May 7, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-153


વશિષ્ઠ કહે છે કે-પરબ્રહ્મ ને વિષે દ્વૈત ની ખોટી પ્રતીતિ જણાય છે.પણ વસ્તુતઃ તે દ્વૈત-રહિત,સ્વચ્છ,આનંદ
અને અવ્યય છે. વિદ્વાન માણસ ને પણ તે જાણવામાં આવતું નથી..
ઉપાધિ ના સ્વભાવથી -મોક્ષ પર્યંત (સુધી) ઉત્પન્ન થતું જે સ્પંદન છે તેને "જીવ" કહે છે.
હે,રામ,જેમ,સમુદ્રનું તથા દિવાની  જ્યોતનું જેમ કંઈક પણ સ્ફુરણ થયા જ કરે છે,તેમ
બ્રહ્મનું જે  કંઈ સ્ફુરણ છે તે "જીવ" છે તેમ સમજો.
શાંત-પણું મટી ગયા પછી સ્વચ્છ ચિદાકાશ નું જે સંવેદન-રૂપી સ્વાભાવિક સ્ફુરણ છે તે જીવનું સ્વરૂપ છે.

જેવી રીતે વાયુમાં ચલન-પણું,છે,અગ્નિમાં ઉષ્ણતા છે,અને હિમકણ માં શીતળતા છે,
તેવી રીતે જીવમાં જીવ-પણું મોક્ષ થતાં સુધી સ્વભાવથી જ રહે છે.
"ચૈતન્ય-રૂપી-આત્મ-તત્વ" નું "સ્વ-ભાવ" ને લીધે,સંવેદન થી જે સ્ફુરણ થાય છે તેંને "જીવ" કહે છે.

જેવી રીતે અગ્નિ ના "કણ"માં (અણુમાં)  લાકડું પડવાથી તેનો પ્રકાશ થાય છે,તેવી રીતે,
જીવ-એ-  "વાસના ના દૃઢપણા" થી "અહંકાર-પણા" ને પામે છે.
જેમ,આકાશમાં દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી  જોવામાં આવે છે,પણ જયારે દૃષ્ટિ ના પહોંચે ત્યારે -આકાશમાં તે આકાશ કાળું  ના હોવા છતાં આકાશ કાળું લાગે છે,તેમ,
જીવને જોકે અહંકાર ઘટતો નથી,તો પણ આત્મા વિષે તેનું અજ્ઞાન હોવાથી "અહં-ભાવના" થાય છે.અને "સંકલ્પ-કાળ" ની કળાથી,વૃદ્ધિ પામેલી,પોતાની "વાસના"ને લીધે,જીવ "અહંકાર" ને ધારણ કરે છે.

વાયુ ના સ્પંદનની જેમ --"સ્ફૂરી" ને તે "અહંકાર" -સંકલ્પ  વશ થઈને "દિશા અને કાળ "ના
પરિચ્છેદવાળો તથા દેહાદિ આકૃતિવાળો થાય છે.
સંકલ્પપણા ને પામેલો તે "અહંકાર"-એ-ચિત્ત,જીવ,મન,માયા અને પ્રકૃતિ-એવા નામ થી રહે છે.
સંકલ્પ વાળું ચિત્ત -એ-"પંચભૂત-તન્માત્રા" ની "કલ્પના" કરે છે,તેથી તે પંચમહાભૂત-પણા ને પામે છે.

પંચ-તન્માત્રા ના આકારવાળું તે ચિત્ત (મન) જગતમાં "તેજ" ના કણ (અણું) રૂપે થાય છે.
જેમ, વાવેલું બીજ પોતાના સ્ફૂરણથી અંકુર ભાવ ને પામે છે-
તેમ ચિત્ત તન્માત્રા ની કલ્પના થી"તેજ-કણ" રૂપે થાય છે.
જેમ,દ્રવ્ય-રૂપી જળ બરફ-રૂપ થાય છે તેમ,એ તેજ નો કણ -એ બ્રહ્માંડની કલ્પનાથી બ્રહ્માંડ રૂપ થાય છે.
તેમાં કોઈ દેહની કલ્પના થી પુણ્ય કરનાર દેવતા નો દેહ પામે છે,કોઈ અહંકાર-રૂપી ભ્રાંતિ-પણા ને પામે છે,
કોઈ સ્થાવરપણા ના સંકલ્પને લીધે સ્થાવર થાય છે,કોઈ જંગમ થાય છે,તો પક્ષી વગેરે થાય છે
આવી રીતે જગતમાં સંકલ્પ ને લીધે વિચિત્ર સૃષ્ટિ પેદા થાય છે.

પ્રલય થયા પછી,સૃષ્ટિના આદિમાં સંકલ્પ  થી જે દેહ થાય છે,તેને "બ્રહ્મા" (બ્રહ્મ-દેવ) કહે છે.અને
તે બ્રહ્મા પોતાના સંકલ્પ થી જગતને ઉત્પન્ન કરે છે.
"ચૈતન્ય" ના સ્વ-ભાવથી બ્રહ્મ એ જ જગતનું મુખ્ય "કારણ" છે.અને ત્યાર પછી,
જન્મ-મરણ થવામાં કર્મ જ "કારણ-રૂપે" રહે છે.

જેવી રીતે જળમાં સ્વભાવથી જ ફીણ થાય છે,તેવી રીતે ચૈતન્ય ના સ્વ-ભાવથી ચિત્ત ઉત્પન્ન થાય છે.
જેમ,દોરીમાં ફીણ બંધાઈ જાય છે અને જળ ચાલ્યું જાય છે-તેમ,દેહ ને "બંધન-રૂપી-કર્મ"થી જ
ચિત્ત નું બંધન થાય છે.પણ ચિદાત્મા નું બંધન થતું નથી.
સંકલ્પ-રૂપી "જીવ"  જે પ્રમાણે કર્મ કરે છે તે તે પ્રમાણે તેને બંધન વગેરે થાય છે.

જેવી રીતે બીજ માં અંકુર રહેલો છે,તેથી તેમાંથી અંકુર થયા પછી તે અનેક પ્રકારના પાન,ફળ,ફુલ ને
પામે છે,તેવી રીતે,જીવન ધારણ કરીને જીવ એ ઉત્પન્ન થયા પછી કર્મ ને લીધે વિચિત્રતા ને પામે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE