બાજહિં ઢોલ દેહિં સબ તારી, નગર ફેરિ પુનિ પૂ પ્રજારી.
પાવક જરત દેખિ હનુમંતા, ભયઉ પરમ લઘુ રુપ તુરંતા.
નિબુકિ ચઢ઼ેઉ કપિ કનક અટારીં, ભઈ સભીત નિસાચર નારીં.
ઢોલ વાગવા લાગ્યા.સર્વ લોક તાળીઓ પાડવા લાગ્યા.હનુમાનજીને નગરમાં ફેરવ્યા પછી
પુંછડા માં આગ લગાડી.અગ્નિને બળતો જોઈ હનુમાનજી અત્યંત નાના રૂપ વાળા બન્યા
અને (નાગપાશ )
બંધન માંથી નીકળી
સોનાની અટારીઓ પર જઈ ચડ્યા.તેમને જોઈ રાક્ષસોની સ્ત્રીઓ ભયભીત થઇ.
(દોહા)
હરિ પ્રેરિત તેહિ અવસર ચલે મરુત ઉનચાસ.
અટ્ટહાસ કરિ ગર્જ઼ા કપિ બઢ઼િ લાગ અકાસ(૨૫)
એ સમયે ભગવાને પ્રેરેલા ઓગણપચાસ મરુતો (વાયુ)
વાવા લાગ્યા.
હનુમાનજી અટ્ટહાસ્ય કર ગરજ્યા.અને વધીને આકાશ સુધી પહાંચ્યા.(૨૫)
ચોપાઈ
દેહ બિસાલ પરમ હરુઆઈ, મંદિર તેં મંદિર ચઢ઼ ધાઈ.
જરઇ નગર ભા લોગ બિહાલા, ઝપટ લપટ બહુ કોટિ કરાલા.
તાત માતુ હા સુનિઅ પુકારા, એહિ અવસર કો હમહિ ઉબારા.
હમ જો કહા યહ કપિ નહિં હોઈ, બાનર રૂપ ધરેં સુર કોઈ.
(હનુમાનજી નો )દેહ વિશાળ હોવા છતાં ઘણો જ હલકો હતો. તે દોડીને એક મહેલથી બીજા મહેલ પર
ચડી
જતા હતા. નગર સળગી રહ્યું,
લોકો બેહાલ થયા,આગની કરોડો ભયંકર લપટ-ઝપટો લાગી રહી,
ચારે તરફ
પોકાર સંભળાઈ રહ્યાકે,હા તાત !
હા માત ! આ અવસરે અમને કોણ બચાવશે?
અમે તો પ્રથમ જ કહ્યું હતું કે,
આ વાનર નથી (પણ)
વાનર રૂપ ધરનાર કોઈ દેવ છે.
સાધુ અવગ્યા કર ફલુ ઐસા, જરઇ નગર અનાથ કર જૈસા.
જારા નગરુ નિમિષ એક માહીં, એક બિભીષન કર ગૃહ નાહીં.
આ નગર અનાથ ની પેઠે બળી રહ્યું છે,એ સત્પુરુષો ના અપમાનનું જ ફળ છે.
હનુમાનજીએ એક ક્ષણ માં આખું
નગર સળગાવી દીધું;
એક વિભીષણ નું ઘર બાળ્યું નહિ.
તા કર દૂત અનલ જેહિં સિરિજા, જરા ન સો તેહિ કારન ગિરિજા.
ઉલટિ પલટિ લંકા સબ જારી, કૂદિ પરા પુનિ સિંધુ મઝારી.
( શંકર પાર્વતીને કહે છે: )
હે પાર્વતી ! જેમણે અગ્નિને બનાવ્યો છે,તેમના જ દૂત હનુમાનજી છે,એ કારણથીતે
અગ્નિથી બળ્યા નહિ.હનુમાનજીએ ઉલટ પલટ કરી આખી લંકા સળગાવીઅને પછી તે સમુદ્રમાં કુદી
પડ્યા.
(દોહા)
પૂછ બુઝાઇ
ખોઇ શ્રમ, ધરિ લઘુ રૂપ બહોરિ.
જનકસુતા કે આગેં ઠાઢ઼, ભયઉ કર
જોરિ(૨૬).
પુંછડું બુઝાવી પરિશ્રમ દુર કરી ફરી નાનું રૂપ ધરી તે સીતાજી પાસે જઈ હાથ જોડી ઉભા રહ્યા.(૨૬)
ચોપાઈ
માતુ મોહિ દીજે કછુ ચીન્હા, જૈસેં
રઘુનાયક મોહિ દીન્હા.
ચૂડ઼ામનિ ઉતારિ તબ દયઊ, હરષ
સમેત પવનસુત લયઊ.
(અને કહ્યું: ) હે માતા !
જેમ રઘુનાથજીએ મને
(ચિન્હ ) આપ્યું હતું,
તેમ આપ કોઈ ચિન્હ (ઓળખાણ )આપો.
ત્યારે સીતાજીએ ચુડામણી ઉતારી આપ્યો;
એટલે હનુમાનજી એ હર્ષપૂર્વક તે લીધો.
કહેહુ તાત અસ મોર પ્રનામા, સબ પ્રકાર પ્રભુ પૂરનકામા.
દીન દયાલ બિરિદુ સંભારી, હરહુ નાથ મમ સંકટ ભારી.
( જાનકીજીએ કહ્યું:
) હે તાત ! મારા પ્રણામ જણાવજો અને આમ કહેજો કે હે પ્રભો !
આપ સર્વ પ્રકારે પૂર્ણકામ છો.
(આપને કોઈ કામના નથી )
તો પણ દિન-દુઃખીઓ પર દયા કરવી,
(એ) આપનું બિરુદ છે,(
અને હું દીન છું )
તેથી એ બિરુદ નું સ્મરણ કરી,
હે નાથ ! મારું ભારે સંકટ હરો.
તાત સક્રસુત કથા સુનાએહુ, બાન પ્રતાપ પ્રભુહિ સમુઝાએહુ.
માસ દિવસ મહુનાથુ ન આવા, તૌ પુનિ મોહિ જિઅત નહિં પાવા.
હે તાત ! ઈન્દ્રપુત્ર જયંત ની કથા (ઘટના )
સંભળાવવી અને પ્રભુને ( તે ઈન્દ્રપુત્ર પ્રત્યે ના તેમના )
બાણ નો પ્રતાપ
સમજાવવો (યાદ કરાવવો);જો એક મહિના દિવસ માં નાથ ન આવ્યા,
તો પછી મને જીવતી નહિ પામે.
કહુ કપિ કેહિ બિધિ રાખૌં પ્રાના, તુમ્હહૂ તાત કહત અબ જાના.
તોહિ દેખિ સીતલિ ભઇ છાતી, પુનિ મો કહુસોઇ દિનુ સો રાતી.
હે હનુમાન ! કહો,
હું કયા પ્રકારે પ્રાણ રાખું?
હે તાત, તમે પણ હવે જવાનું કહો છો.
તમને જોઈ ને છાતી શીતળ થતી હતી. પાછા મારે તે જ દિવસ અને તે જ રાત (રહ્યા )!