Apr 23, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1134

મુનિ (સાધુ બનેલ પારધીને) કહે છે કે-જેમ અંધકારમાંથી પ્રકાશનો લાભ ન થાય,તેમ એક સંપૂર્ણ જ્ઞાન વિના બીજા કશાથી
તુરીય અવસ્થાનો સાચો લાભ થતો નથી.સારી રીતે જ્ઞાનનો જયારે ઉદય થાય છે ત્યારે આ જગત યથાસ્થિત પણે રહ્યા છતાં
લયને પ્રાપ્ત થઇ જાય છે.અજ્ઞાન દશામાં પણ જગત તો યથાસ્થિત પ્રમાણે જ રહે છે,પણ તેનો લય થતો નથી.
સ્વપ્ન,જાગ્રત અને સુષુપ્તિ -એ ત્રણે અવસ્થાઓ,યથાસ્થિત એવા તે તે જગત સાથે તુરીયની અંદર રહેલી છે,
છતાં જ્ઞાનને લીધે જગતનો લય થઇ જાય છે.
જો કે તત્વ-દૃષ્ટિએ જોતાં તો કશું જ નથી,જગત કોઈ કારણમાંથી ઉત્પન્ન થયું
નથી,પણ,શાંત અને જન્મ-આદિના વિકારથી રહિત બ્રહ્મ જ સદા જગતના આકારે વિવર્ત-ભાવથી થઈને રહ્યું છે.
અને આવો સદાકાળ બોધ રહેવો તે જ 'તુરીય' અવસ્થા છે.

(૧૩૮) બંને જીવના સંમિલન થી જગત બેવડું દેખાય છે

મુનિ કહે છે કે-એમ મેં જાગ્રતથી માંડી ઠેઠ તુરીય-અવસ્થા વિષે વિચાર કર્યો.પછી જેમ બે અલગ અલગ સુગંધ,
એકબીજામાં મળી જઈ એક થઇ જાય છે તેમ,હું એ મનુષ્યના ચિદાભાસ-રૂપી જીવની સાથે એકતા પામ્યો.
એ જીવના ચિદાભાસમાં પ્રવેશ કરવા માટે મેં,જયારે, તેની ઓજ-રૂપી-ધાતુનો ત્યાગ કર્યો,
ત્યારે, મારી સર્વ ઇન્દ્રિયોની વૃત્તિઓ બાહ્ય વ્યાપારમાં પ્રવૃત્ત થવા લાગી હતી.

તે બહિર્મુખ થયેલી વૃત્તિઓને મેં અંતર્મુખ વૃત્તિથી વારી,અને ક્ષણમાં તેને અંદર ફેલાવી દીધી.(પ્રત્યાહાર)
એટલે હવે હું તે મનુષ્યના ચિદાભાસરૂપી જીવની સાથે એકતા પામતો હતો.તેટલામાં તો મારી અને તે મનુષ્યની-એવી
બંનેની જુદીજુદી વાસનાના પ્રતિભાસને લીધે,મેં આખા જગતને મેં પહેલાના કરતાં બમણું (બેવડું) જોયું.મેં બે ભૂમંડળ
અને બે આકાશ દીઠાં.દર્પણમાં પ્રતિબિમ્બિત થઇ રહેલા મુખના બે પ્રતિબિંબની જેમ,
એ બંને (મારો અને તે મનુષ્યનો) ચિદાભાસ પરસ્પર મિશ્રિત થઇ રહ્યા હતા.આથી જગત બમણું દેખાતું હતું.

અમારા બંનેના 'જીવ-ચૈતન્યના બુદ્ધિ-રૂપી-કોશ'ની અંદર જે કંઈ રહ્યું હતું,તે 'બુદ્ધિ-રૂપી ઉપાધિ'માં પ્રતિબિમ્બિત થઇ
રહેલ ચિદાભાસમાં (તે ઉપાધિ કે માયાના ભેદને લીધે) જુદાજુદા પ્રકારે પ્રતીતિમાં આવતું હતું.
અને તેથી તે જગત ભિન્નભિન્ન ભાસતું હતું.છતાં તે તે તલમાં રહેલ તેલની જેમ,પરસ્પર મિશ્રિત થઇ ગયું હતું.
જો કે અમારા બંનેના 'ચૈતન્યના બુદ્ધિ-રૂપી કોશ'માં રહેલાં એ બંને જગત,એકબીજામાં મિશ્રિત થઇ ગયાં હતાં,
તેમ છતાં, વાસનાનું મિશ્રિત-પણું થઇ શકતું ના હોવાથી તે અમિશ્રિત જ હતાં.
પણ દૂધ અને જળની જેમ,તેઓ પરસ્પર સરખી રીતે મળી ગયેલાં ભાસતાં હતાં.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE