More Labels

Sep 25, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૪૦

(૧૧) પૃથ્વી પર જ્ઞાન નો વિસ્તાર

વશિષ્ઠ કહે છે કે-આમ,પૃથ્વી ઉપર જ્ઞાન કેવી રીતે ઉતર્યું? તે-
અને  બ્રહ્મા નું ને મારું કર્તવ્ય-કર્મ  (ચેષ્ઠા) મેં તમને કહી સંભળાવી.
હે,રામ,આજે મોટા પુણ્ય ના ઉદય ને લીધે,તમારા મનને એ ઉત્તમ જ્ઞાન સાંભળવાની ઉત્કંઠા થઇ છે.

શ્રીરામ કહે છે કે-સૃષ્ટિ રચ્યા પછી,બ્રહ્માની બુદ્ધિ,આ જગતમાં જ્ઞાન ઉતારવા કેવી રીતે થઇ હતી?
વશિષ્ઠ કહે છે કે-બ્રહ્માએ પોતાની સૃષ્ટિ ને દુઃખી થતી જોઈ ને જેમ મને જ્ઞાન ઉતારવા મને મોકલ્યો છે,
તેમ સનતકુમાર અને નારદ –વગેરે જેવા ઘણા મહર્ષિઓને તેમણે પૃથ્વી પર મોકલ્યા છે.

પૂર્વે, સતયુગ ઉતર્યા પછી,પૃથ્વીમાં કાળક્રમ ને લીધે,શુદ્ધ કર્મકાંડ સંકોચ પામી ગયો,ત્યારે,મર્યાદા ના સ્થાપન માટે,દેશના જુદા જુદા વિભાગ કરી,ને તેમાં રાજાઓનું સ્થાપન કર્યું.અને બ્રહ્માએ મોકલેલ તે મહર્ષિઓએ,પૃથ્વીમાં ધર્મ,અર્થ,અને કામ ની સિદ્ધિ માટે તેને યોગ્ય શાસ્ત્રો રચ્યાં.

પણ,કાળક્રમે,આ ધર્મ નો ક્રમ તૂટી ગયો,રાજાઓમાં વેર થઈને તેઓ,પૃથ્વી નું પાલન કરવામાં અસમર્થ થઇ,અને પ્રજાની જેવા જ કંગાળ થઇ ગયા ત્યારે,રાજાઓની દીનતા ઘટાડવા,અને આત્મ-જ્ઞાન નો પ્રચાર કરવા મેં,અને મહર્ષિઓ એ જ્ઞાન સંબંધી મોટામોટા વિચારો પ્રગટ કરવા માંડ્યા.
અને આમ સહુ પ્રથમ રાજાઓમાં અને પછી પ્રજામાં આ વિદ્યા (જ્ઞાન) વિસ્તાર પામી.એટલે,
એ ઉત્તમ આત્મ-જ્ઞાન-“રાજ-વિદ્યા કે રાજ-ગુહ્ય જ્ઞાન” કહેવાવા માંડ્યું.
હે,રામ,એ રાજ-વિદ્યા જાણી ને રાજાઓ અત્યંત દુઃખ-રહિત થયા.

આ પ્રમાણે કાળ-ક્રમ ચાલતાં નિર્મળ કીર્તિ-વાળા ઘણા રાજાઓ થઇ ગયા,પછી,કાળ-ક્રમે,
તમે પણ અહીં દશરથ રાજાને ત્યાં હમણાં (હાલમાં) ઉત્પન્ન (પેદા) થયા છે.
હે,રામ,પૃથ્વી પરના બીજા સઘળા - સાધુઓને અને વિવેકીઓને –
કોઈ દુખના કારણો આવી પડે ત્યારે,જ,“રજોગુણી-વૈરાગ્ય” ઉત્પન્ન થાય છે,
પણ તમને તો એવા કોઈ દુઃખના કારણો સિવાય,તમારા પવિત્ર અને સ્વચ્છ મનમાં,પોતાના વિવેક ને લીધે જ,”સાત્વિક-સત્વ-ગુણી-વૈરાગ્ય” ઉત્પન્ન થયો છે તે અપૂર્વ છે.અને મારે માટે પણ આશ્ચર્ય-કારી છે.
જેમ બીજ ને ઉગવા માટે કોમળ (પોચી-માટી જેવું) સ્થળ એ યોગ્ય સ્થળ છે,
તેમ,તમે જ્ઞાનના સાર પામવાને યોગ્ય છે.ઈશ્વર ની કૃપાથી,તમારી બુદ્ધિ વિવેક ઉપર જ દોડે છે.

હે,રામ,મોટી (શ્રેષ્ઠ) બુદ્ધિવાળા પુરુષો,આ સંસાર-રૂપી સમુદ્ર –કે જે તરવામાં અતિ-દુસ્તર છે,તેને,
આ જ્ઞાન-રૂપી વહાણમાં બેસી ને નિમેષ-માત્રમાં (આંખનું મટકું મારવા માત્રમાં) તરી ગયા છે.
જેવી રીતે,વર્ષા-ઋતુ થી ભીંજાયેલા વનને અગ્નિ ની જવાળાઓ બાળી શકતી  નથી,
તેમ,વેદાંત-શાસ્ત્ર ને જાણનાર અને આત્મ-તત્વ નો સાક્ષાત્કાર કરનાર વિદ્વાન ને,
ચિંતા ઓ બાળી શકતી નથી. અને
આધિ-વ્યાધિ-રૂપી,અને સંસાર-રૂપી,પવન ગમે તેટલા જોરથી વાતો હોય પણ,
તત્વ-વેતા પુરુષ તેની સામે એક અડગ-ખડક ની જેમ ઉભો રહે છે ને તેનાથી ભાગતો નથી.

     INDEX PAGE
      NEXT PAGE