Aug 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-876

અહંકાર-આદિ, જ્ઞાન વડે નાશ પામી જવાથી,જીવભાવ (હું) જતો રહે છે,
અને પૂર્ણ,શાંત,આનંદમય બ્રહ્મ-ચૈતન્ય-રૂપી (પરમાત્મા) પોતાના સ્વાભાવિક સ્વ-રૂપમાં એક-રસ-રૂપે થઇ પડે છે.
એટલે આ ખરેખરી વસ્તુ-ગતિ,તત્વ-બોધ (સત્ય-જ્ઞાન) વડે જ "અનુભવમાં" આવે છે.

તે ચૈતન્યમાં અહંકાર-કે "દૃષ્ટા-પણું" કલ્પવામાં આવે છે,તે નથી,
જગત કે જે "દૃશ્ય-રૂપે" નજરે ચડે છે-તે પણ નથી,
અને બુદ્ધિ-કે જે -દૃષ્ટાને દૃશ્ય સાથે સંબંધ કરવામાં ("દર્શન" કરાવવામાં) મુખ્ય સાધન-રૂપ છે તે પણ નથી.

"બ્રહ્મ" કે જેમાં,અદ્વૈત-પણાને લીધે,"મોક્ષ" એવો ભાવ સંભવતો નથી,
પણ તેમાં જ્ઞાન-વડે મોક્ષની "કલ્પના" કરવામાં આવે છે.તથા સ્વભાવે જ જે-આત્મા- શાંત છે,
તેમાં જ્ઞાન વડે "શાંત-પણું થવા-રૂપી-ફળ" કલ્પાયેલ છે-અને
જે (આત્મા) નિરતિશય આનંદ-રૂપ છે તેમાં "આનંદ-પ્રાપ્તિ-રૂપ-ફળ"ની કલ્પના કરવામાં આવે છે.

તેવી જ રીતે-જીવ-કે જે બ્રહ્મ-રૂપ હોવાને લીધે,બંધનથી રહિત જ છે,
તેમાં "બંધન-મટી જવા-રૂપી" જ્ઞાનનું ફળ કલ્પી લેવામાં આવે છે.બાકી ખરી રીતે કશું નવું પેદા થતું નથી,
માટે "વસ્તુ-ગતિ" છે તે જ્ઞાન વડે જ સારી રીતે અનુભવાય છે.

"હું" એવો અહંકાર જ જગતના પદાર્થ-સમૂહોના અંકુર-રૂપ છે.અને જો એ અંકુર જ જો નિર્મૂળ થઇ જાય તો,
જગત પોતાની મેળે જ નિર્મૂળ થઇ જાય છે.અહંકાર કે જે સાવ ફોગટ (ખોટ) છે-તે પરમાત્મા-રૂપી-અરીસા પર
લાગતાં તે મલિન થાય છે,અને અહંકાર શાંત થતાં તે નિર્મળ થઇ રહે છે.
વસ્તુતઃ તે શુદ્ધ ચૈતન્ય,દૃશ્યના આભાસથી રહિત,અનંત,જન્મ-નાશ આદિ વિકારથી રહિત,
એક આકાશ-રૂપ જ છે.એટલે અહંકાર-રૂપી-મેઘનું વાદળું ગળી જવાથી તે નિર્મળ થઇ શોભે છે.

હે રામચંદ્રજી,અજ્ઞાનને લીધે,ભુલાઈ જવાયેલું "પોતાનું સ્વ-રૂપ",ઘણા કાળથી "અહંકાર"ના સંગને લીધે,
"જીવ-ભાવ"ને પ્રાપ્ત થઇ ગયું છે.કે જો શ્રવણ-મનન-આદિ ઉપાય કેવા આવે તો,તે (જીવભાવ) પાછું,
"બ્રહ્મ-રૂપ" ને પ્રાપ્ત થાય છે.નિદિધ્યાસન દ્વારા,અહંકારનો પરમાત્મામાં લય થઇ જતાં,
તે (જીવભાવ) પોતે પરમાત્મામાં એકરસ થઇ જાય છે-કે જેનું સ્વરૂપ અવર્ણનીય છે.

અહંકારમાં પ્રતિબિંબ-વાળું થયેલ તે શુદ્ધ ચૈતન્ય-તત્વને ખરા-રૂપે વાણીથી બતાવી શકાય તેમ નથી,
પણ,તે જ્ઞાન વડે "અહંકાર-રૂપી-અલ્પ-ભાવ" ટળી જતાં,
"અપરિમેય-પણું" (માપ કે પરિમાણ ના આવી શકે તેવું) પ્રાપ્ત થવાથી,
તે અપરિમેયતા-રૂપી અર્થને બતાવનાર "બ્રહ્મ-પદ",
બીજા પદાર્થો (કે જેને નામ આપવામાં આવે છે) ની જેમ,
કેમ જાણે-તે (બ્રહ્મ-પદ) પોતે,પણ, બ્રહ્મ-પદ-એવા-"નામ-વાળું" થઇ ગયું હોય તેમ જણાય છે.
બાકી,તેનું ખરું સ્વ-રૂપ જોતાં,તેમાં વાણીનો (વર્ણનનો) વ્યવહાર ઘટતો જ નથી.(તે બ્રહ્મ અવર્ણનીય જ છે)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE