Mar 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-121સરસ્વતી કહે છે કે-તું ચૈતન્ય ના પ્રકાશમય છે,અને મરવાની તે જ ક્ષણમાં આ મિથ્યા જાળ પ્રતીત થઇ છે.
જેમ,સ્વપ્નની એક ક્ષણની અંદર જ સો વર્ષ ની ભ્રાંતિથાય છે,
જેમ,સંકલ્પ ની રચનામાં જીવન અને મરણ ની ભ્રાંતિ થાય છે,
જેમ,વેગથી વહાણ ચાલતાં વૃક્ષો અને પર્વતો નું ચાલવું પ્રતીત થાય છે,
તેમ, જ, તને આ પ્રૌઢ અને વિસ્તીર્ણ સંસારની ભ્રાંતિ થઇ છે.

તું વાસ્તવિક રીતે કદી જન્મ્યો પણ નથી અને કદી મૂઓ પણ નથી,તું તો શુદ્ધ વિજ્ઞાન-રૂપ છે અને સદા
શાંત સ્વરૂપમાં જ રહ્યો છે.તું આ સઘળું જુએ છે,છતાં કશું જોતો નથી,
સદા સર્વાત્મક-પણા ને લીધે,તું સર્વોત્તમ મણિની પેઠે,અને સૂર્ય -વગેરે ની પેઠે,પોતાનામાં જ પોતા થી
પ્રકાશે છે.વાસ્તવિક રીતે તો-તે ભૂમંડળ પણ નથી જ,તું પણ વિદુરથ રાજા નથી ,કે નથી આ નજરે ચડતું  જગત-શત્રુઓ(વગેરે)---વળી  અમે પણ નથી.

પહાડી ગામના રહેવાસી વશિષ્ઠ બ્રાહ્મણ ના મંડપની અંદરના આકાશમાં જ -લીલા ના પતિ પદ્મરાજાના
રાજ્ય વાળું જગત અને તારું હાલનું જગત કે જેમાં આપણે  હાલ બેઠાં છીએ તે,પણ તે જ આકાશમાં છે.
એ સઘળા મંડપો નું જે આકાશ છે તે આકાશ "શુદ્ધ-બ્રહ્મ-સ્વરૂપ" છે.
એ મંડપોમાં પૃથ્વી,નગર,વનો,પર્વતો,વાદળો,નદીઓ કે સમુદ્રો-એ કંઈ જ નથી.
કેવળ પૂર્ણ-બ્રહ્મની અંદર કલ્પી કાઢેલા મિથ્યા ઘરમાં,મિથ્યા લોકો,મિથ્યા વિહાર કરે છે.
ત્યાં કોઈ રાજાઓ નથી,કોઈ પર્વત નથી અને જીવો એકબીજાને જોતાં પણ નથી.

વિદુરથ કહે છે કે-હે,દેવી,જો એમ જ હોય તો મારા અનુચર લોકો મારી પેઠે સાચા છે કે નહિ?
સરસ્વતી કહે છે કે-હે,રાજા,પરબ્રહ્મ ને જાણીને જેઓ શુદ્ધ બોધ-રૂપ અને શુદ્ધ ચૈતન્ય-રૂપ થયા છે,તેમની
દૃષ્ટિમાં તો આ જગત સંબંધી કંઈ પણ સાચું નથી.
"શુદ્ધ-બોધ(જ્ઞાન)-સ્વરૂપ -બ્રહ્મ"માં અવિદ્યા (અજ્ઞાન-માયા) એ આ "જગત-રૂપી-ભ્રમ" કરેલો છે.
એમ પ્રતીત થાય છે જ.અને જગત-રૂપી ભ્રમ નું મિથ્યા-પણું જણાયા પછી તે ભ્રમ ની સત્તા સંભવે જ કેમ?

આ ઝાંઝવાનું પાણી છે એમ જણાય પછી તેમાં "જળ છે" એવી બુદ્ધિ રહેવી સંભવે જ કેમ?
જેમ,જીવતા મનુષ્ય ને પોતાના સ્વપ્નમાં -પોતાના મરણનો ભય મિથ્યા છે,
તેમ,જાગ્રત માં થતો પોતાના મરણનો ભય પણ મિથ્યા જ છે.
હે,રાજા,બોધ (જ્ઞાન) વડે અજ્ઞાન-રૂપી વાદળાં ટળી ગયા પછી,જેનું અંતઃકરણ,શરદ-ઋતુ ના આકાશની
જેમ સ્વચ્છ,શુદ્ધ અને પૂર્ણ થયું છે-તેવા જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં "આ હું છું અને આ જગત છે" એવા
તુચ્છ શબ્દોના અર્થો વાસ્તવિક રીતે રહેતા જ નથી.

(૪૨) અજ્ઞાન દશામાં સ્વપ્ન ની સત્યતા

વશિષ્ઠ કહે છે કે-બોધ (જ્ઞાન) વગરની મતિ (બુદ્ધિ)વાળો,જે પુરુષ પરમપદ માં અત્યંત રૂઢ થયો નથી.
તેને આ જગત મિથ્યા હોવા છતાં સત્ય અને વજ્ર ના જેવી દૃઢતા વાળું લાગે છે.
હે,રામ,અહંકાર-આદિ થી સંયુક્ત થયેલું આ જગત એક લાંબુ સ્વપ્ન છે એમ સમજો.
આ સ્વપ્નમાં પ્રતીત થતા પોતાથી જુદા પુરુષો જે કારણથી સત્ય લાગે છે તે હું કહું છું,તે સાંભળો.

શાંત,વાસ્તવિક,સત્ય,પવિત્ર,દૃશ્ય-રહિત,ચૈતન્ય-માત્ર સ્વરૂપ વાળું-
પરમ નિર્મળ અને પરમ વિસ્તીર્ણ -એવું "બ્રહ્મ-તત્વ" એ સર્વનું અધિષ્ઠાન છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE