More Labels

Oct 5, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૫૦

આ રીતે અત્યાર સુધી બતાવ્યા મુજબ-
 “શમ-વિચાર-સંતોષ-અને-સત્સંગ”  એ સંસાર-રૂપી સમુદ્ર ને તરવાના ઉપાયો બતાવ્યા.
(૧) “શમ” એ પરમ-સુખ છે,  (૨) ”વિચાર” એ પરમ-જ્ઞાન છે,
(૩) ”સંતોષ” એ પરમ-લાભ છે, અને  (૪) “સત્સંગ” એ પરમ-ગતિ છે.

આ ચાર –શમ-વિચાર-સંતોષ-સત્સંગ-એ સંસાર ને ભેદવાના નિર્મળ ઉપાયો છે.
જેમણે એનો અભ્યાસ કર્યો હોય છે,તેઓ “મોહ-રૂપી-સંસાર-સમુદ્ર” ને તરી ગયા છે એમ સમજવું.
હે,રામ,આ ચારમાંથી જો એક નો પણ અભ્યાસ થાય તો-ચારે નો અભ્યાસ થઇ જાય છે.ચારમાં નો એક પણ ચારે ને ઉત્પન્ન કરનાર થાય છે,માટે મનુષ્યે એ ચાર ને સિદ્ધ કરવા સારું,યત્ન-પૂર્વક એક નો તો અવશ્ય આશ્રય કે અભ્યાસ કરવો જોઈએ.

જેમ,મોજાં વિનાના સ્વચ્છ સમુદ્રમાં વહાણો સારી રીતે ફરી શકે છે,
તેમ,”શમ” થી સ્વચ્છ થયેલા મનમાં વિચાર-સત્સંગ અને સંતોષ-સારી રીતે પ્રવર્તી શકે છે.
અને મનુષ્ય ને “જ્ઞાન-રૂપી” મહામુલ્ય- સંપત્તિઓ મળે છે.
આથી હે,રઘુનંદન,મન ને પુરુષાર્થ થી જીતીને,તેમાં (ઉપરના) એક ગુણ નુ તો સર્વદા-યત્નથી સંપાદન કરવું જોઈએ. કારણકે-જ્યાં સુધી “મન-રૂપી-માતંગ” ને જીતીને (ઉપરમાં ના) એક-ગુણ ને પણ,
ધારણ કરવામાં આવતો નથી ત્યાં સુધી ઉત્તમ ગતિ મળતી નથી.
અને જ્યાં સુધી,એ (ઉપરના) ગુણો નો સંપાદન કરવા તમારા મન નો આગ્રહ થાય નહિ-
ત્યાં સુધી તમે ભલે દેવ-યક્ષ-પુરુષ કે ઝાડ થશો-તો પણ –
“તમને જ્ઞાન મેળવવાનો કોઈ ઉપાય થયો નથી” –એમ જ સમજવું.

મનુષ્યોના આ મોહકારી “વનમાં” “શુભ અને અશુભ-બે કાંઠાઓ વાળી –વાસનાઓ-રૂપી નદી”
સર્વદા-પ્રબળ વેગે જાય છે, આપણે પ્રયત્ન કરી ને એ નદી ને જે કાંઠામાં (શુભ-કે અશુભ) નાખીએ,
તે કાંઠામાં જ તે વહે છે,માટે જેમ તમારી ઈચ્છા હોય તેમ તમે કરો.

હે,ઉત્તમ,બુદ્ધિ-વાળા રામ,ઉત્તમ એ છે કે-“મન-રૂપી” વનમાં ચાલી જતી,પોતાની “વાસના-રૂપ” નદીને
“પુરુષ-પ્રયત્ન” ના વેગથી (શક્તિથી) શુભ કિનારા ને અનુસરતી કરો કે જેનાથી,
તમે જરા પણ,તે (વાસના-નદી ના) અશુભ કિનારા ની કોરે (બાજુ) તણાશો નહિ.

(૧૭) ગ્રંથ-વિભાગ

વશિષ્ઠ કહે છે કે-હે,રાઘવ, જેમ,રાજા જો વિવેકી હોય તો જ  “નીતિ-શાસ્ત્ર”ની વાણી સાંભળવાને યોગ્ય છે,તેમ,આ સંસારમાં ઉપર કહેલી રીતે
જેના મનમાં વિવેક ઉત્પન્ન થયો હોય તે મહાત્મા પુરુષ જ “જ્ઞાન” ની વાતો સાંભળવાને યોગ્ય છે.

મૂર્ખોના સંગ થી રહિત થયેલો,નિર્મળ,અને મોટા મનવાળો,પુરુષ નિર્મળ “વિચાર’ ના ઉદય ને યોગ્ય છે.
તમે સર્વ ગુણો ની અખંડિત લક્ષ્મી થી સંપન્ન છો,
તેથી હું તમને આ જે મન ને મોહને હરનારું,વચન કહીશ તે તમે સાંભળો.
આ “મોક્ષ” દેનારી “મોક્ષોપાય” (મોક્ષ નો ઉપાય) નામની “વેદ-તુલ્ય સંહિતા” બત્રીસ હજાર શ્લોક ની છે.

જેમ, કોઈ મનુષ્ય, જો જાગતો હોય અને એની આગળ દીવો બળતો હોય,
તો તે દીવો તે મનુષ્યની ઈચ્છા,હોય કે ના હોય તો પણ તેને પ્રકાશ આપે છે,
તેમ,આ ગ્રંથ, તેનો અભ્યાસ કરનાર ને તેની ઈચ્છા હોય કે ના હોય તો પણ મુક્તિ આપે છે.

આ “સંહિતા” (યોગ-વશિષ્ઠ) જો કોઈએ પોતાની મેળે જ અભ્યાસ કરીને (વાંચીને) સમજી હોય કે-
કોઈ બીજાના મુખે વર્ણન કરતાં સાંભળી હોય –તો-ગંગાજી,જેમ તરત પાપ-તાપ ની શાંતિ કરી,
પરમ સુખ આપે છે,તેમ,સઘળી ભ્રાંતિ દૂર કરીને પરમ-સુખ આપે છે.
જેમ રજ્જુ (દોરડી) ને પોતાની નજરે જોવાથી (તે દોરડી સાપ નથી પણ દોરડી જ છે)
તેમાં થયેલી સર્પ ની ભ્રાંતિ ટળી જાય છે,
તેમ આ સંહિતા નુ અવલોકન કરવાથી સંસારના દુઃખો ટળી જાય છે.