More Labels

Jan 19, 2015

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-30પૂર્વ તૈયારીઓ વડે જયારે મન મજબૂત બને, કાબૂમાં આવે અને
સૂક્ષ્મ અનુભવો ને પારખવાની શક્તિવાળું બને,ત્યારે તેને ધ્યાન માં લગાડવું જોઈએ.
એટલે કે-આ ધ્યાન ની શરૂઆત,સ્થૂળ વિષયોથી કરીને-ધીરેધીરે-વધુ ને વધુ સૂક્ષ્મ વિષયો પર લઇ જવું જોઈએ. અને છેવટે તે મન ને નિર્વિષય બનાવવું જોઈએ.

બીજી રીતે કહીએ તો-

--મન ને પ્રથમ,"સંવેદન ના બાહ્ય-કારણો" ને "અનુભવવામાં",પછી આંતરિક "ગતિઓ" જોવામાં,અને
ત્યાર પછી તેની "પ્રતિક્રિયા" ને "પકડવામાં લગાડવું જોઈએ".

--અને જયારે મન -"સંવેદન ના બાહ્ય કારણો" ને તેમના પોતાના સ્વરૂપ માં ઓળખવામાં સફળ થશે,
ત્યારે તેનામાં સઘળાં "સૂક્ષ્મ-ભૌતિક અસ્તિત્વો,સૂક્ષ્મ  શરીરો અને આકૃતિઓ"જોવાની શક્તિ આવશે.

--જયારે મન અંદરની ક્રિયાઓને -તેમના પોતાના સ્વરૂપમાં જોવામાં સફળ થશે,ત્યારે-તે-
પોતાની અંદર ના (કે બીજાઓની અંદરના) સઘળા માનસિક તરંગો પર (તે શારીરિક શક્તિમાં રૂપાંતર પામી જાય તે પહેલાં જ) કાબૂ મેળવશે.

--અને જયારે યોગી મન ની પોતાની પ્રતિક્રિયા ને -તેના પોતાને સ્વરૂપે જોવા શક્તિમાન થશે-
ત્યારે તેને સર્વ વસ્તુ નું જ્ઞાન થશે.
(કારણકે-દરેક ઇન્દ્રિય-ગમ્ય પદાર્થ અને દરેક વિચાર-આ મન ની પોતાની પ્રતિક્રિયાનું પરિણામ છે,
અને યોગીએ જયારે મનના છેક પાયા જોયા હશે એટલે મન તેના સંપૂર્ણ કાબૂ હેઠળ આવ્યું હશે)

--એવા યોગીમાં જુદાજુદા પ્રકારની સિદ્ધિઓ આવશે,અને જો તે સિદ્ધિઓ ના પ્રલોભન ને વશ થયો તો-
તેની આગળ ની પ્રગતિ નો માર્ગ બંધ થી જાય છે.
--પણ જો તે યોગી,સિદ્ધિઓ નો ત્યાગ કરવા -જેટલા મજબૂત મનનો હશે-તો ચિત્ત-રૂપી સાગરની અંદર
ઉઠતા તરંગો નો સંપૂર્ણ નિરોધ-રૂપી યોગ નું ધ્યેય પ્રાપ્ત કરશે.

--ત્યાર પછી-મન ની વ્યગ્રતાઓ થી અથવા શરીરની હાલચાલ થી -અવિચલિત એવી આત્મા ની જ્યોતિ તેના પૂર્ણ પ્રકાશમાં ઝળહળી ઉઠશે.

--અને યોગી,પોતે જે સ્વ-રૂપ છે (કે જે તો સદાય હતો જ) તે-"જ્ઞાન ના નિચોડ-રૂપ" "મૃત્યુ-રહિત"અને
"સર્વ-વ્યાપી" એવા "આત્મા-રૂપે" પોતાને જોશે.

સમાધિ -એ દરેક મનુષ્યની (અને પ્રાણી ની પણ) સંપત્તિ છે.
નીચામાં નીચા પશુ થી માંડીને ઉંચામાં ઉંચા-દેવતા સુધીના -એકેએકને -એક યા બીજે સમયે-
એ સમાધિ ની સ્થિતિએ આવું જ પડશે.અને તેમના ખરા "ધર્મ" નો પ્રારંભ ત્યારે જ થશે.

ત્યાં સુધી (તે ધર્મ નો પ્રારંભ-ના થાય ત્યાં સુધી) તો -આપણે તે (ધર્મની) ભૂમિકાએ પહોંચવા માટે માત્ર
પ્રયત્ન જ કરી રહ્યા છીએ. એટલે અત્યારે આપણી અને "જેમને કશો જ ધર્મ નથી" તેમની વચ્ચે કશો જ
તફાવત નથી.કારણકે આપણ ને કશો "અનુભવ" નથી.
અને આપણને એ અનુભવે પહોચાડવા માટે જ "ધ્યાન" નો ઉપયોગ કરવાનો છે.

"સમાધિ" ની અવસ્થાએ પહોંચવા માટેનું એકેએક પગથિયું તર્ક-યુક્તિ -દ્વારા સિદ્ધ કરાયેલું છે,
યોગ્ય રીતે યોજાયેલું છે,વૈજ્ઞાનિક પધ્ધતિએ વ્યવસ્થિત કરાયેલું છે,અને અનુભવ થી રચાયેલું છે.
જો તેનો નિષ્ઠા-પૂર્વક અમલ કરવામાં આવે તો-તે ઈચ્છિત ધ્યેયે અવશ્ય લઇ જાય છે.
અને ત્યારે જ -સર્વ શોક નો અંત આવે છે,સર્વ દુઃખો દૂર થાય છે,કર્મો નાં બીજો બળી જાય છે,
અને "આત્મા" સદાને માટે "મુક્ત" બને છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE