May 9, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1150

શ્રોત્ર (કાન),ચક્ષુ,ઘ્રાણ (નાસિકા),જીહ્વા (જીભ)ને ત્વચા -એ જ્ઞાનેન્દ્રિયો વડે યુક્ત
અને વાસનામય અંતઃકરણને ધારણ કરી રહેલો આતિવાહિક દેહ,પ્રાણ-રૂપી મૂર્તિ (દેહ) વડે સંયુક્ત છે,
કે જે  કૂટ્સ્થ સાક્ષી-ચૈતન્યનો આભાસ પડતાં ચિદ્રુપ 'જીવ'ના નામથી ઓળખાય છે.
આમ,તે કૂટ્સ્થ-ચૈતન્ય (પરમાત્મા) એ અવિનાશી ચિદાકાશ-રૂપ છે ને 'જીવ'ના નામે પણ ઓળખાય છે.

જીવ પોતે અણુ (ઓજ) રૂપ છે.તે જયારે સર્વ ઇન્દ્રિયોને સમેટી લઈને નાડીઓની અંદર પથરાઈ રહેલા
કફ-રૂપ-પ્રધાન- અન્નરસ વડે વીંટાઈ જાય છે,ત્યારે તે ઇન્દ્રિયોના સૂક્ષ્મ ભાગમાં જ નાડીઓની અંદર
અનેક પ્રકારની સ્વપ્ન સંબંધી ભ્રાંતિને અનુભવે છે.તે (સ્વપ્નના) સમયે જીવ પોતે આકાશમાં ચાલ્યો જાય છે,
ત્યારે તે જીવ-રૂપ આકાશમાં સરોવરો,વનો,નદીઓ,મેઘો-આદિથી યુક્ત જગત ખડું થઇ જાય છે.

ઓજની અંદર અણુ-રૂપ રહેલો જીવ ,જયારે પિત્ત-પ્રધાન રસ વડે વીંટાઈ જાય છે ત્યારે સ્વપ્નમાં,
સુકોમળ જ્વાળાઓની પંક્તિઓને દેખે છે,કે જે પંક્તિઓ દિશાઓના મુખને શ્યામ કરી દે છે.
અને જયારે કફ-પિત્તનું પ્રાધાન્ય ના રહેતાં જયારે વાયુ-પ્રધાન થાય છે (વાયુથી ઘેરાઈ જાય છે)
ત્યારે સ્વપ્નમાં,પૂર્વે ન જોયેલી વિલક્ષણ પૃથ્વી જોવામાં આવે છે.ને જગત કંપી રહેલું જોવામાં આવે છે.

જયારે વાત(વાયુ)-પિત્ત-કફ એ ત્રણે વડે વડે નાડીઓ પૂર્ણ થઇ રહી હોય છે,ત્યારે સ્વપ્નની અંદર જડ બની ગયેલો જીવ
પીડિત દશામાં રહે છે.એ જીવ જયારે પુરીતતિ નામની નાડીમાં પ્રવિષ્ટ થાય છે,ત્યારે તેને આગળ ચાલવા માટે
છિદ્ર મળતું નથી.આથી પ્રાણ'પવન' વડે થનારી તેની ચપળતા મંદ પડે છે ને અસમર્થ થઇ જાય છે.
ત્યારે ઘાટા ઓજની અંદર તે એકરસ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરે છે.
જયારે ખાધેલું અન્ન પછી જાય ને પોતાના આવવા-જવાનો માર્ગ ખાલી થઇ જાય ત્યારે જીવ પ્રાણ-સંચાર દ્વારા ત્યાંથી
નીકળવાનો પ્રયત્ન કરે છે અને પ્રાણ વડે બોધને પ્રાપ્ત થઇ સ્વપ્ન-અવસ્થા અનુભવે છે.

બહુ પ્રદિપ્ત જઠરાગ્નિથી વ્યાપ્ત થઇ રહેલા વાત-પિત્ત-આદિના યોગ વડે જીવ,બહાર અને અંદર બહુ જ
ગભરાટને (ભ્રાંતિને) અનુભવે છે.જો તેમનું બળ થોડું હોય તો થોડો ગભરાટ અનુભવમાં આવે છે.
આમ,જયારે વાત-પિત્ત-કફ-આદિથી અન્નરસમાંથી થોડો ક્ષોભ ઉત્પન્ન થાય છે,ત્યારે બહાર અને અંદર ભ્રાંતિ વડે
થોડું દૃશ્ય જોવામાં આવે છે.જયારે વાત-પિત્ત-કફ એ સમાનતાથી રહ્યા હોય ત્યારે બહાર અને અંદર પણ
દૃશ્ય સમાન રીતે જોવામાં આવે છે,પણ જો અસમાન હોય તો જગત કંપતું જોવામાં આવે છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE