથ જોડીને પગે લાગી અને નીતિ રસથી તળબોળ વાણી બોલી :
હે પતિ ! શ્રી હરિ  સાથેનો વિરોધ છોડી દો. મારું કહેવું અત્યંત હિતકારી જાણી હૃદયમાં ધારો.

સમુઝત જાસુ દૂત કઇ કરની, સ્ત્રવહીં ગર્ભ રજનીચર ધરની.
તાસુ નારિ નિજ સચિવ બોલાઈ, પઠવહુ કંત જો ચહહુ ભલાઈ.
જેના દૂતની કરણીનો વિચાર કરતાં (સ્મરણ આવતાં ) જ રાક્ષસોની સ્ત્રીઓ ના ગર્ભો સ્ત્રવી જાય છે; હે પ્રિય સ્વામી ! જો ભલું ચાહતા હો, તો પોતાના મંત્રીને બોલાવી તેની સાથે તેમની (શ્રીરામની ) સ્ત્રીને મોકલી દો.

તબ કુલ કમલ બિપિન દુખદાઈ, સીતા સીત નિસા સમ આઈ.
સુનહુ નાથ સીતા બિનુ દીન્હેં, હિત ન તુમ્હાર સંભુ અજ કીન્હેં.
સીતા તમારા કુળ રૂપી કમળો ના વનને દુઃખ દેનારી શિયાળા ની રાત્રિ  જેવી  આવી છે. હે નાથ  ! સંભાળો.
સીતાને  (પાછી ) આપ્યા વિના શંકર અને બ્રહ્મા નું  કરેલું પણ  તમારું હિત (કલ્યાણ ) નહિ થાય.

(દોહા)

રામ બાન અહિ ગન સરિસ નિકર નિસાચર ભેક,
જબ લગિ ગ્રસત ન તબ લગિ જતનુ કરહુ તજિ ટેક(૩૬)
શ્રી રામના બાણ સર્પોના સમૂહ જેવા છે અને રાક્ષસોના સમૂહ દેડકા જેવા છે. જ્યાં સુધી માં તે (બાણો રૂપી સર્પો ) તેમને  ( આ રાક્ષસો રૂપી દેડકાંઓને ) ગળી ન જાય ત્યાં સુધીમાં હઠ છોડી ઉપાય કરો.(૩૬)

ચોપાઈ 

શ્રવન સુની સઠ તા કરિ બાની, બિહસા જગત બિદિત અભિમાની.
સભય સુભાઉ નારિ કર સાચા, મંગલ મહુભય મન અતિ કાચા.
મૂર્ખ અને જગ પ્રસિદ્ધ  અભિમાની રાવણ કાનોથી તેની વાણી સાંભળી ખુબ હસ્યો (અને બોલ્યો : ) ખરેખર સ્ત્રીઓનો સ્વભાવ  ઘણો જ બીકણ હોય છે. મંગળ માં પણ તું ભય કરે છે  !
તારું મન અત્યંત કાચું (નબળું ) છે.

જૌં આવઇ મર્કટ કટકાઈ, જિઅહિં બિચારે નિસિચર ખાઈ.
કંપહિં લોકપ જાકી ત્રાસા, તાસુ નારિ સભીત બડ઼િ હાસા.
જો વાનરોની સેના આવશે તો બિચારા રાક્ષસો  તેઓને ખાઈ પોતાનો જીવન નિર્વાહ કરશે. લોક પાલો પણ જેના ભયથી કંપે છે, તેની સ્ત્રી હોવા છતાં તું ડરે છે ! આ મોટી હાસ્યની વાત છે.

અસ કહિ બિહસિ તાહિ ઉર લાઈ, ચલેઉ સભામમતા અધિકાઈ.
મંદોદરી હૃદયકર ચિંતા, ભયઉ કંત પર બિધિ બિપરીતા.
રાવણ એમ કહી હસીને તેને હૃદય સાથે  ચાંપી  અને મમતા સ્નેહ વધારી તે સભામાં ચાલ્યો ગયો.
મંદોદરી  હૃદયમાં ચિંતા કરવા લાગી કે પતિ પર વિધાતા વિપરીત થયાં છે.

બૈઠેઉ સભાખબરિ અસિ પાઈ, સિંધુ પાર સેના સબ આઈ.
બૂઝેસિ સચિવ ઉચિત મત કહહૂ, તે સબ હે મષ્ટ કરિ રહહૂ.
જિતેહુ સુરાસુર તબ શ્રમ નાહીં, નર બાનર કેહિ લેખે માહી.
તે સભામાં જઈ બેઠો,(કે તે જ  વખતે તેને આવી ખબર મળી કે , શત્રુની સર્વ સેના સમુદ્રની પાર આવી છે.તેણે મંત્રીઓને પૂછ્યું કે, તમે યોગ્ય સલાહ કહો;(હવે શું કરવું જોઈએ ?) ત્યારે તેઓ બધા હસ્યા અને બોલ્યા કે ,ચુપ થઇ રહો.(આમાં સલાહ શી કહેવાની છે?)આપે દેવો અને રાક્ષસોને જીત્યા ત્યારે શ્રમ થયો ન હતો, તો મનુષ્યો અને વાનરો કઈ ગણતરીમાં છે ?

(દોહા)

સચિવ બૈદ ગુર તીનિ જૌં પ્રિય બોલહિં ભય આસ,
રાજ ધર્મ તન તીનિ કર હોઇ બેગિહીં નાસ(૩૭)
મંત્રી,વૈધ અને ગુરુ- આ ત્રણે જો ભય અથવા (લાભની )આશાને લીધે( હીત ની વાત  કહી કેવળ )પ્રિય બોલે
(ખુશામત  કરે), તો અનુક્રમે રાજ્ય,શરીર તથા ધર્મ (એ ત્રણે ) નો જલદી નાશ થાય છે.(૩૭)


સુંદરકાંડ-રામચરિત-માનસ------સૌજન્ય- www.somsangarh.com
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE